જવાબ આપતા સમયે સૂઈ ગયો રોબોટ:બ્રિટનની સંસદમાં સંબોધન કરનારો પહેલો હ્યુમનાઇડ રોબોટ, આબેહૂબ અને આકર્ષક ચિત્ર પણ બનાવે છે

2 મહિનો પહેલા

બ્રિટન સંસદ, લોર્ડ ઓફ હાઉસને એડ્રસ કરનારી AI-DA પહેલી સ્ત્રી હ્યુમનોઇડ રોબોટ બની. AI-DAથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને લઈને હાઉસ ઓફ લોર્ડ્સ કમ્યુનિકેશન એન્ડ ડિજિટલ કમિટીના મેમ્બર્સે મંગળવારે સવાલ કર્યા.

દુનિયાનો પહેલો અલ્ટ્રા રિયલિસ્ટિક આર્ટિફિશિયલ રોબોટ AI-DA ડ્રાઇંગ, પેઇન્ટિંગ અને સ્કલ્પ્ચર બનાવવામાં માહેર છે. આ સંસદમાં ટેક્નિકલ ફોલ્ટને લઈને સવાલોનો જવાબ આપતા સમયે અચાનક એ સૂઈ ગયો, ત્યાર બાદ એની આંખો કોઈ ઝોમ્બિજની જેમ દેખાવા લાગી.

AI-DAના નિર્માતા એડન મેલરને આ રિબૂટ કરવું પડ્યું. આંખોમાં આવેલી ખામી બાદ AI-DAને ચશ્માં લગાવીને સવાલોના જવાબ આપવા પડ્યા, જેથી ચહેરો ડરામણો ન લાગે.

જવાબ આપતા સમયે AI-DA અચાનક સૂઈ ગયો. એની આંખોમાં ખામી આવી ગઈ.
જવાબ આપતા સમયે AI-DA અચાનક સૂઈ ગયો. એની આંખોમાં ખામી આવી ગઈ.

AI-DA માણસની જેમ જ દેખાતો એક મહિલા રોબોટ છે. એને 2019માં મેલરે તૈયાર કરી હતી. ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને બર્મિંગહામ યુનિવર્સિટીના Ph.D સ્ટુડન્ટ્સ અને તેમના પ્રોફેસરે રોબોટની ક્ષમતાને વિકસાવી. ત્યાર બાદ કોર્નવોલ એન્જિનિયરિંગ આર્ટ્સ એન્ડ પ્રોગ્રામને ડેવલપ કર્યો.

AI-DAનું નામ બ્રિટિશ ગણિતજ્ઞ એડા લવલેસના નામ પર રાખવામાં આવ્યું છે. AI-DA પહેલી વખત ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે ક્વીન એલિઝાબેથના 70મા જન્મદિવસ પર તેની પેઇન્ટિંગ બનાવી હતી.

AI-DAએ ક્વીન એલિઝાબેથના 70મા જન્મદિવસ પર તેમની પેઇન્ટિંગ બનાવ્યું હતું. ત્યાર બાદથી જ એ ચર્ચામાં છે.
AI-DAએ ક્વીન એલિઝાબેથના 70મા જન્મદિવસ પર તેમની પેઇન્ટિંગ બનાવ્યું હતું. ત્યાર બાદથી જ એ ચર્ચામાં છે.

આંખોમાં લાગેલા કેમેરાથી પેઇન્ટિંગ કરે છે AI-DA
AI-DAએ જણાવ્યું હતું કે એ પોતાની આંખોમાં લાગેલા કેમેરા, પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક આર્મ્સ દ્વારા કેનવાસ પર પેઇન્ટિંગ કરી શકે છે, જે ઘણી આકર્ષક હોય છે. સબ્જેક્ટિવ એક્સપિરિયન્સ ન હોવાના કારણે AI-DA પેઇન્ટિંગ બનાવવા માટે કોમ્પ્યુટર પ્રોગ્રામ એલ્ગોરિધમની મદદ લે છે.

AI-DA ઓરેન્જ ટોપની ઉપર ડેનિમ જેકેટ, ખુલ્લા હાથ અને વિગ લગાવીને બ્રિટિશ પાર્લમેન્ટ પહોંચી. એણે સંસદને ઓનલાઇન એડ્રેસ કરી.
AI-DA ઓરેન્જ ટોપની ઉપર ડેનિમ જેકેટ, ખુલ્લા હાથ અને વિગ લગાવીને બ્રિટિશ પાર્લમેન્ટ પહોંચી. એણે સંસદને ઓનલાઇન એડ્રેસ કરી.

આર્ટમાં AIની ભૂમિકા મહત્ત્વની
કોન્ફરન્સ દરમિયાન AI-DAને પૂછવામાં આવ્યું કે શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી માટે કોઈ ખતરો પેદા કરી શકે છે? આના પર એણે કહ્યું- આવનારા સમયમાં આર્ટ બનાવવામાં ટેક્નોલોજીની ભૂમિકા વધશે. હજુ પણ જે આર્ટ બની રહ્યા છે એમાં ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.

કવિતા પણ વાંચી શકે છે AI-DA
આર્ટિસ્ટિક વર્ક અંગે AI-DAએ જણાવ્યું હતું કે આર્ટ ડિફરન્ટ ફોર્મ હોઇ શકે છે. મને પેઇન્ટિંગ, ડ્રોઇંગ અને કવિતા વાંચવાનો અભ્યાસ છે. રોબોટના નિર્માતા એડન મેલરે જણાવ્યું હતું કે AI-DAની સિસ્ટમમાં પૂછવામાં આવતા સવાલ પહેલા જ ફીડ કરાઈ ચૂક્યા હતા. આર્ટિફિશયલ ઇન્ડેલિજન્સના ફિલ્ડમાં AI-DA રિવોલ્યૂશન લાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...