અભિષેક રંજન રિસર્ચ ફેલો, આર્કટિક યુનિવર્સિટી ઓફ નોર્વે
આશરે 4 વર્ષ પહેલાં જ્યારે હું નોર્વેના ટ્રોમસો શહેરમાં આવ્યો હતો, તો લાગી રહ્યું હતું કે જિંદગી કેટલી મુશ્કેલ હશે અહીંયાં. 50-50 દિવસ સુધી સૂરજ નથી નીકળતો. પારો -25 ડિગ્રી સુધી જતો રહે છે. બરફ પર લપસી જવાથી વાગે છે તે સામાન્ય વાત છે.
અંધારામાં એક્સિડેન્ટ બહુ જ થાય છે. ચીજો બહુ મોંઘી છે. આવી જગાએ કેમ રહી શકાય? પરંતુ આ સિક્કાની એક બાજુ છે. કેટલીક વાર નેગેટિવિટીમાં પોઝિટિવિટી પણ હોય છે. માત્ર દૃષ્ટિ બદલવાની જરૂર છે, નજારો આપોઆપ બદલાઇ જશે.
નોર્વેમાં LED લાઇટ્સથી પૂરી કરવામાં આવે છે સૂર્યની ઊણપ
આ રિપોર્ટ વાંચ્યા પછી ગેરંટી છે કે તમને જરૂર લાગશે કે હું પણ ત્યાં જઇ શકું કે પછી ત્યાં વસી જઉં. જેવું કે હવે મને લાગી રહ્યું છે. આશરે 70 હજારની વસ્તીવાળા આ શહેરની બીજી બાજુ એ છે કે તે ચારે તરફ ઊંચા પર્વતોથી ઘેરાયેલું છે. વચ્ચે સમુદ્ર છે. આકાશમાં ઓરોરા (કુદરતી રંગીન લાઇટ્સ) અને બંને કિનારા પર વસેલી વસ્તીનો નજારો જોવા જેવો છે.
જે 50 દિવસોમાં સૂર્ય નથી નીકળતો, તેની પહેલાં લોકો વિટામિન ડી, વિટામિન સી અને ઓમેગા બી 12 સપ્લિમેન્ટ્સ મેળવી લે છે, જેથી શરીરમાં જરૂરી ચીજોની ઊણપ ન રહે. બધા લોકો રોજ ઘરમાં કેટલોક સમય LED લાઇટ્સને જુએ છે, જેથી શરીરમાં સૂરજની રોશનીની ઊણપને પૂરી કરી શકે. ઝાડ-પાનની સામે પણ આ લાઇટ્સ લગાવે છે, તેથી તે જીવિત રહી શકે. બરફ પર લપસાય નહીં તેના માટે સ્પાઇક્સ લગાવે છે.
લોકો જિંદાદિલીથી જીવે છે
નોર્વેમાં લોકો જ્યારે બહાર નીકળે છે ત્યારે રેટ્રો રિફ્લેક્ટર પહેરે છે, જે બાવડામાં લાગેલું હોય છે. લાઇટ પડતાં જ ચમકવા લાગે છે, જેથી એક્સિડેન્ટ ન થાય. ઠંડી હોય, ગરમી હોય, હિમવર્ષા કે વરસાદ... અહીં સ્કૂલ-કોલેજ અને ઓફિસનો સમય બદલાતો નથી. તેમનો સમય સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનો રહે છે. લોકો પૂરી જિંદાદિલીથી જીવે છે. પૈસાની બાબતમાં તો વિચારતા જ નથી. બચત કરતા નથી, કારણ કે સારવાર-અભ્યાસનો ખર્ચ સરકાર ઉપાડે છે. ડ્રાઇવર અને ક્લીનર જેવું કામ કરનારા પણ દર મહિને અઢીથી ત્રણ લાખ રૂપિયા કમાવી લે છે.
એક સિનેમાહોલ છે, જ્યાં અલગ-અલગ ભાષાઓની ફિલ્મો લાગે છે, જેમાં અંગ્રેજીમાં સબ ટાઇટલ હોય છે. હાલમાં જ લાલ સિંહ ચઠ્ઠા અને આરઆરઆર પણ લાગી હતી. અહીં ક્રાઇમ ના બરાબર છે. જો તમારું પર્સ બસમાં પડી જાય તે સંભવતઃ પાછું મળી જાય. કેશની કોઇ ઝંઝટ જ નથી, બધું જ ડિજિટલ છે. હિંસા તો દૂરની વાત છે, લોકો દેકારો પણ કરતા નથી. મોટા ભાગના લોકો પાસે ઓડી, મર્સિડિઝ અને ટેસ્લા જેવી લક્ઝરી કારો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.