નેપાળમાં ગુમ વિમાનની તપાસ પૂરી થઈ:મુસ્ટાંગ પાસે ક્રેશ થયું હોવાની શક્યતા, 4 ભારતીયો સહિત 22 પેસેન્જર્સ હતા; પાયલટના ફોનથી મળ્યું લોકેશન

એક મહિનો પહેલા

નેપાળનું તારા એરનું 9NAET ડબલ એન્જિન વિમાન ઉડાન ભર્યા બાદ ગુમ થયું છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, આલ્ફા ઈકો ટેંગો કોલ સાઈન સાથેનું પ્લેને રવિવારે સવારે 9:55 વાગ્યે પોખરાથી જોમસોમ માટે ઉડાન ભરી હતી, જેણે 10:20 વાગ્યે ઉતરાણ કરવાનું હતું, પરંતુ 11.00 પછી પણ એનો સંપર્ક થયો ન હતો. પોખરા એરપોર્ટના ચીફ બિક્રમ રાજ ગૌતમે પુષ્ટિ કરી છે કે એરક્રાફ્ટ ટાવર સાથેના સંપર્કથી બહાર છે.વિમાનમાં 4 ભારતીય સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનમાં સવાર ભારતીયોના નામ અશોક કુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, રિતિકા ત્રિપાઠી અને વૈભવી છે.

જાપાની અને ભારતીય મુસાફરો સહિત કુલ 22 લોકો સવાર હતા
તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાના જણાવ્યા અનુસાર, વિમાનમાં કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાયલોટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મી થાપા સવાર હતાં. મુસાફરોમાં 13 નેપાળી, 4 ભારતીય અને 2 જાપાની પણ હતા. ATC સાથે સંપર્ક ગુમાવ્યા પછી આ માહિતી જાહેર કરવામાં આવી હતી.

વિમાને છેલ્લી વખત શિખા ક્ષેત્રથી સંપર્ક કર્યો હતો.
વિમાને છેલ્લી વખત શિખા ક્ષેત્રથી સંપર્ક કર્યો હતો.

ખરાબ હવામાનને કારણે શોધખોળમાં વિલંબ થયો
વિમાનને શોધવા માટે હેલિકોપ્ટર મોકલવાની તૈયારી ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર જોમસોમમાં હોવા છતાં ઉડાન ભરી શક્યું ન હતું. વહેલી સવારે બે સમિટ એર પ્લેન જોમસોમ પહોંચ્યા હતા. મસ્ટેગના મુખ્ય જિલ્લા અધિકારી નેત્ર પ્રસાદ શર્માએ જણાવ્યું કે ધૌલાગિરિની આસપાસના પાંચ જિલ્લાના સુરક્ષા અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસે ગુમ થયેલા વિમાનને લઈને ઈમરજન્સી હોટલાઈન નંબર +977-9851107021 જારી કર્યો છે.
કાઠમાંડુમાં ભારતીય દૂતાવાસે ગુમ થયેલા વિમાનને લઈને ઈમરજન્સી હોટલાઈન નંબર +977-9851107021 જારી કર્યો છે.

પહાડો વચ્ચેથી વિમાનો ઉડાન ભરે છે
પોલીસ અધિકારી રમેશ થાપાએ કહ્યું હતું કે ટ્વિન ઓટર પ્લેન વિશે કોઈ માહિતી નથી, તેની શોધખોળ ચાલી રહી છે. છેલ્લા થોડા દિવસોથી અહીં વરસાદ પડી રહ્યો છે, પરંતુ તમામ ફ્લાઈટ્સ સામાન્ય રીતે ઓપરેટ થઈ રહી છે. ઘાટીમાં ઊતરતાં પહેલાં વિમાને પહાડો વચ્ચેથી ઉડાન ભરી હતી. આ વિસ્તાર પર્વતીય માર્ગો પર ટ્રેકિંગ કરતા વિદેશી પર્વતારોહીઓ માટે પ્રખ્યાત છે. આ જ માર્ગ પર ભારતીયો અને નેપાળી યાત્રાળુઓ મુક્તિનાથ મંદિરની પણ યાત્રા કરે છે.

અન્ય સમાચારો પણ છે...