• Gujarati News
  • International
  • The Foreign Citizen Said To The Indian Why Do You Come To The Country Of White People? Why Don't You Go To Your Country? A Video Surfaced From Poland

હવે પોલેન્ડમાં ભારતીય પર જાતિવાદી હુમલો:ભારતીયને કહ્યું- તમે ગોરા લોકોના દેશમાં શા માટે આવો છો? તમે પાછા જાઓ ? પોલેન્ડથી સામે આવ્યો વીડિયો

24 દિવસ પહેલા
  • છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય સાથે દુર્વ્યવહારના આવા ત્રણ કિસ્સા સામે આવ્યા છે.

અમેરિકામાં ભારતીયો પર હુમલા અટકવાનું નામ લઈ રહ્યું નથી. તેમના પર દરરોજ જાતિવાદી ટિપ્પણીઓ થઈ રહી છે. છેલ્લા અઠવાડિયામાં આવા ત્રણ કિસ્સા સામે આવ્યા છે, જેના વીડિયો પણ વાયરલ થયા છે. હાલનો મામલો પોલેન્ડનો છે. જો કે, અહીં પણ એક અમેરિકન નાગરિક એક ભારતીય પર જાતિવાદી ટિપ્પણી કરી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

ભારતીયને કહ્યું- તમે લોકો તમારા દેશમાં પાછા કેમ જતા નથી?
વીડિયોમાં પોતે અમેરિકન નાગરિક હોવાનો દાવો કરનાર વ્યક્તિ ભારતીયને કહે છે, તમે પરોપજીવી છો, અમારી જાતિનો નરસંહાર કરી રહ્યા છો. તમે લોકો તમારા દેશમાં પાછા કેમ જતા નથી? જોકે, વીડિયોમાં દેખાતો ભારતીય તેનાથી બચવાનો પ્રયાસ કરે છે અને પૂછે છે કે તે શા માટે વીડિયો બનાવે છે? તાજેતરનો હુમલો ક્યારે થયો હતો અથવા બે માણસો વચ્ચે દલીલ કયા કારણોસર થઈ હતી તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. તેમજ આ મામલે કોઈ ફરિયાદ પણ નોંધાઈ નથી.

આ તે અમેરિકન નાગરિકની તસવીર છે. જેણે ભારતીય સામે જાતિવાદી ટિપ્પણી કરી હતી.
આ તે અમેરિકન નાગરિકની તસવીર છે. જેણે ભારતીય સામે જાતિવાદી ટિપ્પણી કરી હતી.

પોલેન્ડ માત્ર પોલિશ્ડ લોકો માટે છે
આ વીડિયો બનાવનાર અમેરિકન નાગરિક એવું કહેતો જોવા મળે છે કે તમે અમારી જાતિનો નરસંહાર કરી રહ્યા છો, તમે પોલેન્ડમાં કેમ છો? આ પછી ભારતીય નાગરિક પૂછે છે કે તે તેનો વીડિયો કેમ બનાવી રહ્યો છે. તેના જવાબમાં તે કહે છે કે હું અમેરિકાથી આવું છું. આગળ કહે છે, તમે લોકો અહીં ખૂબ વધુ છો. તમે તમારા દેશમાં કેમ નથી જતા? શું તમને લાગે છે કે તમે અમારા પોલેન્ડ પર આક્રમણ કરી શકો છો?
તમારો પોતાનો દેશ છે, તમે ત્યાં કેમ નથી જતા? યુરોપિયનો જાણવા માગે છે કે તમે ગોરા લોકોના દેશમાં શા માટે આવો છો? શા માટે તમે પરોપજીવી છો? તમે અમારી જાતિનો નરસંહાર કરી રહ્યા છો. તમે આક્રમણખોર છો. ઘરે જાઓ, હુમલાખોર. અમે તમને યુરોપમાં નથી જોવા માંગતા. પોલેન્ડ માત્ર પોલિશ્ડ લોકો માટે છે. તમે પોલિશ્ડ નથી.

વીડિયોમાં અમેરિકન વ્યક્તિ ભારતીયને પરોપજીવી અને નરસંહાર એટલે કે ખૂની કહી રહ્યો છે. જો કે આ ઘટના ક્યારે બની તે અંગેની માહિતી આપવામાં આવી નથી. ભારતીય મૂળના વ્યક્તિની પણ ઓળખ થઈ નથી.

આ ભારતીય નાગરિકની તસવીર છે. તેણે જાતિવાદી ટિપ્પણીઓને અવગણવાનો પ્રયાસ કર્યો અને એકવાર પણ તેણે જવાબ આપ્યો નહોતો.
આ ભારતીય નાગરિકની તસવીર છે. તેણે જાતિવાદી ટિપ્પણીઓને અવગણવાનો પ્રયાસ કર્યો અને એકવાર પણ તેણે જવાબ આપ્યો નહોતો.
પોલેન્ડમાં એક અમેરિકન નાગરિક એક ભારતીય પર જાતિવાદી ટિપ્પણી કરી છે.
પોલેન્ડમાં એક અમેરિકન નાગરિક એક ભારતીય પર જાતિવાદી ટિપ્પણી કરી છે.

કેલિફોર્નિયામાંથી પણ આવી જ ઘટના સામે આવી હતી
અમેરિકાના કેલિફોર્નિયામાં એક ભારતીય-અમેરિકન નાગરિકે અન્ય ભારતીય સાથે જાતિવાદી ટિપ્પણીઓ કરતાં દુર્વ્યવહાર કર્યો હતો. તેજિન્દર સિંહ નામના આરોપીએ કૃષ્ણન જયરામને ડર્ટી હિન્દુ અને ડિસ્ગસ્ટિંગ ડોગ કહ્યો હતો. આ ઘટના 21 ઓગસ્ટે કેલિફોર્નિયાના ફ્રેમોન્ટ શહેરમાં ટાકો બેલ રેસ્ટોરન્ટમાં બની હતી, જેનો વીડિયો હવે સામે આવ્યો છે.

કેલિફોર્નિયામાં એક ભારતીય-અમેરિકન નાગરિકે અન્ય ભારતીય સાથે જાતિવાદી ટિપ્પણીઓ કરતાં દુર્વ્યવહાર કર્યો હતો.
કેલિફોર્નિયામાં એક ભારતીય-અમેરિકન નાગરિકે અન્ય ભારતીય સાથે જાતિવાદી ટિપ્પણીઓ કરતાં દુર્વ્યવહાર કર્યો હતો.

આરોપી 8 મિનિટ સુધી અપશબ્દો સંભળાવતો રહ્યો હતો
વંશીય હુમલાનો ભોગ બનેલા કૃષ્ણન જયરામને આ સમગ્ર ઘટના ફોનમાં રેકોર્ડ કરી હતી. 8 મિનિટના આ વીડિયોમાં તેજિન્દર સિંહ તેને કહે છે, 'તું ડિસ્ગસ્ટિંગ ડોગ છે. તું એટલો ખરાબ દેખાય છે કે તારે જાહેર સ્થળે બધાની સામે ન આવવું જોઈએ. આ ભારત નથી, તું ભારતમાં હતો, હવે તું અમેરિકામાં છે.’ તેજિન્દરે તેને લુચ્ચો હિન્દુ કહ્યો અને કહ્યું કે તું માંસ પણ ખાતો નથી. આ પછી તેજિન્દરે તેની સામે અનેકવાર 'બીફ' શબ્દ કહ્યો હતો.

ટેક્સાસમાં ભારતીય મહિલાઓ સાથે અમેરિકન મહિલાએ ગેરવર્તન કર્યું હતું
અમેરિકાના ટેક્સાસમાં પ્લાનો શહેરમાં સિક્સ્ટી વાઈન્સ રેસ્ટોરન્ટની બહાર ચાર મહિલા ભારતીય ભાષામાં વાત કરી રહી હતી. એ સમયે એક મૂળ મેક્સિકન-અમેરિકન મહિલાએ તેમના પર જાતિવાદી ટિપ્પણીઓ અને અપશબ્દો સંભળાવતાં દુર્વ્યવહાર કર્યો હતો. અમેરિકન મહિલાએ એક ભારતીય મહિલાને થપ્પડ પણ મારી હતી. 24 ઓગસ્ટે બનેલી આ ઘટનાનો વીડિયોસામે આવ્યા બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...