• Gujarati News
  • International
  • The Incident Occurred During Chinese New Year Celebrations In California, In What Police Called A Targeted Killing

અમેરિકામાં ફાયરિંગ, 10નાં મોત:કેલિફોર્નિયામાં ચીની નવા વર્ષની ઉજવણી દરમિયાન ઘટના બની, રંગભેદના કારણે ગોળીબાર કરાયો હોવાનું અનુમાન

5 દિવસ પહેલા

અમેરિકાના કેલિફોર્નિયામાં રવિવારે સામૂહિક ગોળીબારની ઘટના બની હતી. આમાં ઘણા લોકોનાં મોતની આશંકા છે. અહેવાલો અનુસાર, આ ઘટના ચીની ન્યુ યરની ઉજવણી દરમિયાન બની હતી. ગોળીબાર મોન્ટેરી પાર્ક વિસ્તારમાં થયો હતો. કેટલાક અહેવાલો અનુસાર ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે અને 7 લોકો ઘાયલ થયા છે. જોકે પોલીસે આ અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. જો કે રંગભેદના કારણે આ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.

ઘટના અંગે માહિતી મળતાં જ પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. અમેરિકન મીડિયાએ સૂત્રાના હવાલે કહ્યું છે કે, મોન્ટેરી પાર્કમાં ચીની નવા વર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકન સમય અનુસાર રાત્રે લગભગ 10 વાગ્યે ધડાધડ ફાયરિંગ થયું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

મ્યુઝિકના મોટા અવાજના કારણે ફાયરિંગની જાણ ન થઈ
'સ્કાય ન્યુઝ'એ સ્થાનિક ઓથોરિટીના હવાલે ખબર આપી છે કે ઘટના સમયે ખૂબ જોરથી મ્યુઝિક વાગી રહ્યું હતું, આથી ઘણા સમય સુધી એ ખબર ન પડી કે આતશબાજી થઈ રહી છે કે ફાયરિંગ. થોડા સમય પછી ઘાયલ લોકોને ભાગતા જોઈ હકીકત વિશે જાણ થઈ હતી.

ઘટનામાં 17 વર્ષીય માતા અને તેના છ મહિનાના બાળક સહિત છ લોકોનાં મોત થયાં હતાં. પોલીસે આને ટાર્ગેટ કિલિંગ જણાવ્યું. તુલારે કાઉન્ટી શેરિફ માઈક બૌડ્રેક્સે જણાવ્યું હતું કે હાર્વેસ્ટ રોડના 6800 બ્લોકમાં છ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ એક હિંસા નથી ટાર્ગેટ કિલિંગ છે.

ઘટના સમયે હજારો લોકો હાજર હતા
પોલીસ અનુસાર, ઘટના સમયે હજારો લોકો હાજર હતા. આથી મરનારની સંખ્યા વધી શકે છે. અહિંયાં બે દિવસનો ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો. ગયા વર્ષે આવી જ એક ઘટનામાં 5 લોકો માર્યા ગયા હતા.

અડધી રાતે અચાનક ગોળીબાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર - મૃત્યુઆંક ખૂબ જ ઝડપથી વધી શકે છે. તેનું કારણ એ છે કે ઘાયલોનો અવાજ મ્યુઝિકના અવાજમાં દબાઈ ગયો હતો અને તેના કારણે તેઓ લાંબા સમય સુધી સારવાર મેળવી શક્યા ન હતા. આ સિવાય અડધી રાત્રે પણ લગભગ 10,000 લોકો ત્યાં હાજર હતા. આવી સ્થિતિમાં એમ્બ્યુલન્સને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...