• Gujarati News
  • International
  • The Husband And Wife Liked The Indian Dish Very Much, Netizens Said The Name Of The Second Child Will Be Samosa.

બ્રિટિશ કપલે પુત્રનું નામ રાખ્યું પકોડા:પતિ-પત્નીને ભારતીય વાનગી ખુબ પસંદ પડી હતી, લોકોએ લખ્યું- બીજા બાળકનું નામ સમોસાં હશે!

લંડન22 દિવસ પહેલા
  • સોશિયલ મીડિયા પર 'પકોડા' છવાઈ ગયા

લોકો ઘણીવાર તેમના બાળકોનું નામ પ્રખ્યાત વ્યક્તિઓના નામ પર રાખે છે. પરંતુ બ્રિટનના એક કપલે તેમના બાળકનું નામ ભારતીય વાનગી પર રાખ્યું છે. આ કપલે આ ભારતીય વાનગી પકોડાની ચા સાથે લિજ્જત માણી હતી. આયર્લેન્ડના ન્યુટાઉનબેબીમાં રહેતા આ કપલે તેમના પુત્રનું નામ પકોડા રાખ્યું છે.

ધ કેપ્ટન્સ ટેબલ નામની રેસ્ટોરન્ટે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ખરેખર, કપલ આ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યું હતું. મેનુ કાર્ડ પર ઈન્ડીયન ડિશ હતી. તેમણે પકોડાનો ઓર્ડર આપ્યો. તેમને તે પકોડા એટલા પસંદ પડ્યા કે તેમણે તેમના નવજાત બાળકનું નામ બદલીને પકોડા રાખી દીધું છે.

લોકોએ મજેદાર પ્રતિક્રિયાઓ જણાવી
નેટીઝન્સ ફોટો પર ખૂબ જ ફની રિએક્શન આપી રહ્યા છે. ફોટો શેર કરતી વખતે એક યુઝરે લખ્યું- અને તેની દાદીનું નામ નાન.અન્ય એક યુઝરે લખ્યું - મારા બે બાળકો છે - ચિકન અને ટિક્કા. અન્ય એક યુઝરે લખ્યું- હું પ્રેગ્નન્સી દરમિયાન ઘણા બધા કેળા અને તરબૂચ ખાતી હતી. ભગવાનનો આભાર કે મેં મારી સેન્સનો ઉપયોગ કર્યો અને મારા બાળકોના નામ કેળા અને તરબૂચ રાખ્યા નહીં. એક યુઝરે કહ્યું- આગામી બાળકનું નામ હશે સમોસાં. જ્યારે, તેના બાળકનો ફોટો શેર કરતા, એકે લખ્યું - આ મારો પુત્ર છે, તેનું નામ ચિકન બોલ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો
રેસ્ટોરન્ટે બાળક સાથે ઓર્ડરનું બિલ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેમાં લખ્યું હતું- વેલકમ ટુ ધ વર્લ્ડ પકોડા. લોકો આ બાબતે ઘણી ચર્ચા કરી રહ્યા છે. ઘણા લોકોએ તેને ટ્વિટર પર શેર પણ કર્યું છે. આ ટ્વીટને અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.1500 થી વધુ લોકોએ આને રીટ્વીટ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...