• Gujarati News
  • International
  • The Military Government In Myanmar Imprisoned 4,300 People In A 134 year old Prison; Many People Involved, Including Leaders, Journalists

સેનાનો સત્તાપલટો કર્યા બાદ અત્યાચાર:મ્યાનમારમાં સૈનિક સરકારે 4300 લોકોને 134 વર્ષ જૂની જેલમાં ધકેલી દીધા; નેતાઓ, પત્રકારો સહિત અનેક લોકો સામેલ

યાંગૂન8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યાંમારની સૈનિક સરકારે લોકશાહી સમર્થકોને કચડવાની કાર્યવાહી હેઠળ ચાર મહિનામાં 4300થી વધુ લોકોને જેલમાં ધકેલી દીધા છે. તેમાંના મોટા ભાગના લોકોને બર્બરતા અને અત્યાચારો માટે કુખ્યાત 134 વર્ષ જૂની ઈનસેન જેલમાં કેદ કરાયા છે. આ જેલની ક્ષમતા પાંચ હજાર કેદીની છે, પરંતુ હાલ અહીં તેની ક્ષમતાથી બમણા કેદી હોવાની શંકા છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, 1 ફેબ્રુઆરીએ મ્યાંમારમાં સેનાએ સત્તાપલટો કર્યા પછી ચૂંટાયેલા નેતાઓ, પત્રકારો અને સેંકડો લોકશાહી સમર્થકોને અહીં કેદ કરાયા છે. આ પૈકી અનેક લોકોના શરીર પર બંદૂકની ગોળીઓના પણ નિશાન છે. હાલમાં અહીં ઓસ્ટ્રેલિયાના આર્થિક સલાહકાર અને બે અમેરિકન પત્રકાર પણ કેદ કરાયા છે. બ્રિટીશ રાજમાં બનેલી આ જેલ તેના સ્થાપનાકાળથી કેદીઓ પર બર્બરતા માટે કુખ્યાત છે.

અન્ય સમાચારો પણ છે...