બંધ કરાશે 'નરકનો દરવાજો':તુર્કમેનિસ્તાનના રણમાં મિથેન ગેસથી સળગતો વિશાળ ખાડો પૂરી દેવાશે, 'નરકના દરવાજા'થી ઓળખાતો આ ખાડો 50 વર્ષથી સળગે છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

તુર્કમેનિસ્તાનના કારાકુમ રણમાં આવેલો 229 ફૂટ પહોળો અને 66 ફૂટ ઊંડો ખાડો મિથેન ગેસને કારણે સતત સળગતો રહે છે. 50 વર્ષથી સળગતા આ ખાડાને નરકના દરવાજા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ દરવાજા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દેશના રાષ્ટ્રપતિ ગુરબાંગુલી બર્ડીમુખામેદોવે અધિકારીઓને આદેશ આપ્યો છે કે આ આગ ઓલવવા અને ખાડો પૂરવા માટે જે પ્રયત્નો જરૂરી હોય એને તાત્કાલિક શરૂ કરો.

રાષ્ટ્રપતિ ગુરબાંગુલીએ આ ખાડાને કારણે પર્યાવરણને અને પૈસાનું જે નુકસાન થઈ રહ્યું છે એ વિશે વાત કરીને આ ખાડો બંધ કરવાનો આદેશ આપ્યો છે. નરકના દરવાજા કહેવાતા આ વિશાળ ખાડાને ગેસ-ક્રેટર પણ કહેવામાં આવે છે. વર્ષ 2010માં પણ ગુરબાંગુલીએ એક્સપર્ટને આ ખાડાને પૂરવા અને આગ ઓલવવાનો આદેશ આપ્યો છે.

જાણો આગનો ઈતિહાસ
આ આગ 1971થી સતત ચાલી રહી છે. તુર્કમેનિસ્તાનના કારાકુમ રણમાં આ ખાડાને લોકો નરકનો દરવાજો કહીને બોલાવે છે, કારણ કે આ દરવાજો જ્યાં છે ત્યાં નજીકમાં 'દરવાજા' નામનું ગામ પણ છે. છેલ્લાં 50 વર્ષથી કૂવા જેવી જગ્યાએ માત્ર આગ જ દેખાય છે. આ ખાડામાં ત્યારથી આગ સળગી રહી છે જ્યારથી સોવિયત રશિયાના વૈજ્ઞાનિકોએ અહીં ગેસ વિશેની માહિતી મેળવવા ખોદકામ પણ કર્યું હતું.

વૈજ્ઞાનિકોના ખોદકામ દરમિયાન સાધનો એમાં પડી ગયાં હતાં અને ત્યારથી આ ખાડામાંથી મિથેન ગેસ નીકળવાનો શરૂ થયો છે. વૈજ્ઞાનિકોએ મિથેન ગેસને વાતાવરણમાં ફેલાતો રોકવા માટે એમાં આગ લગાવી દીધી અને ત્યારથી અહીં આગ સળગ્યા કરે છે. ત્યારથી આ સળગતા ખાડાને નરકનું દ્વાર કહેવામાં આવે છે. જોકે ઘણા લોકો માટે આ પર્યટનનું કેન્દ્ર પણ છે અને ઘણા લોકો આ સળગતા ખાડાને જોવા પણ જાય છે.

આ સ્થળ હવે પર્યટક સ્થળ તરીકે પણ જાણીતુ થયું છે.
આ સ્થળ હવે પર્યટક સ્થળ તરીકે પણ જાણીતુ થયું છે.

નરકનો દરવાજો લોકોનું સ્વાસ્થ્ય બગાડી રહ્યો છે
ગુરબાંગુલી બર્ડીમુખામેદોવે કહ્યું હતું કે એક ભૂલને કારણે બનેલો આ ખાડો પર્યાવરણ અને લોકોનાં સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી રહ્યો છે, કારણ કે એની આસપાસનાં ગામડાંમાં રહેતા લોકોની તબિયત બગડી રહી છે. અમે સતત કીંમતી પ્રાકૃતિક સંશાધનો ગુમાવી રહ્યાં છીએ. જો આપણે આ જ મિથેનનો ઉપયોગ કોઈ સકારાત્મક કામમાં કરીએ તો કદાચ દેશના લોકોને ઊર્જાનું અલગ સ્વરૂપ મળી શકે છે.

એવું નથી કે આ ખાડાને પહેલાં ઓલવવાનો પ્રયત્ન કરવામાં નથી આવ્યો, પરંતુ દર વખતે નિષ્ફળતા મળી છે. આ પ્રયત્નોને કારણે ખાડાની લેન્ડ સ્લાઈડને કારણે પણ ખાડો મોટો થઈ રહ્યો છે. ધીમે ધીમે હવે આ એક પ્રર્યટક સ્થળ બની રહ્યું છે. મજબૂરીમાં સરકારે આ ખાડાની ચારેય બાજુ વાડ પણ કરી દીધી છે, જેથી લોકો તેની નજીક ના જાય, કારણ કે મિથેન ગેસને કારણે સળગતી આગની ખૂબ વાસ પણ આવે છે. વધારે સમય અહીં ઊભા રહેવાથી તબિયત પણ ખરાબ થઈ શકે છે.

અહીં જમીનમાંથી મિથેન ગેસ નીકળતો હોવાથી અહીં સતત આગ સળગતી રહે છે
અહીં જમીનમાંથી મિથેન ગેસ નીકળતો હોવાથી અહીં સતત આગ સળગતી રહે છે

ઈમેજ બદલવા નામ પણ બદલવામાં આવ્યું હતું
નરકના દ્વારથી બદનામ આ ખાડાની ઈમેજ સુધારવા માટે વર્ષ 2018માં એ સમયના રાષ્ટ્રપતિએ તેનું નામ બદલીને શાઈનિંગ ઓફ કારાકુમ પણ રાખ્યું હતું, પરંતુ એનાથી કોઈ ફાયદો ના થયો. ખાડાને કારણે થયેલું નુકસાન નામ બદલવાથી તો રિકવર ના થઈ શકે. હવે મુશ્કેલી એ છે કે રાષ્ટ્રપતિના આદેશ પછી એક્સપર્ટ આ આગ ઓલવશે કેવી રીતે? કારણ કે નરકના દરવાજા ધરતીના એવા પડ સાથે જોડાયેલા છે, જ્યાં મિથેન ગેસનો ભંડાર છે તો ગેસને નીકળતા કોઈ રોકી નહીં શકે. તમે એ વિસ્તારને ગમે તેટલો ઢાંકવાનો પ્રયત્ન કરો, ગેસ તો નીકળતો જ રહેશે. અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે તુર્કમેનિસ્તાનની સરકારનું માનવું છે કે તેમણે આ ખાડાની ગરમીનો ઉપયોગ ઊર્જા ઊભી કરવા માટે કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...