તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The High tech Robot Delivers Food groceries; This Will Reduce The Waiting Time By 5 15 Times, Even The Preparation Of The Robot Store In The Educational Institution

સિંગાપોરમાં ડ્રાઈવરલેસ ડિલિવરી:હાઈટેક રોબોટ ફૂડ-ગ્રોસરીની ડિલિવરી કરે છે; તેનાથી વેઇટિંગ સમય 5-15 સમય સુધી ઘટી શકશે, શિક્ષણ સંસ્થામાં પણ રોબોટ સ્ટોરની તૈયારી

સિંગાપોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડિલિવરી કરતા રોબોટની તસવીર - Divya Bhaskar
ડિલિવરી કરતા રોબોટની તસવીર
  • રોબોટ ડિલિવરી અહીંના ત્રણ વિસ્તારમાં સફળતાપૂર્વક ટ્રાયલ ચાલે છે
  • રોબોટ વાહનનું વજન 80 કિલોગ્રામ છે, ઓર્ડર પ્રૂફ ઓટીપી વિના કોઈ સામાન કાઢી શકતું નથી

સિંગાપોરમાં કોરોનાએ ડ્રાઈવર લેસ ડિલિવરીનું સપનું વાસ્તવિકતામાં બદલી નાંખ્યું છે. હાલમાં અહીંના રસ્તા પર રોબોટ રોજબરોજનો સામાનથી લઈ ભોજન સામગ્રી સુધીની ડિલિવરી કરતા જોવા મળે છે. સરકારે ફેબ્રુઆરીમાં 700 ઘર ધરાવતા પુંગગોલમાં બે રોબોટની મદદથી ટ્રાયલ શરૂ કરી હતી. પછી ફૂડપાંડા કંપનીએ 200 હેક્ટરમાં બનેલી નાનયાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ફૂડ અને ગ્રોસરી પ્રોડક્ટની ડિલિવરી માટે 4 રોબોટ તહેનાત કર્યા. ફૂડપાંડાની પ્રતિસ્પર્ધી કંપની ગ્રેબે રેસ્ટોરેન્ટમાં ડિલિવરી માટે રોબોટ રનર સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે.

એક રોબોટ વાહનમાં 100 બોક્સ લાવી શકે છે
ફૂડપાંડાના પ્રવક્તા કહે છે કે સંપર્ક રહિત ડિલિવરી સમયની માંગ છે. તેનાથી અમે ડિલિવરી ક્ષમતા વધારીને તથા વ્યાજબી ભાવે અસરકારક રીતે ગ્રાહકોની સેવા કરી શકીએ છીએ. આ ટ્રાયલ નવેમ્બર સુધી ચાલશે. અમને આશા છે કે ત્યારપછી સમગ્ર સિંગાપોરમાં રોબોટ ડિલિવરી કરશે. અનુમાન છે કે તેનાથી વેઇટિંગ સમય 5-15 મિનિટ સુધી ઘટશે. એક રોબોટ વાહનમાં 100 બોક્સ આવી શકે છે. એનટીયુમાં જે મોબિલિટી રોબોટ તહેનાત કરાયા છે તેને ભવિષ્યમાં નેશનલ યુનિવર્સિટીમાં સ્ટાફ અને વિદ્યાર્થીઓની સુવિધા માટે મોબાઈલ સ્ટોરમાં પણ બદલવાની યોજના છે. આ અંગેનો નિર્ણય જુલાઈથી ઓક્ટોબર સુધી ચાલનારી ટ્રાયલ પછી લેવાશે.

રોબોટ સ્પેશિયલ ટ્રેક બનાવ્યાં છે
આ પ્રકારે સિંગાપોરમાં ત્રણ અલગ-અલગ વિસ્તારમાં રોબોટની ડિલિવરી ચાલી રહી છે. આ ત્રણે અલગ-અલગ ટેકનોલોજી પર આધારિત છે. ફૂડપાંડાનો ફૂડબોટ એઆઈ દ્વારા ચાલે છે. એના માટે સ્પેશિયલ ટ્રેક બનાવાયા છે. તે તેના પર ચાલે છે. તેમાં લાગેલી કેમેરા આંખ અને સોફ્ટવેર મગજની જેમ કામ કરે છે. પુંગપોરમાં 700 રહેવાસીઓ વચ્ચેનો પ્રયોગ સફળ રહ્યો છે. રોબોટ બનાવનારી કંપનીના પ્રવક્તા કહે છે કે માત્ર યુવાન જ નહીં બલ્કે વૃદ્ધો પણ ઓર્ડર આપી રહ્યાં છે. બીજા વિસ્તારના લોકો ટ્રાયલની માંગ કરી રહ્યાં છે. અમે તેના માટે અરજી આપી છે. આ રોબોટ એડવાન્સ ટેકનોલોજી ધરાવે છે. આ કારણે દુર્ઘટના અને ગ્રાહકો સાથે ફ્રોડ વેગેરેનું જોખમ શૂન્ય બરાબર છે. નિયોલિક્સ એલ-4 રોબોટ મલ્ટીપલ સેન્સર જેવા કે એલઆઈડીએઆર, 9 કેમેરા, 14 અલ્ટ્રાસોનિક સેન્સર અને રડાર ધરાવે છે.