તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધવાની છે. 20 જાન્યુઆરીએ પ્રેસિડેન્ટ ઈલેક્ટ, એટલે કે જો બાઈડનનો શપથ ગ્રહણ કાર્યક્રમ છે, એટલે કે ટ્રમ્પ હવે તેમના હોદ્દા પર માત્ર 9 દિવસ જ રહેશે. આ દરમિયાન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ(HOR)ના અધ્યક્ષ નેન્સી પેલોસીએ રવિવારે ટ્રમ્પ પર મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની પરવાનગી આપી દીધી છે. ટ્રમ્પ પર આરોપ છે કે 7 જાન્યુઆરીએ તેમણે પોતાના સમર્થકોને ભડકાવવાનું કામ કર્યું છે. એને પગલે સંસદ(કેપિટલ હિલ)માં થયેલી હિંસામાં 5 લોકોનાં મોત થયાં છે.
ન્યૂઝપેપર ધ હિલના જણાવ્યા મુજબ, પેલોસીએ કહ્યું હતું કે હિંસા થવાને પગલે ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સની જવાબદારી બને છે કે તે 25મા સંશોધન અંતર્ગત ટ્રમ્પને પદ પરથી હટાવે. ડેમોક્રેટ્સને લખવામાં આવેલા પત્રમાં પેલોસીએ કહ્યું હતું કે જો પેન્સ કોઈ કાર્યવાહી કરતા નથી તો આવી સ્થિતિમાં મહાભિયોગ પર વોટિંગ થશે. અમેરિકાના ઈતિહાસમાં ટ્રમ્પ પ્રથમ એવા રાષ્ટ્રપતિ હશે, જેમની પર કાર્યકાળમાં બીજી વખત મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે.
બંધારણ અને લોકશાહીને બચાવવાની છે
પત્રમાં પેલોસીએ લખ્યું છે કે અમારી પર બંધારણ અને લોકશાહીને બચાવવાની જવાબદારી છે. એને કારણે અમારે તાત્કાલિક એક્શન લેવું પડશે. રાષ્ટ્રપતિથી આ બંનેને જોખમ છે. જેમ જેમ દિવસ પસાર થતા જશે, રાષ્ટ્રપતિ દ્વારા ડેમોક્રેસીને નુકસાન થવાની શક્યતા વધતી જશે.
આ સિવાય રિપબ્લિકન્સે પણ ડેમોક્રેટ્સને ચેતવણી આપી છે કે સત્તાના હસ્તાંતરણની પ્રક્રિયામાં કોઈ પણ અડચણ પેદા ન કરવામાં આવે. આ પ્રોસેસને આરામથી કરવા દેવામાં આવે.
ટ્રમ્પનો બધી બાજુથી વિરોધ
રિપબ્લિકન પાર્ટીના લગભગ 100 સાંસદ એવા છે, જેમણે સ્પષ્ટ રીતે ગુરુવારની હિંસક ઘટનાઓ માટે પોતાના નેતા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. વ્હાઈટ હાઉસના ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી ઓફિસર, એજ્યુકેશન મિનિસ્ટર અને તમામ મેમ્બર્સ એવા છે, જેમણે રાજીનામું આપી દીધું છે.
7 જાન્યુઆરીએ શું થયું હતું ?
અમેરિકામાં વોટિંગના 64 દિવસ પછી સંસદ જો બાઈડનની જીત પર મોહર લગાવવા ગઈ હતી તો ટ્રમ્પના સમર્થકોએ બબાલ કરી. કેપિટલ હોલમાં તોડફોડ અને હિંસા કરી. યુએસ કેપિટલ એ જ બિલ્ડિંગ છે, જ્યાં અમેરિકાની સંસદનાં બંને ગૃહોના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સિનેટ છે. થોડો સમય માટે સંસદની કાર્યવાહીને રોકવામાં આવી હતી.
206 વર્ષ પછી અમેરિકાની સંસદમાં હિંસા થઈ
યુએસ કેપિટલ હિસ્ટોરિકલ સોસાયટીના ડાયરેક્ટર સેમ્યુઅલ હોલિડેએ CNNને જણાવ્યું હતું કે 24 ઓગસ્ટ 1814માં બ્રિટને અમેરિકા પર હુમલો કર્યો હતો. અમેરિકાની સેનાની હાર પછી બ્રિટિશ સૈનિકોએ યુએસ કેપિટલમાં આગ લગાવી હતી. ત્યારથી અત્યારસુધી છેલ્લાં 206 વર્ષમાં અમેરિકાની સંસદ પર આવો હુમલો થયો નથી.
ગત વર્ષે પણ લાવવામાં આવ્યો હતો મહાભિયોગ પ્રસ્તાવ
ટ્રમ્પની વિરુદ્ધ ગત વર્ષે પણ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. HORમાં ડેમોક્રેટ્સની બહુમતીને પગલે એ પાસ થઈ ગયો હતો. જોકે સિનેટમાં રિપબ્લિકન્સની મેજોરિટને કારણે પાસ થયો ન હતો. ટ્રમ્પ પર આરોપ હતો કે તેમણે બાઈડનની વિરુદ્ધ તપાસ શરૂ કરવા માટે યુક્રેન પર દબાણ કર્યું હતું. ખાનગી અને રાજકીય ફાયદા માટે પોતાની શક્તિઓનો દુરુપયોગ કરીને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના પક્ષમાં યુક્રેનની મદદ માગી હતી.
અમેરિકામાં રાષ્ટ્રપતિની વિરુદ્ધ અભિયોગના મામલા
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.