• Gujarati News
  • International
  • The Gap Between Rich And Poor Has Widened From Corona, People Are Fighting To Instill Fear, Even In Hospital restaurants There Are Signs Of Not Getting Angry.

ભાસ્કર ખાસ:કોરોનાથી અમીર-ગરીબ વચ્ચે ખાઈ વધી, ધાક જમાવવા લોકો ઝઘડા કરે છે, હોસ્પિટલ-રેસ્ટોરન્ટમાં પણ ગુસ્સે નહીં થવાના બોર્ડ લાગ્યાં

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીથી દુનિયાભરમાં ચીડિયાપણું વધી ગયું છે. લોકો નાની નાની વાતોમાં સંતુલન ગુમાવી દે છે અને ઝઘડો કરી બેસે છે. તેનું મોટું કારણ દુનિયાનું બદલાયેલું સ્વરૂપ છે. હવે જીવન કોરોના પહેલાં જેવું નથી રહ્યું. લોકોની જીવનપદ્ધતિ અને રીતભાત બદલાઈ ગયાં છે.

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં એક ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરવા મુદ્દે એક મહિલાએ કર્મચારીઓ પર બંદૂક તાણી દીધી હતી. ટેક્સાસમાં એક મહિલા ગ્રાહકે વેઈટર સાથે નાનકડી વાતમાં હાથાપાઈ કરી દીધી. આ તો થોડાં ઉદાહરણ છે, જે કોરોનાકાળમાં અને હવે મહામારી જઈ રહી છે, તોપણ વધી રહી છે.

દુનિયાભરના વિવિધ સમાજોમાં આવી ઘટનાઓ સામે આવી રહી છે. લાગે છે કે લોકો શાલિનતાથી વ્યવહાર કરવાનું ભૂલી ગયા છે. વકીલ, ફ્લાઈટ એટેન્ડન્ટ અને રેસ્ટોરન્ટ કર્મચારીઓ ઝઘડાળુ ક્લાયન્ટ્સની ફરિયાદો કરી રહ્યા છે. અમેરિકન એજન્સી એફએએએ આ વર્ષે ઝઘડાળુ વિમાન પ્રવાસીઓ પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો છે.

ઘણી હોટલ રેસ્ટોરાંમાં આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા
ઘણી હોટલ રેસ્ટોરાંમાં આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા

ઈન્ડિયાના યુનિવર્સિટીની હોસ્પિટલ અને અમેરિકાનાં અનેક રાજ્યોની રેસ્ટોરન્ટમાં આવનારા માટે ગુસ્સો નહીં કરવાનું સૂચન કરવા બોર્ડ લગાવવા પડી રહ્યાં છે. તેમાં સમજાવાયું છે કે, તમે તમારી ઊર્જા બચાવીને રાખો અને સારા કામમાં વાપરો. મનોવિજ્ઞાની અને ઓવરકમિંગ ડિસ્ટ્રક્ટિવ બિહેવિયરના લેખક બર્નાડ ગોલ્ડનનું કહેવું છે કે, કોરોનાકાળમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો, મિત્રોને ખોયા છે. નોકરીઓ જતી રહી છે અને અનેક લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

આ સ્થિતિમાં ગુસ્સો અને નિરાશા છવાયેલી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રો. હેન્સ સ્ટાઈનરનું કહેવું છે કે કેટલાક લોકો ધાક જમાવવા પણ બીજા પર ગુસ્સો કરે છે. આવું કરીને તેઓ પોતાની શક્તિ, સત્તાનો દેખાડો કરે છે. જે લોકો આર્થિક રીતે નબળા હોય છે, તેમને ગુસ્સો કરીને દબાવી શકાય છે. ઈન્ટરનેટ પર પણ હેટ સ્પીચનો ટ્રેન્ડ વધ્યો છે, તેનું મોટું કારણ આ જ છે.

હાથના મીલાવી શકાતા લોકોમાં અંતર વધ્યું હોવાનો અહેસાસ
હાથના મીલાવી શકાતા લોકોમાં અંતર વધ્યું હોવાનો અહેસાસ

હસ્તધૂનન નહીં કરાતું હોવાથી પણ લોકોમાં અંતર વધી રહ્યું છે
મેલબોર્ન યુનિ.ના પ્રો. સ્ટીવન જાકનું કહેવું છે કે, કોરોનાકાળમાં લોકોના ઝઘડાનું એક મોટું કારણ હસ્તધૂનન નથી કરાતું તે પણ છે. હાથ મિલાવતી વખતે સમીપતાનો ભાવ આવે છે, પરંતુ અત્યારે એવું શક્ય નથી એટલે લોકોમાં અંતર વધ્યું છે. હાથ મિલાવવાની પ્રથા બે વ્યક્તિના મળવાની સભ્ય પદ્ધતિ છે. હવે સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે હાથ નથી મિલાવાતો એટલે ઘણા લોકો ભૂલી ગયા છે કે, બીજા સાથે કેવો વ્યવહાર કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...