તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરસની ચાલ:રસીકરણ જ્યાં ઓછું, ત્યાં ડેલ્ટા વેરિયન્ટ વધુ ઘાતક

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં સૌ પ્રથમ મળેલો વેરિયન્ટ 60% વધુ સંક્રામક, રશિયા અને બ્રિટન સહિત અનેક દેશોમાં જોખમ
  • એસ્ટ્રાજેનેકા સહિત વર્તમાન વેક્સિન વાઈરસના તમામ વેરિયન્ટ વિરુદ્ધ અસરકારક

છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાઈરસે એક પછી એક દેશોને જકડી રાખ્યા છે. લોકો જ્યારે વિચારે છે કે, વાઈરસને હરાવી દીધો છે ત્યાં કોઈ નવો વેરિયન્ટ તોફાન મચાવતો આવી જાય છે. જે અગાઉનાં સ્વરૂપોથી વધુ સંક્રામક હોય છે. કોવિડ-19 પછી જિંદગીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. બે બાબતો સ્પષ્ટ છે : 1-મહામારીનો અંતિમ સમય લાંબો અને તકલીફદાયક હશે. 2- કોવિડ-19 એકદમ બદલાયેલી દુનિયા છોડીને જશે. અનેક દેસોમાં રસીકરણના અભાવને લીધે વાઈરસના નવા વેરિયન્ટ્સનો કેર ચાલુ છે. સૌથી પહેલા ભારતમાં મળેલો ડેલ્ટા વેરિયન્ટ વુહાન, ચીનમાંથી આવેલા વાઈરસથી બેથી ત્રણ ગણો વધુ સંક્રામક છે. જે વિસ્તારોમાં 30% લોકોને રસી આપી દેવાઈ છે, ત્યાં પણ તેનાથી સંક્રમણ ઝડપથી ફેલાયું છે.

વર્તમાન સમયે ડેલ્ટા વેરિયન્ટે દુનિયાભરમાં ચિંતા ફેલાવેલી છે. ભારતમાં જે સેમ્પલોની તપાસ થઈ તેમાંથી 97%માં ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યો છે. જે બ્રિટનમાં 91% અને રશિયામાં 89% છે. જોકે, વાઈરસના તમામ પ્રકારના વિરેયન્ટ સામે તમામ પ્રકારની રસી અસરકારક છે. તે બીમારીની ગંભીરતા અને મૃત્યુના જોખમને ઘટાડે છે. ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાય છે, એટલે તે રોગપ્રતિકાર ક્ષમતાને ધીમી પાડી દે છે. બીજી તરફ જે લોકો વેક્સિન લીધી છે અને નવા ઈલાજ સુધી પહોંચ છે, તેમના માટે કોવિડ-19 એવી બીમારી બની રહી છે જે ઘાતક નથી. ડેલ્ટા વેરિયન્ટથી ખરાબ રીતે પ્રભાવિત બ્રિટનમાં સંક્રમિત લોકોનો મૃત્યુ દર 0.1% છે.

બ્રિટિશ વિજ્ઞાનીઓનું અનુમાન છે, સાવધાની રાખતી વેક્સિન વગરની વસતીમાં ડેલ્ટા 8 લોકોમાં સંક્રમણ ફેલાવે છે. હવે તેનાથી બાકીની દુનિયાને જોખમ છે. ડેલ્ટાથી સંક્રમિત લોકોમાં વાઈરસનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું છે. આથી, સંક્રમિત લોકોથી વધુ લોકોના બીમાર થવાનું જોખમ રહે છે. રસીકરણથી સંક્રમણની ગતિ ધીમી પડે છે, પરંતુ તે સંપૂર્ણપણે અટકતું નથી. જેની સામે સંક્રમણ ફેલાવું વધુ મુશ્કેલ થઈ જાય છે. ફાઈઝર કે એસ્ટ્રાજેનેકા વેક્સિન લગાવનારા અલ્ફાથી સંક્રમિત લોકો દ્વારા બીજા લોકોને સંક્રમણ ફેલાવાની આશંકા અડધી રહી જાય છે. બ્રિટશ રિસર્ચમાં જાણવા મળ્યું કે, અલ્ફાની સરખામણીએ ડેલ્ટા 60%થી વધુ સંક્રામક છે.

વાઈરસનો કોઈ પણ નવો વેરિયન્ટ મોટા પ્રમાણમાં વેક્સીન લગાવી ચુકેલી વસતી માટે ગંભીર જોખમ નથી. ડેલ્ટાથી વધુ સંક્રામક થવા અને પ્રતિબંધ ઢીલા કરવાથી બ્રિટનમાં સંક્રમણ ફેલાવાનું શરૂ થયું છે, પરંતુ વ્યાપક વેક્સિનેશનને કારણે મોતની સંખ્યા વધી નથી. બીમારીનાં લક્ષણોનું ટ્રેકિંગ કરતા બ્રિટિશ એપથી જે ખબર પડે છે કે ડેલ્ટાથી સામાન્ય શરદી, તાવ જેવા લક્ષણ વિકસે છે.

આ અન્ય વેરિયન્ટથી અલગ છે. જેમાં શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણ બહુ ઓછા જવા મળે છે. ડેલ્ટા વેરિયન્ટથી બીમારી ઝડપથી ફેલાય છે. આ પૃષ્ઠભુમિમાં વેક્સિનનું મહત્ત્વ વધી જાય છે. ચિંતાજનક બાબત છે કે, ગરીબ દેશોમાં 1%થી ઓછી વસતીને રસી મળી છે. ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને રશિયામાં પણ વેક્સિનેશનનો દર ઓછો છે. બ્રિટન સહિત અનેક દેશોમાં વેક્સિનના ત્રીજા ડોઝના વિકલ્પ પર વિચાર થઈ રહ્યો છે.

મહામારીમાં લોકો વધુ ધાર્મિક અને પારિવારિક થયા
લોકો જીવનના હેતુની શોધ નવેસરથી કરી રહ્યા છે. સરવે એજન્સી પ્યૂને ઈટાલી, નેધરલેન્ડ્સમાં પાંચમાંથી એક વ્યક્તિએ કહ્યું કે, મહામારીએ તેમના દેશને વધુ ધાર્મિક બનાવ્યો છે. સ્પેન, કેનેડામાં પાંચમાંથી બે લોકોએ જણાવ્યું કે, પારિવારિક સંબંધ મજબૂત થયા છે. બ્રિટનમાં યુવતીઓએ પુસ્તકો વાંચવામાં 50% વધુ સમય પસાર કર્યો છે. પ્રથમ વખત નવલકથા લખનારાની સંખ્યા વધી ગઈ છે. લોકો હવે કામમાં મહામારીથી પહેલાની કડક સ્થિતિથી બચવા માગશે. સરવે અનુસાર ત્રણમાંથી એક અમેરિકન સપ્તાહમાં પાંચ દિવસ ઘરેથી કામ કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...