• Home
  • International
  • The maximum impact of the transition on young people 21 30 years, 25% of cases were reported in this age group

પાકિસ્તાનમાં કોરોના / 21-30 વર્ષના યુવાનો પર સંક્રમણની વધારે અસર, 25 ટકા કેસ આ ઉંમર વર્ગમાં નોંધાયા

પાકિસ્તાનના હૈદરાબાદમાં લોકડાઉન સમયે લોકોને મફત ખાદ્ય સામગ્રી વહેચવામાં આવી રહી છે
પાકિસ્તાનના હૈદરાબાદમાં લોકડાઉન સમયે લોકોને મફત ખાદ્ય સામગ્રી વહેચવામાં આવી રહી છે
X
પાકિસ્તાનના હૈદરાબાદમાં લોકડાઉન સમયે લોકોને મફત ખાદ્ય સામગ્રી વહેચવામાં આવી રહી છેપાકિસ્તાનના હૈદરાબાદમાં લોકડાઉન સમયે લોકોને મફત ખાદ્ય સામગ્રી વહેચવામાં આવી રહી છે

  • પાકિસ્તાનના ડોક્ટરે કહ્યું- અહીં યુવાનોની વસ્તી વધારે હોવાથી આ સ્થિતિ છે
  • પાકિસ્તાનમાં સંક્રમણના 1000થી વધારે કેસ, 250 સંક્રમિત 21-30 વર્ષના

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 07:06 PM IST

ઈસ્લામાબાદઃ કોરોના વાઈરસના સંક્રમણની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનમાંથી ગંભીર માહિતી સામે આવી છે. કોરોના સામે વિશ્વભરમાં જ્યાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાનમાં કોરોના વાઈરસનું સંક્રમણ યુવાનોમાં ફેલાઈ રહ્યું છે. અહીં 21-30 વર્ષના યુવાનોમાં વ્યાપક પ્રમાણમાં સંક્રમિત છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 1098 પોઝિટિવ દર્દી મળ્યા છે. અહીં 8 લોકોના મોત થયા છે. સિંધ પ્રાંત સૌથી વધારે અસર ધરાવે છે. સિંધ પ્રાંતમાં 413 કેસ સામે આવ્યા છે.

પ્રધાનમંત્રી ઈમરાન ખાનના સ્પેશ્યલ આસિસ્ટન્ટ ડોક્ટર જફર મિર્ઝાએ કહ્યું હતું કે સંક્રમણના 25 ટકા કેસ 21થી 30 વર્ષના યુવાનોમાં છે. આશરે 250 યુવાનો સંક્રમિત છે.  ત્યારબાદ અલગ-અલગ સમૂહના લોકો સંક્રમિત છે. આ પેટર્ન અન્ય દેશોમાં તદ્દન અલગ છે. ત્યાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો વધારે સંખ્યામાં સંક્રમિત છે.

બુધવારે ટીવી પર માહિતી આપતા મિર્ઝાએ કહ્યું હતું કે વાઈરસથી સંક્રમિત થનાર પૈકી 34 ટકા પુરુષ છે તો 36 ટકા મહિલાઓ છે. તેમા 7 ટકા લોકો એવા છે કે જેમનામાં સંક્રમણ લોકલ ટ્રાન્સમિશનથી ફેલાયેલ છે. બાકી 93 ટકા લોકો વિદેશમાંથી સંક્રમિત થઈને આવેલા છે.

ચીનમાં 81,285 સંક્રમિતો પૈકી સૌથી વધારે 65 વર્ષના લોકો

ચીનમાં ગુરુવાર સુધીમાં કુલ 81,285 કેસ સામે આવ્યા છે અને 3287 લોકોના મોત થયા છે. ખાસ વાત એ છે કે ચીનમાં સૌથી વધારે સંક્રમિત એવા છે કે જેમની ઉમર 65 વર્ષ અથવા વધારે છે. પાકિસ્તાન ડેઈલીના જણાવ્યા પ્રમાણે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના ચીફ એપિડેમિયોલોજિસ્ટ ડો. રાણા સફદરે કહ્યું કે પાકિસ્તાનમાં યુવાનોની વસ્તી ચીનની તુલનામાં ઘણી વધારે છે, માટે અહીં યુવાનોમાં સંક્રમણના વધારે કેસ સામે આવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી