તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ન્યૂજર્સીના ઓવરલૂક મેડિકલ સેન્ટરના એનેસ્થેટિક્સ ડૉ. મનોજ શહાણેના જણાવ્યા અનુસાર અમેરિકાની હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે. ઘણા લોકો સ્વસ્થ થઇને ઘરે પાછા ફરી રહ્યા છે પણ નજર સામે કોઇ યુવા દર્દીનું મોત થાય ત્યારે હૃદય દ્રવી ઊઠે છે. હોસ્પિટલની પાછળ મૃતદેહો લઇ જવા મોટા ટ્રોલી ટ્રક રખાયા છે. દર્દીને તે બાજુ ન લઇ જવો પડે અને ગમે તેમ કરીને હોસ્પિટલના મેઇન ગેટ પરથી ઘરે જાય તેવા પ્રયાસ કરીએ છીએ. મોતની ગણતરીની મિનિટો અગાઉ દર્દીની પરિવારજનો સાથે વીડિયો કૉલથી વાત કરાવીએ છીએ. એક કેસ હજુ ભૂલ્યા ન હોઇએ ત્યાં બીજો સામે આવી જાય છે. ગયા અઠવાડિયે 31 વર્ષના એક યુવકના મોત પહેલા તેની પત્ની અને દોઢ વર્ષના બાળક સાથે વીડિયો કૉલથી વાત કરાવી હતી. તે દ્રશ્ય ભૂલી જ નથી શકતો. ગંભીર ન હોય તેવા દર્દીઓ પુસ્તકો વાંચે છે, ટેબ પર ગેમ્સ રમે છે. કેટલાક સુડોકૂ પણ રમે છે.
મોઢામાંથી લાળ લઇને આરટી-પીસીઆર ટેસ્ટ કરી શકાશે
માર્ચના પ્રથમ અઠવાડિયામાં અમેરિકાએ કોરોનાને કમ્યૂનિટી ટ્રાન્સમિશન માની લીધું હતું. અહીં વધુ સંક્રમણનું કારણ લૉકડાઉનમાં વિલંબ છે. ઓછી ઉંમરના લોકોમાં મોતનું મુખ્ય કારણ સ્થૂળતા છે. અમેરિકાએ હવે એવી ટેક્નિક ડેવલપ કરી લીધી છે કે જેમાં મોઢામાંથી લાળ લઇને આરટી-પીસીઆર ટેસ્ટ કરી શકાશે. એફડીએએ તેની મંજૂરી આપી દીધી છે. હવે જે કોઇ શંકાસ્પદ વ્યક્તિ કોરોના ટેસ્ટ કરાવવા ઇચ્છતી હશે તે ઘરેથી જ નાની જારમાં લઇ જઇને લેબમાં આપી શકશે. અત્યાર સુધી નાક કે ગળાના અંદરના ભાગેથી સ્વાબ લઇને ટેસ્ટ થતો હતો. તે દરમિયાન ખાંસી પણ આવી શકે છે, જેનાથી આસપાસ સંક્રમણ ફેલાવાનું જોખમ રહે છે. અમેરિકામાં હવે કોઇ પણ વ્યક્તિ ટેસ્ટ કરાવી શકે છે. ઉદ્યોગપતિઓ અને કંપનીઓ તરફથી દેશમાં મોટી સંખ્યામાં પીપીઇ કિટ અને વેન્ટિલેટર દાનમાં મળ્યા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.