તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરનો ભાઈ ઘંટીચોર...:તાલિબાન સરકારની રચના પહેલાં ISIના વડા અફઘાનિસ્તાન પહોંચ્યા

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલિબાનની નવી સરકારની કમાન મુલ્લા બરાદરને સોંપાઈ શકે છે

અફઘાનિસ્તાનમાં નવી સરકારના ગઠન પહેલાં તાલિબાને પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઇએસઆઇના વડા જનરલ ફૈઝ હમીદને કાબુલ બોલાવ્યા હતા. જો કે હજુ તેનું કારણ સ્પષ્ટ થયું નથી. પણ તાલિબાનના આમંત્રણ પર પાકિસ્તાની અધિકારીઓનું પ્રતિનિધિમંડળ કાબુલ પહોંચી ગયું છે. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ આઇએસઆઇના વડા જનરલ ફૈઝ કરી રહ્યા છે.

એવું કહેવાય છે કે આઇએસઆઇના વડા અહીં તાલિબાની અધિકારીઓની સાથે બેઠક કરશે. તમને એ પણ જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં શનિવારે નવી સરકારની રચના થવાની હતી. જેનું નેતૃત્વ તાલિબાન કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવી સરકારની કમાન મુલ્લા બરાદરને સોંપાઈ શકે છે. જ્યારે અબ્દુલ કય્યુમને શિક્ષણ મંત્રીનું પદ સોંપાઈ શકે છે. જ્યારે હેબતુલ્લા અખુંદદાજાને પણ મંત્રાલય સોંપાઈ શકે છે.

પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના વડા લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ પાકિસ્તાની અધિકારીઓની સાથે કાબુલ પહોંચ્યા છે. અફઘાનિસ્તાનમાં હજુ પણ પંજશીર ઘાટીમાં તાલિબાન અને મસુદનાં દળો વચ્ચે લડાઈ ચાલી રહી છે. આ તરફ તાલિબાને નવી સરકારના ગઠનની તૈયારીઓ આરંભી છે. પાકિસ્તાનના પત્રકાર હમજા અજહર સલામે જણાવ્યું હતું કે હમીદ બન્ને દેશોના ભવિષ્ય પર ચર્ચા માટે તાલિબાનના નિમંત્રણ પર અફઘાનિસ્તાનની મુલાકાતે આવ્યા છે.

તેમણે ટ્વીટ કરી હતી કે ડીજી આઇએસઆઇ, લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ તાલિબાનના આમંત્રણ પર એક પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા અફઘાનિસ્તાન પહોંચ્યા છે. જેથી નવી તાલિબાન સરકાર સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધોના ભવિષ્ય પર ચર્ચા કરી શકાય. પાકિસ્તાન અને તેની કુખ્યાત જાસુસી સંસ્થા પર અફઘાનિસ્તાન પર કબજો મેળવવામાં તાલિબાનને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવે છે.

પાકિસ્તાને તાલિબાનનું પોષણ કર્યું છે: હર્ષ શ્રૃંગલા
વોશિંગ્ટનમાં પત્રકારો સાથે વાત કરતા વિદેશ સચિવ હર્ષ વી શ્રૃંગલાએ શુક્રવારે જણાવ્યું હતું કે પાકિસ્તાને તાલિબાનનું સમર્થન અને પોષણ કર્યું છે. જેણે ચૂંટાયેલી સરકારની જગ્યા લીધી છે. વોશિંગ્ટનમાં પત્રકારોના એક સમૂહ સાથે વાત કરતા શ્રૃંગલાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનનું પડોશી છે. તેમણે પાકિસ્તાનનું સમર્થન અને પોષણ કર્યું છે. એવાં ઘણાં તત્ત્વો છે જેમને પાકિસ્તાનનું સમર્થન પ્રાપ્ત છે. તેથી તેમની ભૂમિકાને આ સંદર્ભમાં જોવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...