અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલા સુસાઇડ બોમેબ એટેકની જવાબદારી ISIS-Kએ લીધી છે. ISIS ખુરાસાને દાવો કર્યો છે કે ધમાકામાં 20 લોકોનાં મોત થયાં છે. જોકે તાલિબાન મરનારની સંખ્યા અલગ-અલગ બતાવી રહી છે. કાબુલના પોલીસ વિભાગના પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું છે કે હુમલામાં 5 નાગરિકોનાં મોત થયાં છે, તો તાલિબાનના સૂચના મંત્રાલયના અધિકારી ઉસ્તાદ ફરીદુને 20 લોકોના માર્યા જવાની વાત કહી છે.
ધમાકામાં ઘાયલ 40થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ડાયરેક્ટર સ્ટેફાનો સૂઝાએ બતાવ્યું કે ઘાયલોની સારવાર કરવા માટે તેમને કિચન અને કેન્ટીનમાં પણ બેડ લગાવવા પડ્યા.
તાલિબાનને દુશ્મન માને છે ISIS ખુરાસાન
ISIS ખુરાસાનની અમાક ન્યૂઝ એજન્સીએ ટેલિગ્રામ પર બતાવ્યું કે તેમના હુમલાખોરોએ વિદેશ મંત્રાલયના એન્ટ્રી ગેટ પાસે જઇને પોતાને ઉડાવી દીધો. તે સમયે ત્યાં મોટી સંખ્યામાં તાલિબાની કર્મચારી હાજર હતા. ISIS ખુરાસાન આતંકવાદી સંગઠન ISISનું સહયોગી સંગઠન છે. તે અફઘાનિસ્તાનમાં કામ કરે છે અને તાલિબાનને પોતાનું દુશ્મન માને છે.
ન્યૂઝ એજન્સીના ડ્રાઇવરે ધમાકો થતા જોયો
ધમાકાના સમયે ન્યૂઝ એજન્સી AFPની ટીમ મંત્રાલયની બાજુવાળી બિલ્ડિંગમાં એક ઇન્ટરવ્યૂ લઇ રહી હતી. તેનો ડ્રાઇવર જમશેદ કરીમ બહાર ઊભો રહીને રાહ જોઇ રહ્યો હતો. તેણે બતાવ્યું કે એક શખ્સ મારી આગળથી નીકળીને ગયો હતો. તેના ખભા પર રાઇફલ હતી અને હાથમાં બેગ હતી. થોડી સેકન્ડ પછી મેં જોયું કે તે શખ્સે પોતાને ઉડાવી દીધો અને એક જોરદાર ધમાકો થયો.
મોતના સાચા આંકડા નથી બતાવતું તાલિબાન
તાલિબાન હુમલામાં માર્યા ગયેલા લોકોના સાચા આંકડા નથી બતાવતું. કાબુલના પોલીસ વિભાગના પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું છે કે હુમલામાં 5 નાગરિકોનાં મોત થયાં છે, અને ઘણા ઘાયલ થયા છે. તો તાલિબાનના સૂચના મંત્રાલયના અધિકારી ઉસ્તાદ ફરીદુને 20 લોકોના માર્યા જવાની પુષ્ટિ કરી છે. તેમણે બતાવ્યું કે હુમલાખોર મંત્રાલય ઓફિસની અંદર ઘૂસવા માગતો હતો પરંતુ સફળ ન થયો.
હાઇ સિક્યુરિટી ઝોનમાં થયો હતો બ્લાસ્ટ
સુસાઇડ એટેક કાબુલના જાનબાક વિસ્તારમાં સાંજે 4 વાગે થયો. કાબુલની અમેરિકન યુનિવર્સિટીમાં પ્રોફેસર ઔબૈદુલ્લાહ બહીરએ બતાવ્યું કે જ્યાં બ્લાસ્ટ થયો તે એક હાઇ-સિક્યુરિટી વિસ્તાર છે. ત્યાં જવા માટે વિશેષ ડોક્યુમેન્ટ જોઇએ છે. છતાં પણ હુમલાખોર ત્યાં સુધી પહોંચ્યો અને બ્લાસ્ટને અંજામ આપ્યો.
જણાવવામાં આવી રહ્યું છે કે ધમાકાના સમયે વિદેશ મંત્રાલયમાં તાલિબાન અને ચીનની વચ્ચે મિટિંગ ચાલતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.