તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારી:ડેલ્ટા વેરિયન્ટની મોટા દેશોના અર્થતંત્ર પર અસર, મોંઘવારી ભડકી

વોશિંગ્ટન20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વરૂપ બદલવાની સાથે વાઈરસની અસરોમાં પણ પરિવર્તન આવ્યું, ગ્રાહકનો ખર્ચ ઘટ્યો

આ વિશ્વના અર્થતંત્ર માટે અસુવિધાજનક આશ્ચર્યોનો સમય છે. અમેરિકા, યુરોપ અને ચીનનો વિકાસ રોકાણકારોની આશાઓની તુલનામાં ધીમી ગતિએ થઈ રહ્યો છે. ખાસ કરીને અમેરિકામાં ગ્રાહકો ઉપયોગી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.

ઓછી મોંઘવારીવાળા યુરોપિયન યુનિયન વિસ્તારમાં પણ ઓગસ્ટમાં ગયા વર્ષની તુલનામાં ભાવ 3% વધુ રહ્યા છે. આ દસ વર્ષમાં સૌથી વધુ છે. જરૂરી સ્પેરપાર્ટ અને કામદારોનો અભાવ, વિમાનોમાં ખર્ચાળ ટ્રાન્સપોર્ટેશન અને ગભરાટમાં લાગુ કરાયેલા લૉકડાઉનના ઉપાયોએ અર્થતંત્રને પ્રભાવિત કર્યું છે.

ડેલ્ટા વેરિયન્ટ પણ વર્તમાન સ્થિતિ માટે જવાબદાર છે, પરંતુ મહામારીની અર્થતંત્ર પર અસરની રીતમાં પરિવર્તન આવ્યું છે. સંક્રમણની લહેરોથી ગતિવિધિ અચાનક અટકી જવાને કારણે વાઈરસની વિકાસ દર પર અસર અને ભાવ ઘટવાથી દુનિયા ટેવાઈ ગઈ છે. જેનાથી વિરુદ્ધ ડેલ્ટા વેરિયન્ટ મોંઘવારી અને બેરોજગારી વધારનારો સાબિત થઈ રહ્યો છે. વિકાસ દર પર તેની અસર ઓછી પડી છે.

ડેલ્ટાથી ધનિક દેશોમાં ગ્રાહકોના ખર્ચ તો પ્રભાવિત થયા છે, પરંતુ સંપૂર્ણ રીતે બંધ થયા નથી. વધુ વેક્સિનેશન ધરાવતા દેશોમાં સંક્રમણને કારણે ગ્રાહકોની આવન-જાવન પર વધુ અસર થઈ નથી. ડેલ્ટાની લહેર વચ્ચે યુરોપનું સર્વિસ સેક્ટર ફરી ખૂલી ગયું છે.

જાપાનમાં કટોકટી છતાં ગ્રાહક દુકાનોથી દૂર થયો નથી. જોકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં લૉકડાઉનને કારણે મંદી આવી છે. ચીનમાં સર્વિસ સેક્ટર પ્રભાવિત થયું છે. ડેલ્ટાના ફેલાવાથી માલ-સામાનના વૈશ્વિક પુરવઠામાં અવરોધ આવ્યો છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં વેક્સિનેસનના ઓછા દરને કારણે કારખાનામાં ઉત્પાદન અને સપ્લાટ નેટવર્ક અસ્ત-વ્યસ્ત છે.

સર્વિસ સેક્ટરનું મહત્ત્વ હવે સર્વિસ સેક્ટર દ્વારા ઝડપી વિકાસનો રસ્તો ખુલી શકે છે. વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અમેરિકાના પરિવારોમાં સેવાઓ પાછળનો ખર્ચ 2019ની સરખામણીમાં 3% ઓછો રહ્યો છે. જો ડેલ્ટાએ મનોરંજન અને હોસ્પિટાલિટી જેવી સેવા ઈન્ડસ્ટ્રીને પ્રભાવિત કરી છે તો સરકાર તરફથી વધુ રાહત પેકેજથી મોંઘવારી વધશે. સંક્રમણના કેસોમાં, જનતાનું પરિવહન અને સર્વિસ સેક્ટરમાં વધારાની વચ્ચે તાલમેલ ન હોવાથી લૉકડાઉન મોંઘું સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...