તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Epidemic In Britain Will End By August, With Everyone Receiving The First Dose Of The Vaccine By The End Of July.

કોરોના સામે લડાઈ:બ્રિટનમાં ઓગસ્ટ સુધીમાં સમાપ્ત થઇ જશે મહામારી, જુલાઈના અંત સુધીમાં દરેકને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ જશે

લંડન3 મહિનો પહેલા
નિષ્ણાતોએ દાવો કર્યો છે કે ઓગસ્ટ સુધીમાં બ્રિટનમાં કોઈ પણ નવા વાયરસનો ફેલાવો અટકી જશે.
  • ઝડપી વેક્સિનેશન દ્વારા બ્રિટને કોરોના પર કાબૂ મેળવ્યો
  • જુલાઈના અંત સુધીમાં બ્રિટનમાં તમામ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો હશે

કોરોના વાયરસની નાબૂદી વિશે બ્રિટનથી ટૂંક સમયમાં સારા સમાચાર આવી શકે છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે ઓગસ્ટ સુધીમાં બ્રિટનમાં કોઈ પણ નવા વાયરસના ફેલાવાનું સમાપ્ત થઈ જશે. જો કે બ્રિટિશ સરકાર વેક્સિનનો બૂસ્ટર શોટ શોધી રહી છે. આ શોટ્સ આ વર્ષે સૌથી વધુ જોખમ ધરાવતા લોકોને આપવામાં આવશે. દેશને B.1.1.67વેરિએન્ટથી ખૂબ અસર થઈ હતી.

સરકારની વેક્સિન ટાસ્કફોર્સના વડા ક્લાઇવ ડિક્સે દાવો કર્યો છે કે ઓગસ્ટ સુધીમાં બ્રિટનમાં નવો કોરોના વાયરસનો ફેલાવો અટકી જશે. તેઓએ કહ્યું કે 'ઓગસ્ટમાં અમાટે ત્યાં કોઈપણ જે ફેલાનાર વાયરસ રહેશે નહીં.' તેમણે એમ પણ માહિતી આપી છે કે વેક્સિન બૂસ્ટર કાર્યક્રમ 2022ની શરૂઆતમાં મોકૂફ કરવામા આવી શકાય છે.

ડીક્સે એવી સંભાવના વ્યક્ત કરી છે કે જુલાઈના અંત સુધીમાં બ્રિટનમાં તમામ લોકોને ઓછામાં ઓછો વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો હશે. તેમણે કહ્યું કે ત્યાં સુધીમાં "અમે વાયરસના બધા જ સ્ટ્રેનથી લોકોને સુરક્ષિત કરી લઈશું". વિશેષ બાબત એ છે કે વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવવા મુદ્દે બ્રિટન બીજો સૌથી ઝડપી દેશ છે. અહીં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે.

વર્લ્ડમીટરના ડેટા અનુસાર દેશમાં કોરોના વાયરસના કુલ 44 લાખ 31 હજાર 43 દર્દીઓ મળી આવ્યા છે. તેમાંથી 1 લાખ 27 હજાર 598 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જો કે, અત્યાર સુધી 42 લાખ 42 હજાર 192 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.

ચીનની વેક્સિન લગાવનાર યુએઇમાં વધી રહ્યા કેસ
યુએઈમાં ચીન દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન મહામારીને કાબૂમાં કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. યુએઈમાં આ વેક્સિનનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશના અડધાથી વધુ પુખ્ત વયના લોકોને ચીનની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, તેમ છતાં નવા કેસો ગયા વર્ષની જેમ વધી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી અહીં બે હજાર દર્દીઓ મળી રહ્યાં છે. દુબઇમાં સંક્રમણના કારણે સ્થિતિ કથળી રહી છે, કારણ કે અહીં વેક્સિનેશન પછી લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી હતી. પરંતુ ચીનની વેક્સિનના કારણે પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે.