તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • The Fire Is Moving From The Woods To The Residential Area, Just 70km From Los Angeles; People Are Migrating

કેલિફોર્નિયાથી ભાસ્કર રિપોર્ટ:જંગલોમાંથી રહેણાક વિસ્તાર તરફ આગ આગળ વધી રહી છે, લોસ એન્જલસથી માત્ર 70 કિમી દૂર; લોકો સ્થળાંતર કરી રહ્યા છે

8 દિવસ પહેલા
કેલિફોર્નિયાનાં જંગલોમાં લાગેલી આગની તસવીર.
  • અમેરિકાનાં 12 રાજ્યમાં લગભગ 100 જગ્યાએ આગ લાગી છે
  • કેલિફોર્નિયા-ઓરેગન અને વોશિંગ્ટનમાં 23 લોકોનાં મોત

સ્પેસએક્સના CEO એલન મસ્ક જણાવી રહ્યા છે કે વ્યક્તિ મંગળ પર જશે અને અહીં કેલિફોર્નિયાના આકાશનો રંગ મંગળની જેમ બદલાઈ રહ્યો છે. કેલિફોર્નિયાનાં જંગલોમાં દર વર્ષે આ ઋતુમાં આગ લાગે છે, પરંતુ આ વખતે એ ભયાનક લાગી રહી છે. જંગલોમાંથી હવે આ આગ રહેણાક વિસ્તાર તરફ આગળ વધી રહી છે. દર વખતે આ આગ લોસ એન્જલસથી 500થી 700 કિમી દૂર રહે છે, પરંતુ આ વખતે એ માત્ર 70 કિમી દૂર છે. આગને કારણે અહીંની હવા ખૂબ ખરાબ થઈ ગઈ છે.

12 રાજ્યની લગભગ 100 જગ્યાએ આગ
અમેરિકાના પશ્ચિમ ભાગનાં 12 રાજ્યમાં લગભગ 100 જગ્યાએ આગ લાગી છે. કેલિફોર્નિયા, ઓરેગન પછી વોશિંગ્ટનમાં પણ એની અસર વધી રહી છે. અત્યારસુધીમાં 23 લોકોનાં મોત થયાં છે અને ઘણા લોકો ગુમ થયા છે. ઓરેગનમાં હજારો લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે.

કેલિફોર્નિયામાં બે દિવસમાં 10 મૃતદેહો મળ્યા
કેલિફોર્નિયામાં આગથી મરનારા લોકોની સંખ્યા વધી રહી છે. અહીં બે દિવસમાં 10 મૃતદેહો મળ્યા છે. કેલિફોર્નિયામાં 16 લોકો લાપતા છે. આગની સૌપ્રથમ શરૂઆત કેલિફોર્નિયાથી થઈ હતી. 18 ઓગસ્ટના રોજ આગની ઘટના સામે આવી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો