સાઉદીમાં અનાથ છોકરીઓ સાથે ગાર્ડસની નિર્દયતા:VIDEO બનાવનારી છોકરીએ કહ્યું- ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો માટે મારઝૂડ કરવામાં આવી

એક મહિનો પહેલા
  • આ મામલો સામે આવ્યા બાદ સાઉદીની સરકારે તપાસના આદેશ આપ્યા છે.

સાઉદી અરબમાં અનાથ છોકરીઓ સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કેટલાક સિક્યોરિટી ગાર્ડ્સ ઓર્ફનેજ (અનાથાશ્રમ)માં છોકરીઓને ખરાબ રીતે માર મારતા નજરે પડી રહ્યા છે. એક ગાર્ડ્સ છોકરીને તેના વાળ પકડીને ઢસડી હતી અને લાતો મારી હતી. એટલું જ નહીં, તેને બેલ્ટથી પણ માર મારવામાં આવ્યો હતો. વીડિયોમાં સુરક્ષાકર્મીઓ આમતેમ ભાગી રહેલી છોકરીઓને લાકડીઓ વડે માર મારતા જોવા મળી રહ્યા છે.

રિપોર્ટ મુજબ આ ઘટના 31 ઓગસ્ટની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો કે સિક્યોરિટી ગાર્ડ્સ આ છોકરીઓ સાથે મારપીટ શા માટે કરી છે તેનું સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી. જો કે વીડિયો પોસ્ટ કરનારી એક છોકરીએ કહ્યું હતુ કે અનાથાશ્રમની છોકરીઓ ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન કરી રહી હતી.સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ આ મામલો સામે આવ્યો હતો.

આ મામલો સામે આવ્યા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
આ મામલો સામે આવ્યા બાદ સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.

આ વીડિયો ખમીસ મુસૈતના નામથી ટ્રેન્ડ થયો
આ વીડિયો જે અનાથાશ્રમનો છે તે ખમીસ મુસૈત વિસ્તારમાં આવેલો છે. આ વિસ્તાર અસીર પ્રદેશનો ભાગ છે. જે રાજધાની રિયાદથી 884 કિમી દુર આવેલ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખમીસ મુસૈતના નામથી ટ્રેન્ડ થયો છે.

સાઉદી અરેબિયાના કાયદા અને નિયમો મહિલાઓ સામે મુશ્કેલીઓ ઉભી કરે છે.
સાઉદી અરેબિયાના કાયદા અને નિયમો મહિલાઓ સામે મુશ્કેલીઓ ઉભી કરે છે.

સરકારની નિંદા થઈ રહી
આ વીડિયો સામે આવ્યા બાદ હ્યૂમન રાઈટ્સ એક્ટિવિસ્ટે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું છે કે પ્રિન્સનાં શાસનમાં સતત સાઉદી અરબમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વધી ગઈ છે. UKનું એક રાઈટ્સ ગ્રુપ ALQSTઓ આ ઘટનાને ભયાનક અને પરેશાન કરનારી જણાવી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સિક્યોરિટી ગાર્ડ્સને સજા કરવાની માંગ કરાઈ રહી છે. તમામ પ્રતિબંધો વચ્ચે સાઉદી અરેબિયામાં મહિલાઓનું જીવન વીતી રહ્યું છે. અહીંના કાયદા અને નિયમો મહિલાઓની સામે મુશ્કેલીઓ ઉભી કરે છે.

અન્ય સમાચારો પણ છે...