• Gujarati News
  • International
  • The Ministry Of External Affairs Issued An Advisory; Said Need To Be Careful With Increasing Hate Crime In Canada

કેનેડામાં રહેતા ભારતીયોને સતર્ક રહેવાની સલાહ:વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી; કહ્યું- કેનેડામાં હેટ ક્રાઇમ વધતાં સાવચેત રહેવાની જરૂર

2 દિવસ પહેલા

કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને ત્યાં રહેતા ભારતીયો માટે ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી કેનેડામાં ભારતીયો વિરુદ્ધ વધી રહેલા હેટ ક્રાઈમને લઈને જાહેર કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયની એડવાઈઝરીમાં લખ્યું છે કે કેનેડામાં હેટ ક્રાઈમ, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. અહીં રહેતા ભારતીય નાગરિકોને સલાહ આપી છે કે વિદ્યાર્થીઓ સાવચેતી રાખે અને સતર્ક રહે. વિદેશ મંત્રાલય અને કેનેડામાં ભારતીય દૂતાવાસે આ મુદ્દો કેનેડિયન અધિકારીઓ સામે ઉઠાવ્યો છે તેમજ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માગ કરી છે.

ગયા વર્ષે એક ભારતીયની હત્યા કરવામાં આવી
2021માં કેનેડામાં 23 વર્ષીય ભારતીય યુવકની હત્યા કરવામાં આવી હતી. શીખ મૂળના આ યુવકનું નામ પ્રભજોત સિંહ કત્રી હતું. પ્રભજોત મૂળ પંજાબના મોગા જિલ્લાનો હતો. પ્રભજોત 2017માં કેનેડા આવ્યો હતો. CBS ન્યૂઝ મુજબ, તે અહીં ટેક્સી ચલાવવાની સાથે એક રેસ્ટોરન્ટનમાં પણ કામ કરતો હતો. તેની સાથે તે પોસ્ટ ગ્રેજ્યુએશનની તૈયારી કરી રહ્યો હતો.

મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ

દુષ્કર્મીઓએ 'બળાત્કાર' અને 'ખાલિસ્તાન' જેવા શબ્દો લખીને પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું
દુષ્કર્મીઓએ 'બળાત્કાર' અને 'ખાલિસ્તાન' જેવા શબ્દો લખીને પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું

કેનેડામાં ઓન્ટારિયોમાં કેટલાક લોકોએ રિચમંડ હિલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરી હતી. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને યોર્ક રીજનલ પોલીસને ટાંકીને કહ્યું હતું કે યોંગ સ્ટ્રીટ અને ગાર્ડન એવન્યુના વિષ્ણુ મંદિરમાં આવેલી પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી.

15 સપ્ટેમ્બર 2022એ હિન્દુ મંદિરમાં થઈ હતી તોડફોડ
કેનેડાના ટોરેન્ટોમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. અહીં અજાણ્યા લોકોએ મંદિરની દીવાલોને નુકસાન પહોંચાડ્યું અને ખાલિસ્તાન ઝિંદાબાદ જેવી ભારતવિરોધી વાતો લખી હતી.

જાન્યુઆરીમાં અડધો ડઝન મંદિરોમાં તોડફોડ થઈ

  • નવેમ્બર 2021માં પહેલી વખત બ્રેમ્પ્ટનમાં હિન્દુ સભા મંદિર અને જગન્નાથ મંદિરમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી હતી.
  • 15 જાન્યુઆરી હનુમાન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી.
  • 25 જાન્યુઆરીમાં આ જ શહેરમાં દેવી દુર્ગા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ બંને ઘટનાઓ પછી ઉગ્રવાદીઓએ ગૌરીશંકર મંદિર અને જગન્નાથ મંદિરમાં પણ હોબાળો મચાવ્યો હતો.
  • 30 જાન્યુઆરીના રોજ મિસીસોગામાં હિંદુ હેરિટેજ સેન્ટર (HHC)માં બે શખસે દાનપેટી અને મુખ્ય કાર્યાલયમાં તોડફોડ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...