• Gujarati News
  • International
  • The Echoes Of The Cries Of People Buried Under The Rubble Are Heard Everywhere, People Lost Their Lives In Their Sleep.

તુર્કિયે-સિરિયામાં પત્તાંની જેમ ઈમારતો પડી, PHOTOS:કાટમાળ નીચે દબાયેલા લોકોની બૂમના પડઘા ચારેબાજુ સંભળાઈ રહ્યા છે, ઊંઘમાં જ લોકોએ જીવ ગુમાવ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તુર્કિયેમાં સોમવારે સવારે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધી 1300 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. તુર્કિયે સિવાય સીરિયા, લેબનાન અને ઈઝરાયલમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઘટના ઘટી તે સમયે લોકો સૂતા જ હતા. ત્યાર પછી 66 આફ્ટરશોક આવ્યા. ઈમારતો પત્તાંની જેમ તૂટી પડી. કાટમાળ રસ્તા પર પડતાં તેની ચપેટમાં ઘણી ગાડીઓ દબાઈ ગઈ.

ઘણા લોકો નસીબદાર હતા જેમને ભૂકંપ દરમિયાન બિલ્ડિંગમાંથી ભાગી નીકળવાની તક મળી. આ ચાર દેશોમાં ભૂકંપની તબાહી પછી રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે.

12 તસવીરોમાં જુઓ ભૂકંપ દરમિયાન અને તેના પછીની પરિસ્થિતિ...

તુર્કિયેમાં ભૂકંપ કેટલો ભયાનક હતો તેનો અંદાજ આ તસવીરમાંથી લગાવી શકાય છે. આખી ઈમારત ભૂકંપનો ઝટકો લાગતાં પડી ગઈ હતી.

સીરિયામાં ભૂકંપના ઝટકા પછી કાટમાળમાંથી એક બાળકને બચાવતો રેસ્ક્યુ વર્કર.

મીડિયા રિપોર્ટ અનુસાર મોટી સંખ્યામાં લોકો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા છે.

હતે એરપોર્ટનો એકમાત્ર રન-વે ભૂકંપથી નષ્ટ થઈ ગયો. આ સાઈટના માલિકનું કહેવું છે કે હવે તે વાપરવાલાયક નથી રહ્યો.

તુર્કિયેના મારાસમાં આવેલા ભૂકંપના કારણે હેતે કિરીખાન ટોપબોગાજીમાં ગેસની પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આ વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હતી.

તુર્કિયેના દિયારબાકીરમાં કાટમાળમાંથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે. બચાવકર્મીઓ અને સ્વયંસેવકો કાટમાળમાં પ્રવેશીને લોકોને શોધી રહ્યા છે.

સીરિયન સિવિલ ડિફેન્સના સભ્યએ તુર્કિયેના સરહદી શહેર એજાઝમાં કાટમાળના ઢગલામાંથી એક વ્યક્તિને બચાવી.

સીરિયન પ્રાંત ઇદલિબના ડાના શહેરમાં બચાવ કાર્યકરો કાટમાળમાંથી એક બાળકને લઈ જાય છે. આ વિસ્તાર પર બળવાખોરોનો કબજો છે.

સીરિયાના ઈદલિબ પ્રાંતમાં બાબ-અલ-હવા હોસ્પિટલમાં સારવારની રાહ જોતી એક વ્યક્તિ અને બાળક.

આ ભૂકંપમાં તુર્કિયેના માલત્યાની યેની મસ્જિદ પણ ધ્વસ્ત થઈ ગઈ છે.

ઈમર્જન્સી કામદારો તુર્કીના દિયારબાકીરમાં ઘાયલ વ્યક્તિને એમ્બ્યુલન્સમાં લઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...