• Gujarati News
  • International
  • The Government Warned And Said 'Leave Your Country Before The Visa Is Completed, Otherwise Action Will Be Taken'.

સાઉદી અરબ જતા પહેલા ચેતજો!:સરકારે ચેતવણી આપતા કહ્યું- 'વિઝા પૂર્ણ થયા પહેલા પોતાના દેશ જતા રહેજો, નહીંતર કાર્યવાહી થશે'

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાઉદ અરબ સરકારને ઉમરાહ પર જનારા યાત્રિકોને ચેતાવતા કહ્યું છે કે જો કોઇ યાત્રી પોતાના વિઝા એક્સપાયર થવા છતાં પણ વધુ સમય સુધી સાઉદી અરબમાં રોકાય તો તે કાયદાનું ઉલંઘન ગણાશે. આવા કોઇ પણ પર્યટક વિરુદ્ધ સખ્ત કારવાઇ કરવામાં આવશે.

સાઉદી અરબ સરકારે ઉમરાહ પર આવનારા લોકોને ખાસ અપીલ કરી છે. સાઉદી સરકારે અપીલ કરતાં કહ્યું છે કે કોઇ પણ પર્યટક ઉમરાહ કર્યા બાદ વધુ સમય કિંગડમમાં ન રોકાય અને વિઝા એક્સપાયર થતા પહેલાં જ પોત-પોતાના વતન જતા રહે. સાઉદી સરકારના હજ અને ઉમરાહ મંત્રાલયે ચેતવણી આપતાં એ પણ કહ્યું કે જો કોઇ વિઝા એક્સપાયર થવા છતાં પણ સાઉદીમાં રોકાય છે તો આ સંપૂર્ણ રીતે નિયમોનું ઉલંઘન ગણાશે.

ઓક્ટોબરની શરૂઆતના દિવસોમાં સાઉદી અરબ સરકારે ઉમરાહ યાત્રિકોને લઇને એક મોટી ઘોષણા કરી છે. સાઉદી અરબ સરકારે કહ્યું છે કે ભારત સમેત કોઇ પણ દેશમાંથી ઉમરાહ માટે સાઉદી અરબ આવનારા લોકોના વિઝાનો પિરિયડ 30 દિવસથી વધારીને 90 દિવસ સુધી કરી દીધો છે. આ 90 દિવસમાં યાત્રિકો દેશના કોઇ પણ ભાગમાં આરામથી ફરી શકે છે.

સાઉદી અરબ સરકારે કહ્યું કે બધા યાત્રિકો ઉમરાહ પરમિટ મેળવવા માટે Nusuk app પર રજિસ્ટેશન કરાવવું જોઇએ. સાઉદી અરબ સરકારે ઉમરાહ પર આવનારા યાત્રિકો અને મક્કા-મદીના જનારા યાત્રિકો માટે હાલમાં આ એપને લોન્ચ કરી હતી.

હાલમાં જ સાઉદી અરબ સરકારે ઉમરાહ જનારા બધા યાત્રિકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો પણ અનિવાર્ય કરી દીધું છે. મિનિસ્ટ્રી ઓફ હજ એન્ડ ઉમરાહે કહ્યું કે બધા યાત્રાળુ માટે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરી છે. આ ઇન્સ્યોરન્સમાં કોરોના વાઇરસના સંક્રમણની સારવાર પણ કવર થવી જોઇએ. સાથે જ ઇન્સ્યોરન્સની વેલ્યુ એક લાખ સાઉદી રિયાલ હોવી જોઇએ.

માત્ર બે મહિનામાં 20 લાખ લોકોને ઉમરાહ માટે લીધા વિઝા
સાઉદી અરબ સરકારે કેટલાક સમય પહેલાં જાણકારી આપતાં કહ્યું કે પાછલા બે મહિનામાં સરકાર તરફથી લગભગ 20 લાખ લોકોને ઉમરાહ માટે વિઝા આપવામાં આવ્યા છે. સાઉદી અબ સરકારે બતાવ્યું કે મોહરમની એક તારીખથી (30 જુલાઇ 2022) ઉમરાહ શરૂ થઇ, જેના માટે 176 દેશોના યાત્રિકોને વિઝા આપવામાં આવ્યા છે.

સાઉદી અરબમાં હજ અને ઉમરાહ નેશનલ કમિટીના સદસ્ય હાનિ અલ ઓમેરીએ કહ્યું કે લગભગ 150 કંપનીઓ અને સંસ્થાઓ છે, જે યાત્રિકોને ઉમરાહ લાવવા અને પાછા લઇ જવા માટે શાનદાર સર્વિસ આપે છે.

ઓમેરીએ કહ્યું કે જે દેશોના લોકો સૌથી વધુ ઉમરાહ માટે સાઉદી અરબ પહોંચે છે, તેમાં ભારત, ઇન્ડોનેશિયા, ઇરાક, તુર્કી, પાકિસ્તાન, મલેશિયા અને અજરબૈજાન સામેલ છે. અમેરીએ કહ્યું કે આવનારા સમયમાં અલગ-અલગ દેશોથી ઉમરાહ માટે આવનારા યાત્રિકોની સંખ્યામાં હજુ પણ વધારો જોવા મળશે.

સાઉદી અરબમાં મસ્જિદોનું મેનેજમેન્ટ જોનારી સરકારી એજન્સીએ કહ્યું કે આ વર્ષના ત્રણ મહિનામાં જ હજ અને ઉમરાહ માટે આવનારા યાત્રાળુઓની સંખ્યા 30 લાખ સુધી પહોંચી ગઇ છે.

હજ, ઉમરાહ પર જનારી મહિલાઓ માટે થયો મોટો ફેરફાર
કેટલાક સમય પહેલાં સાઉદી સરકારે હજ અને ઉમરાહ પર જનારી મહિલાઓને લઇને મોટો ફેરફાર કર્યો છે. સાઉદી સરકારે કહ્યું કે હવે મહિલાઓ વગર મહરમ પણ હજ કે ઉમરાહ માટે આવી શકશે. મહરમ એટલે કે કોઇ એવો પુરુષ જે મહિલાના પિતા, પતિ અથવા તો દીકરામાંથી કોઇ પણ હોય.

સાઉદી સરકારમાં મંત્રી તૌફિક અલ રાબિયાએ કહ્યું કે દુનિયાના કોઇ પણ દેશમાંથી કોઇ પણ મહિલા હજ અને ઉમરાહ કરવા માટે વગર મહરમ આવી શકે છે.

ગઇ ચાર ઓક્ટોબરે સાઉદી સરકારે કહ્યું હતું કે મસ્જિદ-એ-નબવી (પયગંબરની મસ્જિદ)માં મહિલાઓને સવાર-સાંજ Rawdah Sharif માટે જઇ શકશે. સવારના સમયે મહિલાઓને 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને સાંજે સાડા 9થી રાત્રે 12 વાગ્યા સુધી અનુમતિ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...