તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બ્રિટન અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે બ્રેક્ઝિટ ડીલ છેવટે પૂરી થઈ છે. ચાર વર્ષ સુધી ચાલેલી ખેંચતાણ વચ્ચે છેવટે બુધવારે બ્રિટનના PM બોરિસ જોહન્સને બ્રેક્ઝિટ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે જ બ્રિટન અને EUના ઐતિહાસિક સંબંધ તૂટ્યા છે. સામાન્ય વિરોધ વચ્ચે સાંસદોએ તેના પક્ષમાં મતદાન કર્યું. EUમાં પણ તમામ ઔપચારિકતા પૂરી થયા બાદ આ બિલ (EU ફ્યૂચર રિલેશનશિપ) 1 જાન્યુઆરી 2021થી લાગુ થઈ જશે.
PM જોહન્સને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર આ ડીલ પર હસ્તાક્ષર કરતી એક તસવીર પોસ્ટ કરી છે. તેમણે લખ્યુ કે આ ડીલ પર હસ્તક્ષર કરી અમે બ્રિટનના લોકોની ઈચ્છા પૂરી કરી રહ્યા છીએ. પોતાના દ્વારા બનાવવામાં આવેલા કાયદાની મર્યાદામાં જીવશે, જે તેમની દ્વારા ચૂંટવામાં આવેલ સંસદે તૈયાર કરેલ છે.
યુરોપિયન યુનિયન (EU)ના વડા ઉર્સુલા વોન ડેર લેયેને સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમને અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલે બ્રુસેલ્સમાં EU-UK ટ્રેડ તથા કો-ઓપરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે કહ્યું કે આ ઘણો લાંબો માર્ગ હતો. હવે બ્રેક્ઝિટને પાછળ છોડવાનો સમય આવી ગયો છે. અમારું ભવિષ્ય યુરોપમાં છે.
4 વર્ષ અગાઉ UKએ EU થી અલગ થવાનો નિર્ણય કર્યો હતો
UKએ જૂન 2016માં EUથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. આ ઐતિહાસિક રેફરેન્ડમમાં બ્રિટનની પ્રજાએ 28 દેશના EUથી અલગ થવાના પક્ષમાં મતદાન કર્યું હતું. ત્યારબાદ EU એ UKને અલગ થવા માટે 31 માર્ચ 2018 સુધી સમય આપ્યો હતો.
ત્યારબાદ EUએ બ્રેક્ઝિટની તારીખને 31 ઓક્ટોબર સુધી વધારી હતી. ત્યારબાદ સંસદે પણ સરકારની શરતો નામંજૂર કરી હતી અને બ્રેક્ઝિટની તારીખ લંબાવી 31 જાન્યુઆરી કરી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.