હવે પસ્તાવાનો કોઈ પાર નથી:15 વર્ષની ઉંમરે IS સાથે જોડાનારી બેગમે કહ્યું-મારાથી ભૂલ થઈ ગઈ, રદ થયેલી નાગરિકતા પાછી આપવા બ્રિટનને આજીજી, UKનો ઈન્કાર

13 દિવસ પહેલા
શમીમા બેગમ (ફાઈલ તસવીર)
  • શમીમા આત્મઘાતી હુમલાખોરો માટે જેકેટ તૈયાર કરવામાં નિષ્ણાત હતી, જોકે તેણે આ વાતનો ઈન્કાર કર્યો

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS)સાથે જોડાવવું બાંગ્લાદેશી મૂળની બ્રિટિશ યુવતી શમીમા બેગમને ભારી પડ્યું છે. બ્રિટને તેને દેશમાં પરત ફરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કાયદાકીય કારણોને લીધે બાંગ્લાદેશ પરત ફરી શકે એમ નથી. અત્યારે સિરિયામાં એક રેફ્યુઝી કેમ્પમાં તે રહે છે.

હવે શમીમાએ ફરી એક વખત બ્રિટનની બોરિસ જોનસન સરકાર સમક્ષ વિનંતી કરી છે કે તેને બ્રિટન પરત ફરવા મંજૂરી આપવામાં આવે. શમીમાએ કહ્યું-બ્રિટન સરકાર મારી પર કેસ ચલાવી શકે છે. મેં ફક્ત એક ગુનો કર્યો છે અને તે એ કે હું કોઈને જાણ કર્યાં વગર સિરિયા જતી રહી. જોકે બ્રિટને નાગરિકતા પાછી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

આ ત્રણ તસવીરોનો કોમ્બો છે. પ્રથમ તસવીર વર્ષ 2015ની છે. ત્યારે શમીમા બે બહેનપણી સાથે ગેટવિક એરપોર્ટ પર દેખાઈ હતી. બીજી તસવીર-2019ની છે. ત્યારે શમીમા સિરિયાના એક રેફ્યુઝી કેમ્પમાં નવજાત દીકરા સાથે મીડિયા સામે આવી હતી. ત્રીજી તસવીર-2021ની છે, ત્યારે BBCને આપેલા ઈન્ટરવ્યુ બાદ શમીમા તેના ટેન્ટમાં પરત જઈ રહી હતી.

બ્રિટન પરત ફરવા મંજૂરી મળે
બ્રિટન સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે શમીમાને બ્રિટનમાં પરત ફરવાના તમામ માર્ગો બંધ થઈ ચૂક્યા છે. તે સતત બ્રિટન સરકાર સમક્ષ વિનંતી કરી રહી છે કે તેને દેશમાં પરત ફરવા મંજૂરી આપવામાં આવે તથા કાયદા પ્રમાણે જે પણ સજા થાય એ આપવામાં આવે. શમીમાએ રવિવારે સ્કાય ન્યૂઝને એક મુલાકાત આપી હતી. એમાં અનેક પ્રશ્નોના જવાબ આપ્યા અને ફરી એક વખત બ્રિટન પરત ફરવા મંજૂરી આપવા વિનંતી કરી.

સ્કાય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુ સમયે શમીમા બેગમ.
સ્કાય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુ સમયે શમીમા બેગમ.

ભૂલ સ્વીકારવા તૈયાર
એક પ્રશ્નના જવાબમાં શમીમાએ કહ્યું હતું કે બ્રિટનની સરકારે મારી નાગરિકતા છીનવી લીધી છે. હવે હું ક્યાંયની રહી નથી. હવે 22 વર્ષની થઈ ગયેલી શમીમાએ કહ્યું કે 15 વર્ષની ઉંમરમાં જ્યારે મેં બ્રિટન છોડ્યું ત્યારથી કેટલાક મિત્રોની વાતોમાં આવી ગઈ હતી. આ તમામ લોકોએ મારી ઓનલાઈન મુલાકાત લીધી હતી. આ વાતને હવે 6 વર્ષ થઈ ચૂક્યાં છે. હવે હું બસ બ્રિટન પરત ફરવા ઈચ્છું છું. પછી ભલે સમગ્ર જીવન જેલમાં જ શા માટે ન રહેવું પડે. મેં ફક્ત એક જ ગુનો કર્યો છે કે હું સિરિયા ગઈ અને ISના આતંકવાદી સાથે લગ્ન કર્યા. આ સિવાય મેં અન્ય કોઈ જ ભૂલ કરી નથી. હું કોઈ જ આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ રહી નથી.

શમીમાએ વર્ષ 2019માં એક દીકરાને જન્મ આપ્યો હતો. બાદમાં તેનું ન્યુમોનિયાને લીધે મૃત્યુ થયું હતું.
શમીમાએ વર્ષ 2019માં એક દીકરાને જન્મ આપ્યો હતો. બાદમાં તેનું ન્યુમોનિયાને લીધે મૃત્યુ થયું હતું.

કોણ છે શમીમા બેગમ?
બાંગ્લાદેશ મૂળની બ્રિટનની નાગરિક છે. વર્ષ 2015માં અન્ય બે દીકરી સાથે ISમાં જોડાવા માટે સિરિયા ગઈ હતી. અન્ય બે છોકરીની કોઈ જ ભાળ મળી શકી નથી. શમીમા વર્ષ 2019માં સિરિયાના એક રેફ્યુઝી કેમ્પમાં મળી હતી. ત્યારે તે 9 મહિનાની ગર્ભવતી હતી. બાળકનો જન્મ થયો તો તે ન્યૂમોનિયાને લીધે મૃત્યુ પામ્યું. અહેવાલ પ્રમાણે શમીમાએ અગાઉ પણ બે બાળકને જન્મ આપ્યો હતો, પણ તે બન્નેનાં મોત થયાં હતાં. શમીમા પર આરોપ છે કે તે આત્મઘાતી હુમલાખોરો માટે જેકેટ તૈયાર કરવામાં નિષ્ણાત હતી. જોકે તેણે આ વાતનો ઈન્કાર કર્યો છે.

બ્રિટનના ગેટવિક એરપોર્ટ પર લાગેલા CCTV કેમેરામાં આ તસવીર 23 ફેબ્રુઆરી 2015માં કેદ થયેલી. તેમાં ડાબી બાજુ ખાદિજા, સુલ્તાના, શમીમા બેગમ (વચ્ચમાં) અને અમીરા અબાસ દેખાય છે. ISમાં સામેલ થવા જતાં પહેલાં આ ત્રણેયની અંતિમ તસવીર હતી. ખાદિજા અંગે કહેવામાં આવે છે કે તે સિરિયામાં થયેલા એક બોમ્બવિસ્ફોટમાં તે મૃત્યુ પામી છે. અમીરાની હજુ સુધી કોઈ જ માહિતી મળી નથી. શમીમા (વચ્ચે) વર્ષ 2019થી સિરિયાના એક રેફ્યુઝી કેમ્પમાં રહે છે. બ્રિટને શમીમાની નાગરિકતા પૂર્વવત કરવાનો ઈન્કાર કર્યો છે.