• Gujarati News
  • International
  • The First Picture Of Mehul Choksi In Dominica Police Custody Came To Light, Published By The Antigua Newsroom

ડોમિનિકા જેલમાં મેહુલ ચોક્સી:મેહુલ ચોક્સીની પ્રથમ તસવીર સામે આવી, આંખ લાલ અને હાથ પર ઈજાના નિશાન, મારપીટનો આરોપ

રોસિયૂ/નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં રહેલા મેહુલ ચોક્સીની પ્રથમ તસવીર - Divya Bhaskar
ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં રહેલા મેહુલ ચોક્સીની પ્રથમ તસવીર

મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકાની પોલીસ કસ્ટડીમાં છે અને આ અંગેની તસવીર સામે આવી છે. એન્ટુગુઆ ન્યૂઝરૂમ દ્વારા ડોમિનિકામાં જેલમાં રહેલા ચોક્સીની તસવીર જાહેર કરવામાં આવી છે.તસવીરમાં જોઈ શકાય છે કે ચોક્સીનું શરીર ખૂબ જ ઉતરી ગયું છે, તેની આંખ પર સોજો છે અને તે લાલ થઈ ગઈ છે. હાથ પર ઈજાના નિશાન હતા, તેમણે મારપીટનો આરોપ લગાવ્યો છે. ભાગેડૂ હીરાના કારોબારી મેહુલ ચોક્સીને બને તેટલો ઝડપથી ભારતમાં પરત લાવવાના પ્રયત્નો ઝડપી બની ગયા છે. આ બધાની વચ્ચે ડોમિનિકાના ડગલસ ચાર્લ્સ એરપોર્ટ પર ભારતથી ગયેલું એક પ્રાઈવેટ જેટ નજરે પડે છે. એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને આ જાણકારી આપી છે.

હાથ પર ઈજાના નિશાન બતાવતા ચોક્સી.
હાથ પર ઈજાના નિશાન બતાવતા ચોક્સી.

આ અગાઉ ચોક્સીના વકીલે તેમની સાથે મારઝૂડ કરવામાં આવી હોવાનો તથા શરીર પર તેના નિશાન હોવાનો આરોપ લગાવ્યો હતો. ઈસ્ટર્ન કેરિબિન સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ચોક્સીના વકીલ દ્વારા દાખલ કરવામાં કેબિયસ કોરપસ અરજી પર સુનાવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે.

પોલીસ કસ્ટડીમાં મેહુલ ચોક્સી
પોલીસ કસ્ટડીમાં મેહુલ ચોક્સી

ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ પર 5492 કરોડનું દેવું

ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે. જે રકમ ખાતામાં નાખવામાં આવી છે તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે. તેમના પર ચોક્સીએ 5492 કરોડની લોન લીધી હતી. તેની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર 1447 કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે 1109 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે 4314 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

મેહુલ ચોક્સીની લીગલ ટીમ.
મેહુલ ચોક્સીની લીગલ ટીમ.