તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇઝરાયલમાં નવી સરકાર:12 વર્ષ બાદ બેન્જામિન નેતન્યાહુની વિદાય; કટ્ટરપંથી નફ્તાલી બેનેટ બન્યા વડાપ્રધાન

તેલ અવીવ3 મહિનો પહેલા
  • નફ્તાલી બેનેટે ઇઝરાયલના નવા વડાપ્રધાન બન્યા
  • નેતન્યાહુને હજી પણ સત્તા વાપસી કરવાની તક મળી શકે છે

ઇઝરાયલમાં 12 વર્ષ બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સરકારની વિદાય થઈ ગઈ છે. વિપક્ષના નેતા અને ગઠબંધન પાર્ટીઓના ઉમેદવાર નફ્તાલી બેનેટે ઇઝરાયલના નવા વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કર્યા છે. નવી સરકારના શપથ લેતાની સાથે જ છેલ્લા 2 વર્ષમાં 4 વખત ચૂંટણી થયા બાદ સર્જાયેલ રાજકીય સંકટનું પણ સમાધાન થઈ ગયું છે.

સંસદમાં ભારે હોબાળો અને સૂત્રોચ્ચાર થયા હતા
ઇઝરાયલની સંસદ 'નેસેટ'માં ભારે હોબાળો થયો હતો. સત્ર શરૂ થતાં જ નિયુક્ત પીએમ નફ્તાલી બેનેટ સાથે ધક્કા-મુક્કી થઈ હતી. બેનેટે જ્યારે તેમનું ભાષણ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને અન્ય નેતાઓ દ્વારા વારંવાર પરેશાન કરવામાં આવ્યા હતા. ભાષણ દરમિયાન વિરોધી નેતાઓએ બેનેટ સામે હોબાળો કરવાનું ચાલુ જ રાખ્યું હતુ અને તેમના માટે આરોપી અને ખોટા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. જ્યારે, નવી સરકારમાં સાથી પાર્ટીના નેતા લેપિડે યો પોતાનું ભાષણ જ છોડી દીધું હતુ. તેમણે ધક્કા-મુક્કી કરવાની આ ઘટનાને લોકતંત્રને શરમજનક કરવાની ઘટના ગણાવી હતી.

નફ્તાલી બેનેટ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો
બીજી તરફ સંસદમાં બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે હું અહીં ઇઝરાયલવાસીઓ વતી ઉભો છું, જેમણે મારા નેતૃત્વ હેઠળ લિકુડ (Likud) પાર્ટીને મત આપ્યો અને અન્ય લાખો ઇઝરાયલીઓએ દક્ષિણપંથી પક્ષોને મત આપ્યો. નેતન્યાહુ કહે છે, "મારા પ્રિય દેશ માટે દિવસ-રાત કામ કરવું મારા માટે સન્માનની વાત હતી."બેનેટના ભાષણથી વિપરીત, નેતન્યાહૂની ટિપ્પણી દરમિયાન વાતાવરણ મોટે ભાગે શાંત રહ્યું હતું. જણાવી દઈએ કે ઇઝરાયલમાં એક નાની અલ્ટ્રાનેશનલિસ્ટ પાર્ટીના પ્રમુખ નફ્તાલી બેનેટ વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે.

શાસક ગઠબંધનનાં આઠ નાના-નાના પક્ષોએ નેતન્યાહુનો વિરોધ કરવા અને નવી ચૂંટણીઓ યોજવા માટે એકજુથ થયા છે, પરંતુ આ પક્ષો બહુ ઓછા મુદ્દાઓ પર સંમત છે. જ્યારે, ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા નેતન્યાહુ આજે પણ સંસદમાં સૌથી મોટા પક્ષના અધ્યક્ષ તરીકે બની રહ્યા છે.

નેતન્યાહુ હજી પણ શક્તિશાળી
કહેવામા આવી રહ્યું છે કે તેઓ નવી સરકારની ભારે વિરોધ કરશે. એવામાં સત્તાધારી ગઠબંધનમાં સામેલ જો એક પણ પાર્ટી પાછીપાની કરે છે તો નવી સરકાર પોતાનો બહુમત ગુમાવી દેશે અને સરકાર પડવાનું જોખમ ઉભુ થશે. જો આવું થયું તો નેતન્યાહુને સત્તા વાપસી કરવાની તક મળી શકે છે. ઇઝરાયલની સંસદ 'નેસેટ' માં 120 સભ્ય છે. એવામાં ઓછામાં ઓછા 61 મતોના બહુમતથી સરકાર બની જશે.

જો વાત નેતન્યાહુની કરીએ તો તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે પોતાના સારા સંબંધોનો દાવો કરતાં પોતાને એક વિશ્વ સ્તરીય રાજનેતા તરીકે ગણાવ્યા છે. તેમણે અરબ અને આફ્રીકી દેશો સાથે પણ સારા સંબંધ બનાવ્યા છે, જેમણે લાંબા સમયથી પેલેસ્ટાઇન સામે પોતાની નીતિઓ પર ઇઝરાયલને દૂર રાખ્યું હતું. પરંતુ તેમને જો બાઈડેન તરફથી એક ખૂબ જ શાંત સ્વાગત મળ્યું છે.

મહિલા સાંસદે સ્ટ્રેચર પર આવીને મતદાન કર્યું
લેબર પાર્ટીના સાંસદ એમિલી મોએતી કરોડરજ્જુની ઇજાથી પરેશાન છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંથી તેમને એમ્બ્યુલન્સ દ્વારા સંસદમાં લાવવામાં આવ્યા હતા. તેમણે સ્ટ્રેચર પર જ સૂતા સૂતા મત આપ્યો હતો. સંસદના અધિકારીઓ મદદ માટે હાજર હતા. એમિલીએ ગઠબંધન સરકારની તરફેણમાં મત આપ્યો. એમિલીની ઈજા ગંભીર છે અને તે ઉભા રહી શકવાની સ્થિતિમાં પણ નથી.

લેબર પાર્ટીના સાંસદ એમિલી મોએતીએ સ્ટ્રેચર પર સૂતા-સૂતા જ મતદાન કર્યું હતું.
લેબર પાર્ટીના સાંસદ એમિલી મોએતીએ સ્ટ્રેચર પર સૂતા-સૂતા જ મતદાન કર્યું હતું.

ગઠબંધનમાં એક પછી એક બે વડાપ્રધાન રહેશે
યામિના પાર્ટીના બેનેટ સપ્ટેમ્બર 2023 સુધી વડાપ્રધાન રહેશે. ત્યારબાદ તેઓ આ પદ યેર લેપિડને સોંપશે. આ ગઠબંધનની શરતોમાં શામેલ છે. નેતન્યાહુ તેને સત્તા માટેનો સોદો જણાવી રહ્યા છે. પરંતુ, તેની સામે પણ ભ્રષ્ટાચારના કેસ ચાલી રહ્યા છે. જો કે, તેઓ ખુલ્લેઆમ આરોપ લગાવી રહ્યા છે કે આ ગઠબંધન સરકાર થોડા મહિના પણ ટકી શકશે નહીં.

સરકાર કેમ બદલાઈ
બે વર્ષમાં ચાર ચૂંટણી બાદ કોઈપણ પાર્ટીને પોતાના બળે સ્પષ્ટ બહુમત મળ્યો નથી. સંસદમાં કુલ 120 બેઠકો છે. બહુમત માટે 61 સાંસદ જોઈએ. પરંતુ, મળતી પાર્ટી સિસ્ટમ છે અને નાના પક્ષો પણ કેટલીક બેઠકો જીતી જાય છે. આ કારણે કોઈ એક પાર્ટીને બહુમત મેળવવો સરળ નથી હોતો. નેતન્યાહુની સાથે પણ આવું જ થયું.