તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Labor Party Posted A Photo Of Modi And Johnson Shaking Hands On Propaganda Material, Wrote Beware Of Them

બ્રિટનમાં વોટ માટે મોદીનો વિરોધ:લેબર પાર્ટીએ ચૂંટણી કેમ્પેનની પત્રિકા પર મોદી અને જોનસનનો હાથ મિલાવતો ફોટો લગાવ્યો, લખ્યું- તેમનાથી બચીને રહેજો

લંડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનના વેસ્ટ યોર્કશાયરમાં બાટલી અને સ્પેનમાં ગુરુવારે પેટાચૂંટણી થવાની છે

ઉત્તર ઇંગ્લેન્ડમાં પેટાચૂંટણી માટેની પાર્ટીની પ્રચાર-સામગ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરનો ઉપયોગ કરવામાં આવતાં બબાલ થઈ છે. લેબર પાર્ટીએ પ્રચાર-સામગ્રી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની સાથે હાથ મિલાવે છે, એનો ઉપયોગ કર્યો છે. એમાં પીએમ મોદી સાથે દોસ્તી રાખનારી પાર્ટી એટલે કે સત્તાધારી સાંસદથી બચીને રહેવાની વાત કરી છે. લેબર પાર્ટીનું કહેવું છે કે જો ત્યાંના લોકોએ બીજી પાર્ટીને વોટ આપ્યો તો આવી તસવીર જોવા મળવાનું રિસ્ક છે, જોકે લેબર પાર્ટી આ મામલામાં સ્પષ્ટ છે.

ભારતીય સંગઠનોએ ભારતવિરોધી ગણાવ્યું
લેબર પાર્ટીએ મોદી વિરોધ દ્વારા વોટ મેળવવા આમ કર્યું છે. આ વાત પ્રકાશમાં આવ્યા પછી ભારતીય સમૂહે લેબર પાર્ટીને વિભાજનકારી અને ભારતવિરોધી ગણાવી છે. ભારતીય સમુદાયના સંગઠન કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા(CFIN)એ કહ્યું હતું, પ્રિય કીર સ્ટાર્મર, શું તમે આ પ્રચાર-સામગ્રીની વ્યાખ્યા કરી શકો છો અને સ્પષ્ટ કરી શકો છો કે શું લેબર પાર્ટીના કોઈ વડાપ્રધાન કે નેતા વિશ્વની સૌથી મોટી લોકશાહીની સાથે કોઈ સંબંધ રાખવાનો ઈનકાર કરશે? શું બ્રિટનમાં ભારતીય સમુદાયના 15 લાખથી વધુ સભ્યો માટે તમારો આ સંદેશ છે.

શું છે પ્રચાર-સામગ્રીમાં, શા માટે થઈ બબાલ
બ્રિટનના વેસ્ટ યોર્કશાયરમાં બાટલી અને સ્પેનમાં ગુરુવારે પેટાચૂંટણી થવાની છે. અહીંના સાંસદ રિચર્ડ હોલ્ડન છે, જે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી આવે છે. લેબર પાર્ટીએ પ્રચાર માટે એક લિફલેટ લગાવ્યું છે, જેની પર મોદી અને બોરિસ જોનસન હાથ મિલાવતા હોય એવી તસવીર છપાઈ છે.

આ તસવીર 2019માં જી-7 શિખર સંમેલન દરમિયાનની છે. એમાં ટોરી સાંસદ રિચર્ડ હોલ્ડન વિશે એક સંદેશ લખેલો છે કે લોકોએ આવા લોકોથી બચીને રહેવું જોઈએ. લેબર પાર્ટી ભારતીય વડાપ્રધાનનો વિરોધ કરતી દેખાઈ રહી છે.

અહીંના સાંસદે પોતે પોસ્ટ કરી તસવીર
કન્ઝર્વેટિવ નેતા અને ટોરી સાંસદ રિચર્ડ હોલ્ડને ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી તો સોશિયલ મીડિયા પર તેમને સવાલ કરવામાં આવ્યો કે શું એનો અર્થ એ છે કે લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટાર્મર ભારતીય વડાપ્રધાનની સાથે હાથ મિલાવતા જોવા નહિ મળે.

લેબર પાર્ટીમાં પણ વિરોધ
આ પ્રચાર-સામગ્રીને લઈને પાર્ટીના નેતાઓની વચ્ચે પણ આક્રોશ છે. લેબર ફ્રેન્ડસ ઓફ ઈન્ડિયા(LFIN)એ તેને તાત્કાલિક પરત લેવાની માગ કરી છે. LFINએ એક નિવેદનમાં કહ્યું હતું કે એ વાત યોગ્ય નથી કે પાર્ટીએ તેના લિફલેટ પર વિશ્વની સૌથી મોટી લોકશાહી અને બ્રિટનના સૌથી નજીકના મિત્રોમાંથી એક ભારતના વડાપ્રધાનનો 2019ના G-7 સંમેલનની એક તસવીરનો ઉપયોગ કર્યો છે. લેબર પાર્ટીના ભારતીય મૂળના વરિષ્ઠ સાંસદ વીરેન્દ્ર શર્માએ પણ આ પગલાની ટીકા કરી છે.