તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટડી:વૃદ્ધોને કોરોનાથી વધુ જોખમ, વાઇરસ પર હુમલો કરનારા મોલિક્યૂલમ વય વધવાની સાથે ઘટી જાય છે

વોશિંગ્ટન9 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાઇરસ પર હુમલો કરનારા અણુઓનો એક જૂથ વ્યક્તિની વય વધવાની સાથે અને ગંભીર બીમારીઓને કારણે ઘટી જાય છે. આ અછતને લીધે વૃદ્ધ લોકો પર કોરોનાનું જોખમ વધુ હોય છે. ફ્લોરિડા યુનિવર્સિટીના એક અભ્યાસમાં આ દાવો કરાયો છે. 
સૂક્ષ્મ આરએનએ વાઇરસ ને પોતાની પકડમાં લઇ લે છે
સ્ટડીમાં સામેલ વિજ્ઞાનીઓએ કહ્યું કે સૂક્ષ્મ રાઇબોન્યૂક્લિક એસિડ (આરએનએ) શરીરમાં જીનની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે વાઇરસ કોશિકામાં પ્રવેશે છે ત્યારે આ આરએનએ અગ્રિમ મોરચે પર તહેનાત રહી તેનો મજબૂતીથી મુકાબલો કરે છે. આ સ્ટડી ‘એજિંગ એન્ડ ડીસિસ’ જર્નલમાં પ્રકાશિત થઇ છે. તેમાં કહેવાયું છે કે સૂક્ષ્મ આરએનએ વાઇરસ ને પોતાની પકડમાં લઇ લે છે. આ સ્ટડીના સહ લેખક અને અગસ્ટા યુનિવર્સિટીના વિજ્ઞાની કાર્લોસ એમ ઇસાલેસે કહ્યું કે વ્યક્તિની વય અને ગંભીર મેડિકલ સ્થિતિની સાથે જ લૂક્ષ્મ આરએનએની સંખ્યા ઘટવા લાગે છે. જેનાથી વાઇરસનો સામનો કરવાની માણસના શરીરની ક્ષમતા ઘટી જાય છે. 
સાર્સ કોવી-2ની જીનોમની પણ તપાસ કરી 
વિજ્ઞાનીઓએ કહ્યું કે ત્યાર બાદ કોરોના વાઇરસ વ્યક્તિના શરીરની કોશિકા તંત્રને પોતાના કબજામાં લેવા માટે બહુ વધારે સક્ષમ થઇ જાય છે. સ્ટડી દરમિયાન વિજ્ઞાનીઓએ (સાર્સ-2002) સાર્સ કોવી-2ની જીનોમની પણ તપાસ કરી હતી. સ્ટડીમાં આ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે ઓછી સંખ્યામાં સૂક્ષ્મ આરએનએની હાજરી કોરોના વાઇરસથી સંક્રમિત થવાનું જોખમ અને મોતના દર વધુ હોવાનું એક મોટું કારણ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો