તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • The Debate First Aired On Radio In 1948, And The Two Candidates Met On TV For The First Time In 12 Years.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

US રાષ્ટ્રપતિ ચૂંટણી:ડોનાલ્ડ ટ્રમ્પ અને બાયડન વચ્ચે આજે ફર્સ્ટ પ્રેસિડેન્શિયલ ડિબેટ થશે; 90 મિનિટમાં 6 મુદ્દા હશે

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર 19 ઓક્ટોબર 2016ની છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિંટન વચ્ચે છેલ્લી પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ હતી.
  • 29 સપ્ટેમ્બરે ટ્રમ્પ અને બાઈડન વચ્ચે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ, 15 ઓક્ટોબરે બીજી અને ત્રીજી ડિબેટ 22 ઓક્ટોબરે થશે
  • અમેરિકામાં પહેલું ટીવી સ્ટેશન 2 જુલાઈ 1928એ શરૂ થયું, પહેલી પ્રેસિડેન્શિયલ ટીવી ડિબેટ 32 વર્ષ પછી 1960માં થઈ

અમેરિકામાં આજે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ થવાની છે. CNN પ્રમાણે ઓહાયોમાં થનારી આ ડિબેટ 90 મિનિટની થશે અને તેમાં 6 મુદ્દાનો સમાવેશ કરવામાં આવશે. 6 મુદ્દાને 15-15 મિનિટમાં વહેંચવામાં આવશે. આ દરમિયાન કોઈ બ્રેક રાખવામાં નહીં આવે. ફોક્સ ન્યૂઝના ક્રિસ વોલેસ ડિબેટના મોડરેટર બનશે. ક્રિસ આ જ ચેનલમાં એન્કર છે.

ધી ટેલિગ્રાફના જણાવ્યા પ્રમાણે વોલેસ રજિસ્ટર્ડ ડેમોક્રેટ છે. થોડા દિવસો પહેલાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમને ઈન્ટરવ્યુ આપી ચૂક્યા છે. ઈન્ટરવ્યુમાં ટ્રમ્પ ઘણી વખત ગભરાયેલા જોવા મળ્યા હતા. બીજી અને ત્રીજી ડિબેટ પણ 90-90 મિનિટનો રાખવામાં આવશે. બીજી ડિબેટ ફ્લોરિડા અને ત્રીજી ડિબેટ ટેનેસીમાં રાખવામાં આવી છે.

અહીં અમે તમને અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રેસિડેન્શિયલ ડિબેટ સાથે જોડાયેલા 15 ફેક્ટ્સ જણાવી રહ્યા છીએ

US પ્રેસિડેન્શિયલ ડિબેટના 162 વર્ષ: 1948માં પહેલીવાર ડિબેટ રેડિયો પર થઈ હતી, તેના 12 વર્ષ પછી પહેલીવાર બંને ઉમેદવાર ટીવી પર આમને- સામને આવ્યા

162 વર્ષ પહેલાં થઈ હતી ડિબેટ

અમેરિકામાં પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ 1858માં અબ્રાહમ લિંકન અને સ્ટીફન ડગલસ વચ્ચે થઈ. કુલ સાત ડિબેટ થયા હકા, તેમાં કોઈ મોડરેટર નહતા.

પહેલી ડિબેટ ટીવી પર નહીં, રેડિયો પર 1984માં થઈ. તેમાં થોમસ ડેવે અને હેરલ્ડ સ્ટેસેને ભાગ લીધો હતો. આ ડિબેટ અંદાજે 4 કરોડ લોકોએ સાંભળી હતી.

અમેરિકામાં પહેલું ટીવી સ્ટેશન 2 જુલાઈ 1928માં શરૂ થયું હતું. પરંતુ ટીવી પર પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ 1960માં થઈ હતી. તેમાં જોન એફ કેનેડી અને રિચર્ડ નિક્સન સામેલ થયા હતા.

ટીવી પર પહેલી ચર્ચાને અંદાજે 6.64 કરોડ લોકોએ સાંભળી હતી. અમેરિકન ઈતિહાસમાં દર્શકોની સંખ્યા પ્રમાણે આ એક રેકોર્ડ છે. તે સમયે અમેરિકાની જનસંખ્યા અંદાજે 18 કરોડ હતી.

માનવામાં આવે છે કે, પહેલી ડિબેટ દરમિયાન નિક્સન બીમાર હતા. સ્ટેજ પર આવતા પહેલાં તેમણે મેકઅપ પણ નહતો કરાવ્યો.

આગામી ત્રણ ઈલેક્શનમાં કોઈ ડિબેટ ન થઈ

1964માં ત્યારના રાષ્ટ્રપતિ લિંડન જોનસને ડિબેટમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો.

1968 અને 1972માં ડિબેટ નહતી થઈ શકી. બંને વખત રિચર્ડ નિક્સને ભાગ લેવાની ના પાડી દીધી હતી.

1976માં જિમી કાર્ટર અને ગેરાલ્ડ ફોર્ડ ડિબેટમાં સામેલ થયા. ત્યારપછી આ ચાલુ જ રહ્યું હતું.

1984માં રોનાલ્ડ રીગન અને વોલ્ટર મોન્ડેલ વચ્ચે ડિબેટ થઈ. રીગનની ઉંમર તે સમયે 73 વર્ષ હતી.

અમુક લોકોએ આ વિશે સવાલ ઉભા કર્યા. ત્યારે રિગને કહ્યું કે, હું વધુ ઉંમર હોવાનો ફાયદો નહીં લઉં. કારણકે મોન્ડેલ યુવા અને અનુભવ વગરના છે.

1992માં થયેલી ડિબેટમાં ત્રણ ઉમેદવાર સામેલ થયા હતા. જ્યોર્જ બુશ સીનિયર, બિલ ક્લિન્ટન અને અપક્ષ રોસ પેરટ. આ ચૂંટણીમાં ક્લિન્ટનની જીત થઈ હતી.

રિપોર્ટ્સ પ્રમાણે રોનાલ્ડ રીગન અને જિમી કાર્ટરની 1980માં થયેલી ડિબેટ અંદાજે 80.2 મિલિયન લોકોએ જોઈ હતી. આ પ્રેસિડેન્શિયલ ડિબેટ જોનાર લોકોનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો માનવામાં આવે છે.

1988માં એક પ્રેસિડેન્શિયલ ડિબેટ કમિશન બન્યું

1988માં કમિશન ઓન પ્રેસિડેન્શિયલ ડિબેટ્સ (સીપીડી) બન્યું. તેને કાનૂની દરજ્જો આપવામાં આવ્યો હતો. સીપીડી એ મધ્યસ્થ છે જે ડિબેટ હોલ્સ અને અન્ય વસ્તુઓનું તાપમાન નક્કી કરે છે. (સ્રોત)

2008 ની ચર્ચા માટે મતદાતાઓએ સીપીડીને યુટ્યુબ મારફત પ્રશ્નો મોકલ્યા હતા. 2016માં ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટનની ડિબેટ યુટ્યુબ અને ટ્વિટર પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી હતી.

1976માં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે પહેલી ડિબેટ થઈ. આ સિલસિલો 1984 સુધી ચાલ્યો. તેમને ક્યારેય વધારે મહત્વ આપવામાં આવ્યું ન હતું.

1960 માં થયેલી ચર્ચા દરમિયાન કેનેડી ન્યૂયોર્ક સિટીમાં હતા અને નિક્સન હોલીવુડ (કેલિફોર્નિયા)માં હતા. બંને વચ્ચેનું અંતર 4828 કિલોમીટર હતું. આવા ત્રણ સ્ટુડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રીજા સ્ટુડિયોમાં મધ્યસ્થ અને ત્રણ પેનલિસ્ટ હતા. (સ્રોત)

ગેરાલ્ડ ફોર્ડ અને જિમ્મી કાર્ટર વચ્ચે ડિબેટ (1976)ની 9 મિનિટ બાકી હતી. ઓડિયો ખરાબ થઈ ગયો. 27 મિનિટ બંને ઊભા રહ્યા. એન્કર હેરી રેઝનરે કહ્યું - આ ટેકનિકલ સમસ્યા છે. તેને કોઈની વિરુદ્ધ કાવતરું ન માનવમાં આવે. ઇજનેરો ઉકેલો શોધી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો