દાયકાઓના સંઘર્ષ પછી આખરે બ્રિટનમાં હિન્દુઓનું પ્રથમ પર્પસ બિલ્ડ સ્મશાનઘાટ બનાવાશે. અંતિમ સંસ્કારમાં થતા તમામ કર્મકાંડ હિન્દુ ચેરિટી સંસ્થા અનુપમ મિશને તેને સ્વાિમનારાયણ મંદિરના કિનારે બનાવવાની માગ કરી હતી. લગભગ 5 દાયકથી આ અભિયાન ચાલતું હતું. આથી, તે માત્ર બ્રિટન જ નહીં પરંતુ સમગ્ર યુરોપમાં પ્રથમ હિન્દુ સ્મશાનઘાટ હશે, જે દક્ષિણ-પૂર્વમાં બકિંઘમશાયરમાં બનશે.
અનુપમ મિશનના અનુસાર, સ્મશાન ઘાટનું નિર્માણ હિન્દુ પરંપરાઓને ધ્યાનમાં રાખીને કરાઈ રહ્યું છે.અહીં એક ડાઈનિંગ હોલ, બે વેઈટિંગ રૂમ, બે પ્રાઈવેટ રિચ્યુઅલ રૂમ, એક મોટો હોલ અને સેપરેટ કેન્ટિન પણ હશે. બ્રિટનમાં રહેતા અનેક હિન્દુઓએ ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, હિન્દુ રીત-રિવાજથી અંતિમ સંસ્કાર કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
મેનેજમેન્ટ ફીલ્ડમાં પણ સંવેદનશીલતા મહત્ત્વની
સિમ્બાયોસિસ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. આર. રમન કહે છે કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે માત્ર ટેક્નોક્રેટ બનાવ્યા છે. હવે સંવેદનશીલ બનવું પણ મેનેજમેન્ટ ફીલ્ડમાં જરૂરી બની ગયું છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.