તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઈરસ મહામારીમાં લોકોએ ઘણું બધું ગુમાવ્યું છે. વાઈરસના સંક્રમણને રોકવા લોકોએ હાથ મિલાવવાનું, ગળે મળવાનું, પાલતુ પશુઓને પ્રેમ કરવાનું પણ ભૂલી ગયા હતા. અનેક વિશેષજ્ઞો માનવીય અસ્તિત્વ માટે સ્પર્શને જરૂરી માને છે. મિયામી યુનિવર્સિટીમાં ટચ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર ટિફેની ફીલ્ડ કહે છે, ભોજન અને પાણીની જેમ માનવ અસ્તિત્વ માટે સ્પર્શ પણ જરૂરી છે.
સ્પર્શની અસર નાની વયથી જ શરૂ થઈ જાય છે. 2016માં એક વૈજ્ઞાનિક સમીક્ષામાં જોવા મળ્યું કે, જન્મ પછી તરત જ માતાના શારીરિક સંપર્કમાં રહેનારા બાળકોને માતાનું દૂધ પીવડાવવામાં એ બાળકોની સરખામણીમાં સરળતા રહી, જેમનો પોતાની માતાની ત્વચા સાથે સંપર્ક થયો ન હતો. કેટલાક કલાક પછી તેમના હૃદય અને ફેફસાંની સ્થિતિ પણ સુધરી હતી. સ્પર્શથી એચઆઈવી અને કેન્સરના દર્દીઓમાં એવી કોશિકાઓની સંખ્યા વધી ગઈ, જે નુકસાનકારક કોશિકાનો નાશ કરે છે.
મહામારીએ લોકોને સ્પર્શના અભાવનો અનુભવ કરાવ્યો છે. ગયા વર્ષે એપ્રિલમાં 260 અમેરિકનો પર થયેલા સરવેમાં 60% લોકોએ જણાવ્યું કે, તેઓ શારીરિક સંપર્ક માટે આતુર હતા. જાપાનમાં મહામારીથી પહેલા જાપાન ટચ કાઉન્સેલિંગ એસોસિએશનના ફાઉન્ડર દેગુચી નોરિકો નવી માતાઓ, નર્સો અને નર્સરીનાં શિક્ષકોને બાળકોના હાથ પકડવા, છાતી સરસા ચાંપવા અને થપથપાવવાનું સુચન કરતા હતા. મહામારી દરમિયાન તેની વાગ વધી ગઈ છે.
અમેરિકામાં મિડિલોન ગુઈનાજો અને એડમ લિપિને 2015માં કડલિસ્ટ નામની કંપની બનાવી છે. જે ગળે લગાવનારા થેરપિસ્ટને ટ્રેનિંગ આપે છે. કંપનીના થેરપિસ્ટ દુનિયાભરમાં 50 હજાર લોકોનાં સંપર્કમાં કહે છે. ગુઈનાજો કહે છે કે, મહામારીએ લોકોને પ્રત્યક્ષ શારીરિક સંપર્કનું મહત્ત્વ સમજાવી દીધું છે. ચીનમાં ફેબ્રુઆરી, 2020માં મસાજ ખુરશીનું વેચાણ 2019ના આ સમયગાળાની સરખામણીએ 436% વધી ગયું છે. બીજી એક કંપની ક્યૂટ સર્કિટે શર્ટમાં સેન્સર લગાવ્યા છે. કંપનીનો દાવો છે કે, તે બ્લ્યૂટૂથ ટેક્નોલોજી દ્વારા લોકોને કોઈને ગળે લગાવવાનો અનુભવ કરાવે છે. ગયા વર્ષે એપ્રિલ અને ડિસેમ્બર વચ્ચે તેના ઓનલાઈન કારોબારમાં 238%નો વધારો નોંધાયો છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.