રાહત:ઈટાલીમાં બે મહિનાથી બંધ પડેલાં ઐતિહાસિક સ્થળ પર્યટકોના સ્વાગત માટે ફરી તૈયાર

મિલાન/પેરિસ/ એથેન્સ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર ઈટાલીના વેનિસ સ્થિત સેન્ટ માર્ક સ્ક્વેરની છે. - Divya Bhaskar
તસવીર ઈટાલીના વેનિસ સ્થિત સેન્ટ માર્ક સ્ક્વેરની છે.
  • ઈટાલીની ભવ્ય ઈમારતોથી લઈને પેરુના માચૂ પિચ્ચૂ અને ધર્મસ્થળો પણ ખૂલવા લાગ્યાં

ઈટાલીમાં કોરોના વાઈરસ સંકટના કારણે છેલ્લા બે મહિનાથી દુનિયાભરમાં ઐતિહાસિક સ્મારક અને પર્યટન સ્થળો બંધ કરી દેવાયાં હતાં. આ તમામ પ્રસિદ્ધ સ્થળો સૂના થઈ ગયાં હતાં. હવે અનેક દેશોએ લૉકડાઉનમાં છૂટ આપવાનું શરૂ કર્યુ છે. શરૂઆત પર્યટન સ્થળોથી કરાઈ છે. ઈટાલીએ 18 મેના રોજ સેન્ટ પીટર્સ બેસેલિકા(ચર્ચ)ના દરવાજા ખોલી દીધા હતા. તે પછી પર્યટકોને આવવાની છૂટ અપાઈ હતી. 
પર્યટનમાં 80 ટકા ઘટાડાનું અનુમાન
વેનિસની ગ્રેન્ડ કેનાલ, વેટિકન, રોમનાં પર્યટન સ્થળો અને ચર્ચ પણ ખૂલી ગયાં છે. તે ઉપરાંત ફ્રાન્સ, ગ્રીક, ઈઝરાયલ, પેરુ જેવા દેશોએ પણ ઐતિહાસિક સ્મારક, ધર્મસ્થળો અને પર્યટન સ્થળોએ પર્યટકોના આગમનને મંજૂરી આપી દીધી છે. બીજી બાજુ યુએન અનુસાર કોરોનાથી ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય પર્યટનમાં 80 ટકા ઘટાડાનું અનુમાન છે. વિશ્વ પર્યટન સંગઠન(યુએનડબ્લ્યૂટીઓ)ના રિપોર્ટ મુજબ 2020ના પ્રથમ ત્રિમાસિક દરમિયાન આંતરરાષ્ટ્રીય પર્યટકોની સંખ્યા 22 ટકા ઘટી છે. તે ઉપરાંત વાર્ષિક પર્યટનમાં 2019ના મુકાબલે 60-80 ટકાનો ઘટાડો થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...