તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Minister Cut Off Ribina's Head With Blunt Scissors And Hit Her Straight In The Mouth, As Seen In The Opening Ceremony.

પાકિસ્તાન:બુઠ્ઠી કાતરથી રિબિન ના કપાતાં મંત્રીજીએ સીધું મોઢું માર્યું, ઉદઘાટન સમારોહમાં જોવા જેવી થઈ

16 દિવસ પહેલા

પાકિસ્તાનના વધુ એક મંત્રીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. આ મંત્રીજીનું નામ છે ફયાઝ અલ હુસેન. એક શોરૂમના ઉદઘાટન સમારોહમાં મંત્રીજીને રિબિન કાપવાની હતી. આ સમયે કાતર બુઠ્ઠી હોય કે પછી મંત્રીજીને કાપતાં ના આવડતું હોય, ગમે તે હોય પણ મંત્રીજીથી રિબિન કપાઈ નહીં. પછી શું હતું? રાહ જુએ એ બીજા. મંત્રીજીએ હાથમાં રિબિન પકડ લીધી અને સીધું મોઢું જ મારી દીધું. ઉપસ્થિત લોકો કંઈ સમજે એ પહેલાં તો મંત્રીજીએ દાંતથી રિબિન કાપી નાખી અને સૌ કોઈ હસવા લાગ્યા. પંજાબ પ્રાંતના જેલમંત્રી જુગાડ કરવા જતાં દુનિયાભરમાં મજાકનું પાત્ર બની ગયા છે.