તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂઢિવાદ વિરુદ્ધ એક મહિલાની અનોખી પહેલ:યમનમાં પ્રથમ મહિલા કાફે શરૂ થયું, અહીં ફુરસદના સમયે મહિલાઓ આરામથી બેસીને પોતાનો સમય વિતાવી શકે છે

સાના5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇસ્લામિક દેશમાં મોર્નિંગ આઇકોન કાફે, અહીં તમામ કામ મહિલાઓ જ સંભાળે છે

ઇસ્લામિક દેશ યમનમાં પ્રથમ મહિલા કાફે શરૂ થયું છે. અહીં માત્ર મહિલાઓ જ આવી શકશે અને ફુરસદનો સમય વિતાવી શકશે. આ કાફે શરૂ કરનારી ઉમ ફેરાજ નામની મહિલા કહે છે કે તે પોતાના કામ દ્વારા મહિલાઓને બિઝનેસ તરફ આકર્ષી રહી છે. તે કહે છે, મહિલાઓ માટે યમનમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં તેઓ આરામથી બેસીને પોતાનો સમય વિતાવી શકે. તેણે આ કાફે યમનના રૂઢિવાદીઓ વિરુદ્ધ જઈને શરૂ કર્યું છે.

અહીંના કેટલાક લોકો તેના આ કામથી બિલકુલ ખુશ નથી. તેમને આ કામ અજીબ લાગે છે. ફેરાજ કહે છે, તેને ખબર છે કે તેના આ કામ અંગે લોકોમાં અલગ-અલગ મત છે, પણ તે પોતાની મહેનત દ્વારા સાબિત કરવા માગે છે કે એક મહિલા પણ સફળતાની સાથે બિઝનેસ કરી શકે છે. મહિલાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને કાફેમાં કર્મચારીઓ તરીકે પણ મહિલાઓને જ રાખવામાં આવે છે. આ કાફેનું નામ મોર્નિંગ આઈકોન કાફે છે. અહીંના સેન્ટ્રલ યમનના મરીબમા એ શરૂ કરાયું છે.

અહીં ઇન્ટરનેટ સરળતાથી મળે છે
કાફેમાં આવનારી એક ગ્રાહક વાદદ કે જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે. તે કહે છે કે મરીબ એવું ક્ષેત્ર છે, જ્યાં ઇન્ટરનેટ કનેક્શન નહીં, પરંતુ આ કાફેમાં ઇન્ટરનેટની સુવિધા સરળતાથી મળી જાય છે. વિદ્યાર્થિનીઓ માટે આ શ્રેષ્ઠ જગ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી યમનમાં બગડેલી પરિસ્થિતિને કારણે અહીં વારંવાર હિંસા થતી રહે છે. કોરોના અને આર્થિક તંગીને કારણે કાફેની શરૂઆત કરવી સરળ નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો