તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Epidemic Became A Boon For This Russian Village, Covering 1700 Km. People Moved Away, Land Prices Doubled

ભાસ્કર ખાસ:રશિયાના આ ગામ માટે મહામારી વરદાન બની, 1700 કિ.મી. દૂર આવીને લોકો વસ્યા, જમીનના ભાવ બમણા

મોસ્કો20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાસન્યા પોલ્યાના ગામમાં 20 કેફે, રેસ્ટોરન્ટ, એક પબ અને એક બાર...

રશિયામાં બ્લેક સી નજીક વસેલું ક્રાસન્ય પોલન્યા ગામ કોઈ ચિત્રકારે દોરેલા ચિત્ર જેવી સુંદરતા ધરાવે છે. તેના નામનો અર્થ છે, ઘાસના લાલ મેદાન. અહીં ઘાસના મેદાન તો નથી, પરંતુ ફક્ત પાંચ ગલી ધરાવતું આ ગામ ચારેય તરફ હર્યાભર્યા લીલા પહાડોથી ઘેરાયેલું છે.

સ્વચ્છ હવા, સુંદર આકાશ અને શાંતિ અહીંની ઓળખ છે. આ બધું અહીંથી 1700 કિ.મી. દૂર આવેલી રશિયાની રાજધાની મોસ્કોના લોકોને નસીબ નથી. આ ગામની વસતી ફક્ત પાંચ હજાર છે. રશિયાના મોટા ભાગના ગામમાં સરેરાશ આટલી જ વસતી હોય છે, પરંતુ રશિયાના કોઈ નાનકડા ગામમાં 20 કેફે, રેસ્ટોરન્ટ, એક પબ અને એક બાર હોય, તે સામાન્ય વાત નથી. હા, આ ગામની આ પણ એક ઓળખ છે. અહીં જોરદાર સ્પીડ સાથેનું વાઈફાઈ પણ છે.

મહામારી પહેલા પણ અહીં કેટલીક રેસ્ટોરન્ટ હતી, જે સ્કિઈંગ માટે આવનારા પર્યટકોના ભરોસે ચાલતી. જોકે, મહામારીના કારણે અહીં આવનારા લોકોનું નસીબ ચમકી ગયું અને હવે અહીં આખું વર્ષ આટલા બધા કેફે-રેસ્ટોરન્ટ ખુલ્લા રહે છે.

બીજું ઘર ખરીદવાનું ચલણ પણ વધ્યું
મહામારીને પગલે રશિયામાં બીજું ઘર ખરીદવાનું ચલણ પણ વધ્યું છે. તેની અસર પ્રોપર્ટીની કિંમતો પર પણ પડી છે. રશિયામાં 100 ચો.મી.આધારે જમીનનો ભાવ નક્કી થાય છે, જેને સોત્કી કહે છે. ક્રાસન્યા પોલ્યાનામાં એક સોત્કી જમીનની કિંમત 20 લાખ રુબલ્સ (આશરે રૂ. 20 લાખ)થી વધીને 50 લાખ રુબલ્સ થઈ ગઈ છે.

પર્યટકો કામ કરી શકે માટે ગામમાં સાર્વજનિક ઓફિસ શરૂ કરાઈ
ગત ઓક્ટો.માં ગામમાં જાહેર ઓફિસ પણ શરૂ કરાઈ. અહીં બેસીને પર્યટકો કમ્પ્યુટર પર પોતાનું કામ કરી શકે છે. ખાસ કરીને આઈટી, સ્ટાર્ટઅપ નિષ્ણાતો તેનો ઉપયોગ કરે છે. આ કો-વર્કિંગ સ્પેસના મેનેજર ઈલ્યા કહે છે, ગામથી એરપોર્ટ 40 કિ.મી. દૂર છે. મોસ્કોથી અહીં બે કલાકમાં ફ્લાઈટમાં પહોંચી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...