તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Fractured Bone Of A 76 million year old Dinosaur Has Now Turned Out To Be A Cancerous Tumor, Larger Than An Apple

રિસર્ચ:7.6 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના જે હાડકાંમાં ફ્રેક્ચર થયેલું માનવામાં આવેલું એ હવે કેન્સરનું ટ્યૂમર નીકળ્યું, ટ્યૂમરનું કદ સફરજન કરતાં પણ મોટું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંશોધકોના જણાવ્યાનુસાર, ડાયનાસોરના પાછળના પગના હાડકાંમાં કેન્સરનું ટ્યૂમર લપેટાયેલું જોવા મળ્યું
  • દાવો – ભલે ટ્યૂમરથી ડાયનાસોરનું મૃત્યુ ન થયું, પરંતુ તેની હરવા-ફરવાની ક્ષમતા પર અસર પડી

અત્યાર સુધી મોટાભાગે મનુષ્યોમાં જ કેન્સર રોગ થતો જોવા મળ્યો છે. પરંતુ પહેલીવાર એક રિસર્ચમાં સાબિત થયું છે કે ઐતિહાસિક પ્રાણી કહેવાતા એવા ડાયનાસોરને પણ કેન્સર થતું હતું. 7.6 કરોડ વર્ષ જૂના ડાયનાસરોના જે હાડકાંને ફ્રેક્ચર સમજવામાં આવી રહ્યું હતું, જે હવે મેલિગનેન્ટ કેન્સર હોવાનું સામે આવ્યું છે. આ હાડકું વર્ષ 1989માં કેનેડાના અલ્બર્ટામાં ડાયનાસોરના અવશેષ તરીકે મળી આવ્યું હતું.

લેન્સેટ ઓન્કોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં જણાવ્યાનુસાર, શાકાહારી ડાયનાસોરનું આ હાડકું ઓસ્ટિયોસારકોમાના કારણે ખરાબ થયું હતું. આ હાડકાંનું એડવાન્સ કેન્સર ગણાય છે. અત્યાર સુધી તેને ખરાબ થઈ ગયેલું હાડકું જ સમજવામાં આવતું હતું. પરંતુ તેમાં થયેલું ટ્યૂમર સફજનના કદથી પણ મોટું છે.

6 મીટર લાંબા હાડકાંમાં ટ્યૂમર જોવા મળ્યું

ટોરન્ટો સ્થિત રોયલ ઓન્ટારિયો મ્યૂઝિયમના પેલેઓન્ટોલોજિસ્ટ ડેવિડ ઇવાન્સના જણાવ્યા અનુસાર, હાડકું 6 મીટર લાંબું છે. આ હાડકું ક્રેટેશિયસ સમયગાળાનું છે, જ્યારે ચાર પગવાળા ડાયનાસોર શાકાહારી હતા. આ હાડકું તેના નીચેના પગનું છે. તેમાં જોવા મળેલ ગાંઠ એ એડવાન્સ્ડ સ્ટેજની છે અને તે સફરજન કરતાં મોટી છે.

મનુષ્યોની જેમ ડાયનાસોરમાં પણ રોગો જોવા મળ્યા

લેન્સેટ ઓન્કોલોજી જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, 7.6 કરોડ વર્ષ જુના સેંટોરસોરસ ડાયનાસોર મૃત્યુ પહેલાં કેન્સરના કારણે બહુ નબળું પડી ગયું હતું. રિસર્ચમાં એવી વાત જાણવા મળી છે કે ડાયનાસોરને એવા ઘણા રોગો થયા હશે જે સામાન્ય રીતે મનુષ્ય અને અન્ય પ્રાણીઓમાં હોય છે. તેનું એક ઉદાહરણ ડાયનાસોરમાં જોવા મળેલું કેન્સર છે. તેઓ આ પૃથ્વી પર અન્ય પ્રાણીઓની જેમ જીવતા હતા અને તેમને પણ અકસ્માત અને રોગોનો સામનો કરવો પડ્યો હતો.

રિસર્ચમાં સાબિત થયું કે પ્રાણીઓમાં કેન્સર નવો રોગ નહીં

ઓન્ટારિયો યુનિવર્સિટીના સંશોધકો ડો. માર્ક ક્રાઉથરના જણાવ્યા અનુસાર, કેટલીક ગાંઠો સોફ્ટ ટિશ્યૂમાં હોય છે, જે સરળતાથી અવશેષોમાં ફેરવાતી નથી. તેથી, અમને અવશેષોમાંથી કેન્સર હોવાના પૂરાવા મળ્યા છે. રિસર્ચમાં જાણવા મળેલી બાબતોથી એ પરિણામ નીકળે છે કે, કેન્સર એ કોઈ નવી બીમારી નથી, તેની સાથે સંકળાયેલા કોમ્પ્લિકેશન પ્રાણીઓમાં પણ જોવા મળે છે.

ઓસ્ટેરિયોસાર્કોમા શું છે?

સંશોધક ડો. માર્ક ક્રાઉથરના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટેરિયોસાક્રોમા એ હાડકાંનું કેન્સર છે. જે સામાન્ય રીતે બાળકો અને યુવાનોમાં જોવા મળે છે. પરંતુ અનુમાન લગાવી શકાય કે ડાયનાસોરમાં પણ આ કેન્સર થવાનું જોખમ વધારે હતું. રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ કેન્સર તેમનામાં ઝડપથી વધી ગયું હતું. આ કેન્સરની ગાંઠ હાડકાંને ઝડપથી નુકસાન પહોંચાડે છે અને પછી તે અન્ય ટિશ્યૂ સુધી પહોંચે છે.

સિટી સ્કેન પુષ્ટિ

પેલેઓન્ટોલોજિસ્ટ ડેવિડ ઇવાન્સનું કહેવું છે કે, હાડકાંમાં દેખાતી ગાંઠની તપાસ વધુ સ્પષ્ટ રીતે થાય તે માટે સિટી સ્કેન કરવામાં આવ્યો હતો. ટેસ્ટ થયા બાદ જાણવા મળ્યું કે, ગાંઠ હાડકાંમાં લપેટાઈ ગઈ હતી. જો કે, આ ટ્યૂમરથી ભલે ડાયનાસોરનું મૃત્યુ ન થયું હોય પરંતુ તેની હરવા-ફરવાની ક્ષમતા ચોક્કસપણે ઘટી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...