તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:રોડ પર જતી સ્કૂલ બસમાં ગોળીની જેમ ટકરાયું હરણ, ઉલળીને સીધું વિદ્યાર્થી પર પડ્યું

11 દિવસ પહેલા

અમેરિકાના વર્જિનિયામાં એક વિચિત્ર ઘટના બની છે. અહીંના પાઉહટનમાં રોડ પર જતી સ્કૂલ બસ સાથે અચાનક જ હરણ અથડાયું હતું. છલાંગ મારીને આવતું હરણ આગળના કાચમાં ટકરાતાં કાચ તૂટી ગયો હતો, અને હરણ સીધું બસમાં ઘુસી ગયું હતું. ઉલળીને બસમાં આવેલું હરણ પહેલી સીટ પર સૂતેલા વિદ્યાર્થી પર પડ્યું હતું. હરણ ઉપર પડતાં જ ઊંઘમાંથી જાગેલો વિદ્યાર્થી હેબતાઈ ગયો હતો. જો કે, ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બસ સાઈડમાં રોકી દીધી હતી અને તરત જ દરવાજો ખોલી નાખ્યો હતો. આ સાથે જ હરણ કૂદાકો મારી બસમાંથી નીચે ઉતરી ભાગી ગયું હતું. આ સમગ્ર ઘટનાના બસમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTV ફૂટેજ વાઇરલ થતાં લોકો ડ્રાઈવરની સૂઝબુઝના વખાણ કરી રહ્યા છે. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં વિદ્યાર્થીને કોઈ જ ઈજા થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો