• Gujarati News
  • International
  • The Decision Taken By Former PM Imran Khan To Organize A Huge Rally, The Government Formed A Committee To Hold Talks

ઈસ્લામાબાદમાં કલમ 144 લાગુ:પૂર્વ PM ઈમરાન ખાને વિશાળ રેલીનું આયોજન કરતા લેવાયો નિર્ણય, સરકારે વાતચીત કરવા કમિટી રચી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની વિશાળ રેલી જોઈ ઈસ્લામાબાદમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. આ રેલી ઈસ્લામાબાદ પહોંચતા પીટીઆઈ નેતૃત્વ સાથે વાતચીત કરવા ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહના નેતૃત્વમાં કમિટીની રચના કરવામાં આવી છે.

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની 'હકીકી આઝાદી માર્ચ'ને જોતા ઈસ્લામાબાદમાં 144 કલમ લાગુ કરવામાં આવી છે. પાકિસ્તાન કાયદાની આ ધારા લોકોને સભા કરવાની અનુમતી નથી આપતી. આ રેલી ઈસ્લામાબાદ પહોંચતા પીટીઆઈ નેતૃત્વ સાથે વાતચીત કરવા ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહના નેતૃત્વમાં કમિટીની રચના કરવામાં આવી છે.

આ સાથે જ ઈસ્લામાબાદ પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં હોટલ, ગેસ્ટ હાઉસને નિર્દેશ કર્યા છે કે (PTI)ની રેલીમાં સામેલ થનારા લોકોને આસરો ના આપે. આ આદેશનું પાલન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની આ વર્ષની બીજી મોટી રેલી છે. આ પહેલા મે મહિનામાં તેમણે રેલીનું આયોજન કર્યુ હતું. ઈમરાન ખાનની રેલીને જોઈ 13000 પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈનો દાવો છે કે, આ રેલી શાંતિ પૂર્ણ થશે અને નક્કી કરેલા રસ્તે નિકળશે.

આ રેલીને લઈ પાકિસ્તાનના ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું કે, જો પ્રદર્શનકર્તાઓએ કાયદો તોડ્યો તો તેમની પર કાયદેસરની કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે, પ્રદર્શનને લઈ સુપ્રીમ કોર્ટનો આદેશ સ્પષ્ટ છે. જો પ્રદર્શનકર્તા કાયદાનું પાલન કરશે, તો અમે તેમને સુવિધા પૂરી પાડીશું. પીટીઆઈ નેતા મોહમ્મદ ખાને કહ્યું કે, તેમની રેલી શાંતિપૂર્ણ થશે. તેમણે કહ્યું કે, સરકારે ચૂંટણીની તારીખની ઘોષણા કરવી પડશે.

પોલીસે એડવાઈઝરી જાહેર કરી
ઈસ્લામાબાદ પોલીસે PTIની રેલી જોઈ પોતાના અધિકારીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. ઓફિસરોને કહ્યું કે, આગળ તહેનાત અધિકારીઓને એન્ટી રાઈટ ગિયર પહેરવું પડશે. પોલીસ અધિકારીઓને કહ્યું કે, તેઓ હથિયારો સાથે તહેનાત નહીં રહે, માત્ર ડંડા રાખશે તેમની પાસે. સાથે જ ટિયર ગેસ ન છોડવા પણ જણાવ્યું છે.

ઈમરાને વીડિયો બનાવી અપીલ કરી
રેલી પહેલા ઈમરાન ખાને વીડિયો જાહેર કરી કહ્યું, રેલી વ્યક્તિગત અથવા રાજકીય હેતુ માટે નથી, પરંતુ દેશને વાસ્તવિક સ્વતંત્રા અપાવા માટે છે.

અન્ય સમાચારો પણ છે...