તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિફ્ટિંગ:ટ્રક પર આખી હવેલી શિફ્ટ કરાઈ, 3 કરોડનો થયો ખર્ચ; જુઓ અદ્ભુત તસવીરો

7 દિવસ પહેલા

કોઈના ઘર કે બનાવવામાં આવેલી હવેલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી શકાય છે? આવા સવાલની સામે એવો જ સવાલ સાંભળવા મળે કે, એ કેવી રીતે શક્ય છે? વ્યક્તિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ શકે છે, પરંતુ ઘર કેવી રીતે શિફ્ટ થઈ શકે. પરંતુ આ એકદમ સાચી વાત છે. સૈનફ્રાન્સિસકોમાં 5000 સ્ક્વેરફૂટમાં બનાવવામાં આવેલી હવેલીને ટ્રકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી છે.

આ મોટી હવેલીને શિફ્ટ કરવાની કવાયત પર જેની પણ નજર પડી તે આ દ્રશ્ય જોઈને અવાક થઈ ગયા હતા. એક મોટી ટ્રકમાં હવેલીને ચડાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી છે. 139 વર્ષ જૂની આ બે માળની ઈમારતમાં 6 બેડરુમ છે. આ હવેલી સૈનફ્રાન્સિસ્કોના ફ્રેન્કલિન સ્ટ્રીટથી ઉપાડીને નવી જગ્યાએ લઈ જવામાં આવી રહી છે.

આ ઈમારતને શિફ્ટ કરવા માટે 15 અલગ અલગ એજન્સીઓ પાસેથી મંજૂરી લેવામાં આવી હતી. ત્યારપછી 1.61 કિલોમીટરની સ્પીડથી આ ટ્રક ચાલી હતી અને ઈમારતને તેની યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવી છે. આ હવેલીને શિફ્ટ કરવા માટેનો ખર્ચ પણ આશ્ચર્યજનક છે. ઈમારતને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો ખર્ચ 2.9 કરોડ થયો છે અને તેમાં અંદાજે 6 કલાકનો સમય થયો હતો.

હવેલીની ઉંચાઈ એટલી વધારે હતી કે રસ્તા પર ઘણાં ઝાડની ડાળીઓ કાપવામાં આવી હતી. એટલું જ નહીં રસ્તામાં હવેલી શિફ્ટિંગના કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ પણ થયો હતો અને હજારો લોકો રસ્તા ઉપર આ દ્રશ્ય જોવા માટે ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો