તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • The Magnetic Field Between Africa And South America Weakened; Satellite mobile Can Malfunction, Even Affecting The Aircraft

સંશોધન:આફ્રિકા અને દ.અમેરિકા વચ્ચે ચુંબકીય ક્ષેત્ર નબળું પડ્યું; સેટેલાઈટ-મોબાઈલ બગડી શકે છે, વિમાન પર પણ અસર

લંડન4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • યુરોપિયન સ્પેસ એજન્સીનો ખુલાસોઃ 200 વર્ષમાં પૃથ્વીની ચુંબકીય શક્તિ 9 ટકા ઘટી
  • વિજ્ઞાનીઓએ કહ્યું - તેનાથી થતા ફેરફારો અંગે તપાસ કરી રહ્યા છીએ

દુનિયા સામે હવે વધુ એક ગંભીર સંકટ ઊભું થઇ ગયું છે. યુરોપિયન સ્પેસ એજન્સીના વિજ્ઞાનીઓએ ખુલાસો કર્યો છે કે આફ્રિકા અને દક્ષિણ અમેરિકા વચ્ચે એક મોટા વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સતત નબળું પડી રહ્યું છે, જેના કારણે આ ક્ષેત્રોમાં પૃથ્વી પર તહેનાત સેટેલાઈટ ખરાબ થવાથી મોબાઇલ સેવા ઠપ થઈ શકે છે અને વિમાન સાથે કમ્યૂનિકેશન કરવું મુશ્કેલ થઈ શકે છે. પૃથ્વી પર જીવન માટે ચુંબકીય ક્ષેત્ર અત્યંત જરૂરી છે. તેના લીધે જ પૃથ્વી અંતરીક્ષ સાથે થતાં રેડિએશન અને સૂર્યમાંથી નીકળતાં આવેશિત કણોથી બચી શકે છે. વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી ધ્રુવોમાં ફેરફારના તબક્કામાંથી પસાર થઇ રહી છે. તે હેઠળ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એકબીજાનું સ્થાન લે છે. આવું છેલ્લે 7,80,000 વર્ષ પહેલાં થયું હતું.
નેનોટેસ્લા ઘટીને 22 હજાર થઈ
સ્પેસ એજન્સીએ તેના સ્વાર્મ સેટેલાઇટની મદદથી ડેટા એકત્રિત કર્યો છે. આ સેટેલાઈટ વિશેષ રૂપે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને તૈયાર કરનારા ચુંબકીય તરંગોની ઓળખ અને તેને માપવા માટે બનાવાયા છે. તેનાથી જાણ થાય છે કે આફ્રિકાથી લઈને દક્ષિણ અમેરિકા સુધી આશરે 10 હજાર કિમીના અંતરમાં પૃથ્વીની અંદર ચુંબકીય ક્ષેત્રની તાકાત ઓછી થઈ ચૂકી છે. સામાન્ય રીતે તે 32 હજાર નેનોટેસ્લા હોવી જોઇતી હતી પણ 1970થી 2020 સુધી તે ઘટીને 24 હજારથી 22 હજાર નેનોટેસ્લા થઈ ચૂકી છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે ગત 200 વર્ષોમાં પૃથ્વીની ચૂંબકીય શક્તિમાં 9 ટકાનો ઘટાડો થયો છે. જર્મન વિજ્ઞાની જુરગેન મત્ઝકાએ કહ્યું કે પડકાર આ સંપૂર્ણ પ્રક્રિયાને સમજવાનો છે. હવે આપણે એ શોધવું પડશે કે પૃથ્વીમાં કેન્દ્રમાં થઈ રહેલાં પરિવર્તનથી કેટલું મોટું ફેરફાર થશે. શું તેનાથી પૃથ્વી પર કોઈ મોટી આપત્તિ આવશે? સામાન્ય રીતે પૃથ્વીની ચુંબકીય શક્તિ 2.50 લાખ વર્ષમાં બદલાય છે. જોકે, હાલ તેમાં અનેક વર્ષો બાકી છે.
પૃથ્વીની ચુંબકીય શક્તિથી જ આપણે રેડિએશનથી બચી શકીએ છીએ
ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે પેદા થાય છે, તેને આ રીતે સમજી શકાય છે. પૃથ્વીની અંદર ગરમ લોખંડનું વહેતું સમુદ્ર છે. તે પૃથ્વીની સપાટીથી આશરે 3000 કિમી નીચે હોય છે. તે ફરતું રહે છે. તેના ફરવાથી પૃથ્વીની અંદરથી ઈલેક્ટ્રિકલ કરંટ પેદા થાય છે, જે ઉપર આવતાં આવતાં ઈલેક્ટ્રો મેગ્નેટિક ફીલ્ડમાં રૂપાંતરિત થઈ જાય છે. પૃથ્વીની ચુંબકીય શક્તિથી જ આપણે અવકાશમાંથી આવતા રેડિએશનથી બચી શકીએ છીએ.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો