• Gujarati News
  • International
  • The Future Of The Country Is Back In Schools; The Elders Of Ghazni Are Also Helping To Heal The 'wounds' Of The Bullet riddled Schools

અફઘાનિસ્તાન:સ્કૂલોમાં દેશનું ભવિષ્ય પાછું ફરી રહ્યું છે; ગોળીઓથી વિંધાયેલી સ્કૂલોના ‘ઘા’ ભરવામાં ગજનીના વૃદ્ધો પણ મદદ કરી રહ્યાં છે

ગજની14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગજની અફઘાનિસ્તાનનું મહત્ત્વપૂર્ણ શહેર છે. કાબુલને દક્ષિણ અને પશ્ચિમ સાથે જોડે છે. મધ્યયુગમાં ગજનવી સામ્રાજ્યની રાજધાની રહેલું ગજનીનો વિસ્તાર ભારતીય ઉપખંડમાં દૂર દૂર સુધી ફેલાયેલો હતો. તાલિબાને અફઘાન પર કબજો કર્યા બાદ ગજનીને કેન્દ્ર બનાવ્યું. ગજની નજીક અરજુ ગામમાં તાલિબાનીઓએ સ્કૂલોને ઠેકાણા બનાવી લીધા. ગોળીઓથી વિંધાયેલી સ્કૂલોના સમારકામમાં હવે ગામના વૃદ્ધો પણ મદદ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનના ભવિષ્યને ચમકાવવા માટે હવે અનેક લોકો આગળ આવી રહ્યા છે.

જુસ્સો યથાવત્: વૃદ્ધ મોહમ્મદ અકરમ કહે છે કે મારા બાળકો અને પૌત્રો સહિત 22 લોકોનો પરિવાર અહીં રહેતો હતો. તાલિબાનના અરજુ ગામથી ગયા બાદ અમે સમારકામ શરૂ કર્યું છે. બધા લોકો મદદ કરી રહ્યા છે. જુસ્સા સાથે પ્રયાસ ચાલુ છે.

ભારે ત્રાસદી: ક્યારેક 10 હજાર લોકોની વસતીવાળા અરજુ ગામમાં હવે માત્ર 2 હજાર લોકો જ રહ્યા છે. ગામના હાજી શહાદુલ્લા કહે છે કે તાલિબાનના હુમલામાં 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 60 ઘવાયા હતા. મૃતકોમાં બે બાળકો હતા.

અન્ય સમાચારો પણ છે...