તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The First Woman Journalist To Interview A Taliban Leader Left The Country; Said Maybe One Day I Will Return Home For My Own

અફઘાનિસ્તાન:તાલિબાન નેતાનો ઇન્ટરવ્યુ લેનારી પ્રથમ મહિલા પત્રકારે છોડ્યો દેશ; કહ્યું- કદાચ કોઈ દિવસે મારાં સ્વજનો માટે વતન પરત ફરું

19 દિવસ પહેલા
ટોલો ન્યૂઝના બેહશ્તા અર્ગદ તાલિબાન પ્રવક્તાનો ઇન્ટરવ્યુ લેનારી પ્રથમ મહિલા પત્રકાર બની છે. - ફોટો: સોશિયલ મીડિયા.
  • અફઘાનિસ્તાનમાંથી અત્યારસુધીમાં લાખો લોકોએ દેશ છોડી દીધો

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવતાં જ અત્યારસુધીમાં લાખો લોકોએ દેશ છોડી દીધો છે. તેમાં પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીથી લઈને અનેક સાંસદ, મહિલાઓ અને અમેરિકાની સેનાની મદદ કરનારા લોકો પણ સામેલ છે. આ દરમિયાન તાલિબાન પોતાની છબિ રજૂ કરવા માટે સતત ઇન્ટરવ્યુ આપી રહ્યા છે, જ્યારે હકીકતમાં કંઈક અલગ જ સ્થિતિ જણાવવામાં આવી રહી છે. આ દરમિયાન તાલિબાન સાથે નજીકથી વાત કરનારી અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા પત્રકારે પોતાના જીવના જોખમ વચ્ચે દેશ છોડી દીધો છે.

તાલિબાનનું આમને-સામને ઇન્ટરવ્યુ લેનારી પ્રથમ મહિલા પ્રત્રકાર
આ મહિનાના શરૂઆતમાં ટોલો ન્યૂઝની પત્રકાર બહેશ્તા અર્ગદે ઇતિહાસ રચી દીધો હતો. તે તાલિબાનના કોઈ મોટા પ્રતિનિધિનિનું આમને-સામને ઇન્ટરવ્યુ લેનારી પ્રથમ મહિલા બની હતી. આ ઇન્ટરવ્યુની ચર્ચા સમગ્ર દુનિયામાં ફેલાઈ ગઈ હતી. ત્યારે એક પક્ષે દાવો કર્યો હતો કે તાલિબાન અફઘાની નાગરિકોની વચ્ચે પોતાની છબિ સુધારવા પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે બીજા પક્ષે તેને તાલિબાનનો પ્રોપેગેંડા જણાવ્યો હતો.

24 વર્ષીય અર્ગદે ત્યાર બાદ ટોલો ન્યૂઝ માટે યુસુફઝઇનો ઇન્ટરવ્યુ લીધો હતો. હાલના સમયમાં મહિલાઓના અધિકારો માટે કામ કરી રહેલા મલાલા 2015માં તાલિબાનના જીવલેણ હુમલામાં માંડ માંડ બચી ગઈ હતી. ત્યારે ટોલો ન્યૂઝે કહ્યું હતું કે અફઘાનિસ્તાન ટીવી પર આ મલાલાનો પ્રથમ ઇન્ટરવ્યુ છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં ઘૂસ્યા હોવા છતાં આ ઇન્ટરવ્યુ પ્રસારણ કરવાની ઘટનાને ઐતિહાસિક ગણાવી હતી.

કદાચ ક્યારેક પોતાના વતન, પોતાનાઓ માટે પરત ફરું અફઘાનિસ્તાન
જોકે અમેરિકન સેના અને બાકીના દેશોના નાગરિકોનું એરલિફ્ટ જેમ જેમ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે તેમ તેમ તાલિબાનના ત્રાસની નવી દાસ્તાન પણ સામે આવી રહી છે. અર્ગદે પણ છેલ્લા એક મહિનામાં જે હિંમત બતાવી, તાલિબાનના વધતા ડરને કારણે તેને રોકવાનો નિર્ણય લીધો અને પોતાના પરિવારની સાથે દેશ છોડી દીધો છે. તેણે આની પાછળ સામાન્ય અફઘાની લોકો અને પત્રકારો પર ઊભા થયેલા જોખમને કારણ ગણાવ્યું છે.

અર્ગદનું કહેવું છે કે તે એક દિવસ દેશ પરત ફરવા માગે છે, જો તાલિબાન પોતાના વચન મુજબ કરે છે અને પરિસ્થિતિમાં સુધારો આવે છે. મને જ્યારે લાગશે કે હું સંપૂર્ણ રીતે સલામત છું અને કોઈ જ જોખમ નથી ત્યારે હું મારા વતનમાં પરત ફરવા માગીશ અને મારા દેશવાસીઓ માટે કામ કરવા માગીશ.

'હિંમત કરીને પહોંચી ઓફિસ, અફઘાની મહિલાઓ માટે લીધું તાલિબાનનો ઇન્ટરવ્યુ'
અમેરિકન મીડિયા ગ્રુપ સીએનએન સાથેની વાતચીત દરમિયાન અર્ગદએ કહ્યું હતું કે ' મેં દેશ એટલા માટે છોડ્યો, કારણ કે કરોડો લોકોની જેમ હું પણ તાલિબાનથી ડરું છું. કાબુલ યુનિવર્સિટીથી પત્રકારનો અભ્યાસ કરનાર અર્ગદે પહેલાં અનેક ન્યૂઝ એજન્સી અને રેડિયોમાં કામ કર્યું છે. એ જ વર્ષે તેણે ટોલો ન્યૂઝ જોઇન કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે ટોલો ન્યૂઝમાં 20 દિવસ કામ કર્યા બાદ જ તાલિબાનનું શાસન આવી ગયું.

મહિલા પત્રકારે કહ્યું હતું કે 'તાલિબાનના શાસન બાદ તેના માટે તેના પ્રતિનિધિનો ઇન્ટરવ્યુ કરવો ખૂબ જ અઘરો હતો, પરંતુ મેં અફઘાની મહિલાઓ માટે એ ઇન્ટરવ્યુ લીધું. મેં મારી જાતને સમજાવી કે કોઇકે તો શરૂઆત કરવી જ પડશે... જો અમે અમારાં ઘરોમાં જ બેસી રહીશું અને ઓફિસે નહીં જઈએ, તો તેઓ કહેશે કે મહિલાઓ તો કામ કરવા જ નથી માગતી. માટે મારે કામ કરવાનું શરૂ કરવું જોઈએ. અર્ગદના જણાવ્યા મુજબ, તેણે તાલિબાનના લડવૈયાઓને કહ્યું હતું કે 'અમને અમારા અધિકાર જોઈએ. અમે કામ કરવા માગીએ છીએ. અમને અમારા સમાજમાં રહેવાનો પૂરો હક છે.'

હિંમત કરીને તમે દેશ કેમ છોડ્યો?
અફઘાનિસ્તાન છોડવાના નિર્ણય પર અર્ગદનું કહેવું છે કે તાલિબાન દ્વારા આપેલાં વચનો પાળવામાં આવ્યાં ન હતાં. દરેક પસાર થતા દિવસ સાથે, તાલિબાન દ્વારા ન્યૂઝ મીડિયાને ધમકાવવા અને પત્રકારોને નિશાન બનાવવાની નવી વિગતો બહાર આવવા લાગી. તેણે કહ્યું હતું કે મેં દેશ છોડી દીધો, કારણ કે હું તાલિબાનથી પણ ડરું છું. તેથી મલાલાનો ઇન્ટરવ્યો લીધાના બે દિવસ પછી જ કતાર એરફોર્સની ફ્લાઇટમાં તેણએ તેના પરિવાર સાથે દેશ છોડી દીધો.

અન્ય સમાચારો પણ છે...