બ્રિટનમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. ગઇકાલે અહીં 5,341 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા અને ચાર લોકોના મોત થયા હતા. અહીં ફરીથી કોરોનાના કેસમાં વધારો થવા પાછળ ડેલ્ટા વેરિયન્ટ જણાવવામાં આવી રહ્યું છે. આ ડેલ્ટા વેરિયન્ટ સૌ પ્રથમ ભારતમાં મળી આવ્યો હતો.
ડેલ્ટા વેરિયન્ટ 40% વધુ ઝડપી સંક્રમણ ફેલાવે છે બ્રિટનના આરોગ્ય સચિવ મેટ હેનોકે જણાવ્યુ હતું કે આ વેરિયન્ટ 40% વધુ ઝડપી સંક્રમણ ફેલાવે છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે જો આ રીતે ક કેસમાં વધારી થતો તહેશે તો 20 જૂનથી અનલોકના આગામી તબક્કાની યોજના ટળી શકે છે. તેમણે જણાવ્યુ હતું કે અમે ડેટાની સમિક્ષા કર્યા બાદ નિર્ણય કરીશું કે અનલોકને ટાળવું જોઈએ કે પછી તેમાં કેટલાક નવા નિયમોને જોડાવા જોઈએ.
ડેલ્ટા વેરિયન્ટ આ સમયે યુકેમાં સૌથી ખતરનાક કોરોના વેરિયન્ટ બનીને સામે આવ્યો છે. અગાઉ, અલ્ફા વેરિયન્ટ, કેન્ટ વેરિયન્ટ તરીકે પણ ઓળખાતો હતો, તેના કારણે, જાન્યુઆરીમાં યુકેમાં લોકડાઉન લાદવું પડ્યું હતું. મેટ હેનકોકે જણાવ્યું કે અમારા વૈજ્ઞાનિકોએ તપાસ કરી છે, ત્યાર બાદ તે પુષ્ટિ કરવામાં આવી છે કે ડેલ્ટા વેરિયન્ટ એ અલ્ફા વેરિયન્ટ કરતાં 40 ટકા વધુ ઝડપી સંક્રમણ ફેલાવે છે.
ભારતમાં મળી આવેલો ડેલ્ટા વેરિયન્ટના કારણે હવે આખી દુનિયા મુશ્કેલીમાં છે. યુકેમાં ડેલ્ટા વેરિયન્ટને પહેલા B.1.617.2 કહેવામા આવતો હતો. હાલમાં WHOએ આ વેરિયન્ટને ડેલ્ટા વેરિયન્ટ તરીકે જણાવ્યો છે. આ ડેલ્ટા વેરિયન્ટ ગયા વર્ષે ઓક્ટોબર 2020માં ભારતમાં મળી આવ્યો હતો.
મેટ હેનકોકે કહ્યું કે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે કેન્ટ અને ડેલ્ટા બંને પ્રકારો પર ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. જે પછી આપણા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ બંને વેરિયન્ટ કોરોનાની વેક્સિનના બંને ડોઝ લેનાર લોકોને પણ અસર કરી શકે છે. આ બાબતે ડેલ્ટા વેરિઅન્ટ વધુ જોખમી છે. તેથીવેક્સિનના ડોઝ લીધા પછી પણ, લોકોએ કોરોનાથી સંબંધિત સલામતીના નિયમોનું પાલન કરવું પડશે.
બ્રિટન બાદ અનલોક થયેલા દેશોમાં કેસ વધવાના શરૂ
બ્રિટન 17 મેના રોજથી અનલોક થયું હતું. ત્યાર બાદથી ત્યાં સાપ્તાહિક કેસ 40% સુધી વધી ગયા છે. આ ઉપરાંત સ્વીડનમાં 16%, પોર્ટુગલમાં 16%, લગ્જમબર્ગમાં 24%, આઈસલેન્ડમાં 40%, રશિયામાં 5% અને આયરલેન્ડમાં 3% સુધી સાપ્તાહિક કેસમાં વધારો થયો છે.
WHOએ 31 મે 2021ના રોજ આ વેરિયન્ટના નામ પોતાની વેબસાઇટ પર જાહેર કર્યા હતા. જેથી તેની ભયાનકતા અનુસાર તેને કહી શકાય. સપ્ટેમ્બર 2020માં યુકેમાં મળેલ B.1.1.7 વેરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને અલ્ફા (Alpha) નામ આપ્યું હતું. મે 2020માં આફ્રિકામાં મળી આવેલ વેરિયન્ટ B.1.351ને બીટા નામ આપ્યું હતું. નવેમ્બર 2020માં બ્રાઝિલમાં મળી આવેલા કોવિડ -19 વેરિયન્ટ P .1 ને ગામા (Gamma) કહેવાયો. જ્યારે, ઓક્ટોબર 2020માં ભારતમાં મળેલા વેરિયન્ટ B.1.617.2 નું નામ ડેલ્ટા રાખવામાં આવ્યું છે.
ઈઝરાયેલમાં 12 થી 16 વર્ષના બાળકોને કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત
આ તરફ, ઈઝરાયેલમાં 12 થી 16 વર્ષના બાળકોને કોરોનાની વેક્સિન આપવાની શરૂઆત કરાઇ છે. ઇઝરાયલે આ માટે અમેરિકની વેક્સિન ફાઇઝરને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી છે. અહીં કુલ 55% જનસંખ્યાને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
સારી વાત તે પણ છે કે ફ્રાન્સ, ગ્રીસ, ઈટાલી, જર્મની અને સ્પેનમાં સ્થિતિમાં સુધારો છે. પ્રથમ અને બીજી લહેરમાં આ દેશોની ભયજનક સ્થિતિ બની ગઈ હતી. અનલોક થયા બાદ ફ્રાન્સમાં 17%, સ્પેનમાં 9%, ઈટાલીમાં 31%, ગ્રીસમાં 22% અને જર્મનીમાં 27% સુધી સાપ્તાહિક કેસમાં ઘટાડો આવ્યો છે.
ચીનમાં 3 થી 17 વર્ષના બાળકો માટે વેક્સિનને મંજૂરી
ચીનમાં 3 થી 17 વર્ષના બાળકો માટે સિનોવેક બાયોટેકની કોરોના વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. ત્રણ વર્ષના બાળક માટે વેક્સિનને મંજૂરી આપનાર ચીન દુનિયાનો પ્રથમ દેશ છે. અત્યાર સુધીમાં ચીનમાં 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન અપાવામાં આવી રહી હતી. અમેરિકા, બ્રિટન, યુરોપ અને કેટલાક અન્ય દેશોમાં 12 થી 16 વર્ષના કિશોરોને વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે. જો કે, હજી સુધી તે પુષ્ટિ કરવામાં આવી નથી કે કયા વયના વર્ગને અને ક્યારે ચીનમાં આ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.
ગઇકાલે દુનિયામાં 3.26 લાખ કેસ
દુનિયામાં રવિવારે 3 લાખ 26 હજાર 239 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ દરમિયાન 7,666 લોકો મૃત્યુ પામ્યા હતા. સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા હતા. અહીં છેલ્લા 24 કલાકમાં 1.01 લાખ કેસ નોંધાયા હતા અને 2,445 લોકો મૃત્યુ પામ્યા હતા.
અત્યાર સુધીમાં 17.40 કરોડ કેસ
દુનિયામાં અત્યાર સુધીમાં 17.40 કરોડથી વધુ લોકોને કોરોના વાયરસથી સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 37.43 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 15.73 કરોડ લોકો સાજા થઈ ગયા છે. હાલમાં 1.32 કરોડ દર્દી સારવાર હેઠળ છે. તેમાંથી 1.31 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણ છે અને 87,236 લોકો ગંભીર છે.
ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું
દેશ | કેસ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 34,210,782 | 612,366 | 28,122,737 |
ભારત | 28,909,604 | 349,229 | 27,150,727 |
બ્રાઝિલ | 16,947,062 | 473,495 | 15,342,286 |
ફ્રાન્સ | 5,712,753 | 109,998 | 5,409,110 |
તુર્કી | 5,287,980 | 48,164 | 5,160,774 |
રશિયા | 5,126,437 | 123,787 | 4,736,446 |
બ્રિટન | 4,516,892 | 127,840 | 4,275,093 |
ઈટાલી | 4,232,428 | 126,523 | 3,913,633 |
અર્જેંટીના | 3,955,439 | 81,214 | 3,529,033 |
જર્મની | 3,708,779 | 89,851 | 3,538,000 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.