મહામારી:ડેલ્ટા વેરિયન્ટ વિશ્વભરમાં મોટો સ્ટ્રેન બની જશે: WHO

જિનીવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વમાં મોટા ભાગના કેસ ડેલ્ટા વેરિયન્ટના

કોરોના વાઇરસનો ડેલ્ટા વેરિયન્ટ અત્યાર સુધીમાં 132 દેશમાં ફેલાઇ ચૂક્યો છે. આ દેશોમાં કોરોનાના જે કેસ સામે આવી રહ્યા છે તેમાંથી 80થી 90% ડેલ્ટા વેરિયન્ટના જ છે. આ સંદર્ભે WHOએ ચેતવણી આપી છે કે વધુ ઝડપથી સંક્રમણ ફેલાવતો ડેલ્ટા વેરિયન્ટ ટૂંક સમયમાં વિશ્વભરમાં મોટો સ્ટ્રેન બની જશે.

આ વેરિયન્ટના કેસોમાં વૃદ્ધિના પગલે હવે ઓછી ઇમ્યુનિટી ધરાવતા વર્ગે તત્કાળ વેક્સિન લઇ લેવી જોઇએ. સંક્રમણના વધતા દરના પરિણામે હોસ્પિટલમાં દાખલ થવાથી હેલ્થ સિસ્ટમ પર ભારે અસર થઇ રહી છે અને ઘણાં દેશોને જીવનરક્ષક ઓક્સિજનની તત્કાળ જરૂર છે.

વિશ્વના મોટા ભાગોમાં ખાસ કરીને નિમ્ન અને નિમ્ન-મધ્યમ આવકવાળા લોકોમાં કોરોના ટેસ્ટિંગ રેટ બહુ ઓછો છે. મોટા ભાગના લોકોને એ ખબર નથી પડી રહી કે આ બીમારી કેવી રીતે ફેલાઇ રહી છે અને નવા વેરિયન્ટ આવી રહ્યા છે.

અમેરિકામાં નવા દર્દી 2 લાખ સુધી પહોંચી શકે છે
અમેરિકા, જાપાન અને ઇરાનની સ્થિતિ ખરાબ થઇ ચૂકી છે. આ દેશોમાં અત્યાર સુધીના રેકોર્ડ દર્દીઓ સામે આવી રહ્યા છે. અમેરિકામાં 1 લાખથી વધુ દર્દી મળી રહ્યા છે. જાપાનમાં ઓલિમ્પિક્સ બાદથી 20 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે જ્યારે ઇરાનમાં 40 હજારથી વધુ દર્દી મળી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ દેશોમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે કેસ વધ્યા છે. અમેરિકી નિષ્ણાતોના મતે, સ્થિતિ નહીં સુધરે તો અમેરિકામાં નવા દર્દીઓનો આંકડો 2 લાખ સુધી પહોંચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...