10 તસ્વીરોમાં મિશન ઇન્સ્પિરેશન 4:ફાલ્કન રોકેટે લગાવી છલાંગ અને અંતરિક્ષની યાત્રા પર નીકળ્યા 4 સામાન્ય લોકો

ફ્લોરિડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતરિક્ષ રિસર્ચની દુનિયામાં એક ક્રાંતિકારી પગલું
  • પ્રથમ વખત સામાન્ય લોકો અંતરિક્ષની યાત્રાએ ગયા

પોતાના ઘરના ધાબા પરથી આકાશના તારાને નિહાળતા દરેક વિચારે છે કે અંતરિક્ષ કેટલું મોટું છે. ત્યાં જવાથી કેવું લાગતું હશે, ત્યાં ગુરુત્વાકર્ષણ વગર કેવું લાગશે? અત્યાર સુધી આ પ્રશ્નોના જવાબો માત્ર અવકાશયાત્રીઓ જ મેળવી શક્યા હતા, પરંતુ આજે અંતરિક્ષ રિસર્ચની દુનિયામાં એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે.

પ્રથમ વખત અંતરિક્ષની યાત્રાએ એસ્ટ્રોનોટ નહીં, પરંતુ સામાન્ય લોકો અંતરિક્ષની યાત્રાએ ગયા છે. અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની સ્પેસએક્સએ ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ રિસર્ચ સેન્ટરથી ફાલ્કન -9 રોકેટ લોન્ચ કર્યું. ડ્રેગન કેપ્સ્યુલ લોન્ચ થયાના થોડા જ સમયમાં તેનાથી અલગ થઈ ગયું. આ કેપ્સ્યુલ 357 માઇલ એટલે કે લગભગ 575 કિલોમીટરની ઉંચાઇએ ત્રણ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે.

આ ઐતિહાસિક ક્ષણ જોવા માટે ઘણા લોકો ભેગા થયા હતા. રોકેટ લોન્ચનો નજારો એવો હતો કે જેણે તેને જોયો તેની આંખો ખુલ્લી રહી. અમે તમારા માટે આ લોન્ચની 10 એવી પ્રેરણાદાયક અને સુંદર તસવીર લાવ્યા છીએ.

ફ્લોરિડાના કેનેડી સ્પેસ રિસર્ચ સેન્ટરમાં અભિવાદનનો જવાબ આપતા ક્રૂ. આ ચાર સામાન્ય લોકો અંતરિક્ષમાં ગયા છે.

સ્પેસએક્સની આ ઐતિહાસિક ઉડાનને રેકોર્ડ કરવા માટે કેમેરા સાથે ઉભા લોકો.

મિશનના સભ્યોને અલગ-અલગ હ્યુમન વેલ્યૂ આપવામાં આવી છે. જેણે લીડરશિપ, હોપ, ઇન્સ્પિરેશન અને પ્રોસ્પેરિટી.

પૃથ્વીની કક્ષામાં જનાર આ પ્રથમ નોન-પ્રોફેશનલ અવકાશયાત્રી ક્રૂ છે. આ મિશનના ચારેય સભ્યો અગાઉ ક્યારેય અંતરિક્ષમાં ગયા નથી.

આ સ્પેસક્રાફ્ટમાં બે પ્રશિક્ષિત પાયલટ છે, પરંતુ અવકાશયાનના સંચાલનમાં તેમની કોઈ ભૂમિકા નથી.

હેલી એક કેન્સર સર્વાઈવર છે. 29 વર્ષીય હેલી અવકાશમાં જનાર સૌથી નાની વયની યુવા અમેરિકન નાગરિક છે.

આ કેપ્સૂલ 357 માઇલ એટલે કે લગભગ 575 કિલોમીટરની ઉંચાઇએ ત્રણ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કરશે.

અમેરિકાના સમય અનુસાર 15 સપ્ટેમ્બરની સવારે પેડ 39A પર લોન્ચ કરવા માટે ઉભેલું સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ.

સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ પર લોન્ચ કરવામાં આવેલ ઇંપિરેશન 4 ક્રૂનો લોંગ એક્સપોજર શૉટ.

આ લોન્ચ ઘણા લોકોના ઘર ઉપરથી આવું દેખાયું હતું. 2009 બાદ પ્રથમ વખત માણસ આટલી ઊંચાઈ પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...