પાકિસ્તાનના સિંધ પ્રાંતની એક સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી હિન્દુ મહિલા સાથે ક્રૂરતાનો મામલો સામે આવ્યો છે. અહીં ડોક્ટરના અભાવે બિનઅનુભવી કર્મચારીએ મહિલાની સિઝેરિયન ડિલિવરી કરી રહ્યો હતો. તેનાથી બાળકનું માથું કપાઈને ધડથી અલગ થઈ ગયું હતું. એટલું જ નહીં, તેણે બાળકને પેટમાં જ છોડી દીધું હતું, જેના કારણે મહિલાનો જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.
લિયાકત યુનિવર્સિટી ઓફ મેડિકલ એન્ડ હેલ્થ સાયન્સ (LUMHS)ના ગાયનેકોલોજી વિભાગના વડા પ્રોફેસર રાહીલ સિકંદરે જણાવ્યું હતું કે સિંધ સરકારે એક મેડિકલ બોર્ડની રચના કરી છે અને આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.
રાહીલે એ પણ જણાવ્યું કે મહિલાની ઉંમર 32 વર્ષ છે. તે થરપારકર જિલ્લાના છેવાડાના વિસ્તારની રહેવાસી છે. તે રવિવારે ડિલિવરી માટે રૂરલ હેલ્થ સેન્ટર (RHC) પહોંચી હતી. ઘટના બાદ તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ અહીં પણ તેની સારવાર કરવામાં આવી ન હતી.
આ રીતે મહિલાનો જીવ બચી ગયો
રાહીલે જમાવ્યું હતુ કે બાદમાં મહિલાના પરિવારજનો તેને LUMHS લઈ આવ્યા હતા, જ્યાં બાળકના બાકીના શરીરને માતાનાં ગર્ભમાંથી બહાર કાઢવામાં આવ્યું હતુ, જેથી મહિલાનો જીવ બચી ગયો હતો. સિકંદરે જમાવ્યું હતુ કે બાળકનું માથું અંદર ફસાઈ ગયું હતુ અને માતાનું ગર્ભાશય ફાટી ગયું હતું. તેમણે મહિલાનો જીવ બચાવવા માટે ઓપરેશન કરવું પડ્યું હતુ.
સ્ટાફે મહિલાનો વીડિયો પણ બનાવ્યો હતો
જણાવવામાં આવ્યુ હતું કે ગામની હોસ્પિટલનાં સ્ટાફના કેટલાક કર્મચારીઓએ પીડિત મહિલાનો સ્ટ્રેચર પર સુવડાવેલો વીડ્યો પણ બનાવ્યો હતો અને તેને જુદા- જુદા વ્હોટ્સએપ ગ્રુપમાં શેર પણ કર્યો હતો. તે બાબતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આવું કેમ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.