તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • The Hindu Temple In Dubai Will Be Ready In 2022; Where The Temple Is Being Built, The Gurdwara, Also The Church, Will Be 3 Religious Places In One Place

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી સુધીમાં તૈયાર થશે મંદિર:2022માં દુબઈનું હિન્દુ મંદિર તૈયાર થઈ જશે; જ્યાં મંદિર બની રહ્યું છે ત્યાં ગુરુદ્વારા, ચર્ચ પણ, એક જ જગ્યાએ 3 ધાર્મિક સ્થળ થઈ જશે

દુબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મંદિરના માળખાનો નીચેનો હિસ્સો તૈયાર થઈ ગયો છે - Divya Bhaskar
મંદિરના માળખાનો નીચેનો હિસ્સો તૈયાર થઈ ગયો છે

દુબઈમાં નવું હિન્દુ મંદિર આકાર પામી રહ્યું છે જે આગામી વર્ષે દિવાળી સુધી શ્રદ્ધાળુઓ માટે ખુલ્શેલું મુકાશે. મંદિર પરિસર 75 હજાર ચો.ફૂટમાં બની રહ્યું છે. મુખ્ય મંદિર 25 હજાર ચો.ફૂટમાં હશે જ્યાં 11 દેવી-દેવતાઓનો નિવાસ હશે. મંદિરમાં નિર્માણ પાછળ આશરે 150 કરોડ રૂપિયા ખર્ચ થશે. મંદિર જેબેલ અલી વિસ્તારમાં ગુરુનાનક દરબાર પર બની રહ્યું છે. આ મંદિર બુર્જ દુબઈના સઉક બનિયાસમાં સિંધી ગુરુ દરબાર મંદિરના વિસ્તારમાં છે. સિંધી ગુરુ દરબાર મંદિર યુએઈમાં સૌથી જૂનાં હિન્દુ મંદિરો પૈકી એક છે. સિંધી ગુરુ દરબાર મંદિરના ન્યાસી રાજુ શ્રોફે રવિવારે કહ્યું કે અમે 2022માં દિવાળી પર તેને ખોલવાની તૈયારી કરી રહ્યા છીએ. આ મંદિર બન્યા પછી ચર્ચ, ગુરુદ્વારા અને મંદિર એક જ સ્થાને આવી જશે.

અબુધાબીમાં પણ એક મંદિર બની રહ્યું છે
યુએઇના અબુધાબીમાં પણ એક હિન્દુ મંદિર બની રહ્યું છે જે શહેરનું પ્રથમ મંદિર હશે. તે 16.7 એકરમાં બનશે. તેના નિર્માણ પાછળ આશરે 900 કરોડ ખર્ચ થવાનો અંદાજ છે. તે 2023 સુધીમાં બનીને તૈયાર થઈ જશે તેવો દાવો કરાયો છે.

મંદિરના માળખામાં બે બેઝમેન્ટ, એક ફ્લૉર પણ

 • 75 હજાર ચો.ફૂટમાં મંદિર પરિસર
 • 25 હજાર ચો.ફૂટમાં મુખ્ય મંદિર
 • 24 મીટર ઊંચાઈ હશે મંદિરની(શિખર સાથે)
 • 150 કરોડ ખર્ચ થશે મંદિરનિર્માણ પાછળ
 • 775 લોકો એકસાથે બેક્વિટ હૉલમાં બેસી શકશે
 • મંદિરના માળખામાં બે બેઝમેન્ટ હશે. ઉપરાંત એક ગ્રાઉન્ડ ફ્લોર અને એક ફર્સ્ટ ફ્લોર પણ હશે.

11 દેવી-દેવતાઓની મંદિરમાં સ્થાપના થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો