શિન્ઝો આબેની હત્યાનો ક્લિયર VIDEO:પહેલી ગોળી નિશાન ચૂકી ગઈ હતી, પાછળ વળીને જોતા જ બીજી ગોળી વાગતા થયું મોત

ટોક્યો3 મહિનો પહેલા
  • સૌથી મોટો સવાલ કે આરોપી હથિયાર સાથે શિન્ઝોની બરાબર પાછળ કેવી રીતે પહોંચ્યો હતો

જાપાનનાં પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કેસની તપાસ જાપાનની પ્રીમીયમ ઈન્વેસ્ટિગેશન એજન્સી NPA (નેશનલ પોલીસ એજન્સી) કરશે. જાપાનનાં ગૃહ મંત્રાલયો મોડી રાત્રે આ અંગે આદેશ જાહેર કર્યા હતા. જ્યારે, આ તરફ આબેનો પાર્થિવ દેહ રાજધાની ટોક્યો લાવવામાં આવ્યો છે, અહીં સંપુર્ણ વીધી સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બીજી તરફ શિન્ઝો આબેની હત્યાનો વધું એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હુમલાખોરના પ્રથમ ફાયરિંગમાં ગોળી મિસફાયર થઈ હતી. ત્યારબાદ જેના જ આબેએ પાછળ વળીનો જોયું ત્યારે બીજી ગોળી વાગી ગઈ હતી અને તેઓ ઢળી પડ્યા હતા. સિક્યોરિટી ગાર્ડે તરત જ હુમલાખોરને દબોચી લીધો હતો.

આ દરમિયાન, જાપાન ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે શિન્ઝોની હત્યાના આરોપમાં સ્થળ પરથી ધરપકડ કરવામાં આવેલ 42 વર્ષીય યામાગામી તેત્સુયાએ હાલમાં જ નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. તેણે થાકને કારણે નોકરી છોડવાનું જણાવ્યું હતું.

સુરક્ષામાં કોઈ બેદરકારી તો નથી થઈ
'જાપાન ટાઈમ્સ' અનુસાર, પ્રથમ તપાસ એ થશે કે પૂર્વ વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ બેદરકારી તો થઈ નહતી. આને લગતા તમામ બાબતની તપાસ એજન્સી NPA દ્વારા કરવામાં આવશે. હત્યા થયેલ સ્થળને સીક કરી દેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અમેરિકન તપાસ એજન્સીઓ પણ આ મામલે જાપાનની મદદ કરી શકે છે.

સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આરોપી હથિયાર સાથે શિન્ઝોની બરાબર પાછળ કેવી રીતે પહોંચ્યો. તે સમયે આબેની સિક્યોરિટીમાં હાજર અધિકારીઓ તેના પર નજર કેમ ન રાખી શક્યા? જો આ અધિકારીઓ એક્ટિવ હોત તો શિન્ઝોને નિશાન બનાવવામાં આવેલ આરોપીને દબાચી શક્યા હોત.

ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે નહીં
જાપાનમાં રવિવારે યોજાનારી ચૂંટણી નિર્ધારિત સમયે યોજાશે. સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રો મુજબ- એક દેશ તરીકે જો આપણે ચૂંટણી મુલતવી રાખીએ તો એનો અર્થ એ થશે કે આપણે અરાજકતા ફેલાવતા લોકો સામે ઝુકી ગયા છીએ. સરકાર હવે દરેક વ્યક્તિ અને ખાસ કરીને VVIPની સુરક્ષા પર નવેસરથી વિચાર કરશે. દરેક જરૂરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. હાઉસ ઓફ કાઉન્સેલરની ચૂંટણી મુલતવી રાખવાનો કે રદ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

એક પોલીસ અધિકારીએ કહ્યું- અમને ઘણી ગુપ્ત માહિતી મળી છે. આ વિશે કંઈપણ કહેવું તે તપાસને ગંભીર રીતે અસર થઈ શકે છે. તેથી, લોકોને તે જ કહેવામાં આવશે જે કહેવા યોગ્ય છે.

વડાપ્રધાન મોદીએ આબેના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીએ ટ્વીટમાં કહ્યું- ભારત અને આબેએ જાપાનના સંબંધો અને વૈશ્વિક ભાગીદારીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે શિન્ઝોના માનમાં 9 જુલાઈએ રાષ્ટ્રીય શોકનો દિવસ પણ જાહેર કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ આબેના નિધન પર ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીએ ટ્વીટમાં કહ્યું- ભારત અને આબેએ જાપાનના સંબંધો અને વૈશ્વિક ભાગીદારીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે શિન્ઝોના માનમાં 9 જુલાઈએ રાષ્ટ્રીય શોકનો દિવસ પણ જાહેર કર્યો હતો.

હત્યારાએ હાલમાં જ નોકરી છોડી દીધી હતી
શિન્ઝોની હત્યાનો આરોપી યામાગામી તેત્સુયા 20 વર્ષની ઉંમરે નેવીમાં જોડાયો હતો. જો કે, તે તે વીંગમાં હતો, જ્યાં તેની પાસે હથિયાર નહતું. તેણે 2005માં નોકરી છોડી દીધી હતી. તે શરૂઆતથી નારા શહેરના એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તેના પરિવાર વિશે કોઈ માહિતી નથી. તેણે હાલમાં જ એક મેન્યુફેક્ચરિંગ કંપનીમાંથી રાજીનામું આપ્યું હતુ. રાજીનામાનું કારણ થાકને દર્શાવવામાં આવ્યું હતું.

આ કંપનીના મેનેજરે જાપાન ટાઈમ્સને જણાવ્યું હતું કે, એવું ક્યારેય નથી લાગતું કે તેને રાજકારણમાં કોઈ રસ છે અથવા તે કોઈપણ નેતાને નફરત કરે છે. અમે તેને ક્યારેય રાજકારણ વિશે વાત કરતો જોયો નથી. તેણે ગ્રેજ્યુએશન ફેયરવેલ બુકમાં લખ્યું હતું- મને ખબર નથી કે ભવિષ્યમાં શું કરીશ.

અન્ય સમાચારો પણ છે...