અમેરિકામાં આગમાં 19નાં મોત:ન્યૂયોર્કમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી, મૃતકોમાં 9 બાળકો પણ, 50થી વધુ દાઝ્યા; 12 ગંભીર

ન્યૂયોર્ક11 દિવસ પહેલા
  • આગ એટલી ભયાનક હતી કે તેણે 19 માળની ઈમારતને ઝપેટમાં લઈ લીધી હતી

ન્યૂયોર્ક સિટીના એક એપાર્ટમેન્ટમાં લાગેલી આગમાં નવ બાળકો સહિત 19 લોકોના મોત થયા છે. ન્યૂયોર્કના બ્રોન્ક્સ એપાર્ટમેન્ટમાં રવિવારે સવારે થયેલા આ ભયાનક દુર્ઘટનામાં 50થી વધુ લોકો દાઝ્યા છે. જેમને પાંચ અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ન્યૂયોર્કના બ્રોન્ક્સ એપાર્ટમેન્ટના 19મા માળે આગ લાગી હતી, જે બાદમાં અનેક માળ સુધી ફેલાઈ હતી.
ન્યૂયોર્કના બ્રોન્ક્સ એપાર્ટમેન્ટના 19મા માળે આગ લાગી હતી, જે બાદમાં અનેક માળ સુધી ફેલાઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘાયલોમાંથી એક ડઝનની હાલત ગંભીર છે. જ્યારે એપાર્ટમેન્ટના દરેક એક માળ પર રહેતા લોકોને અસર થઈ હતી,આગના ધુમાડાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ફાયર વિભાગના કમિશનર ડેનિયલ નીગ્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત રવિવારે સવારે 11 વાગ્યે થયો હતો.

આગ લાગવાના કારણની પુષ્ટિ થઈ નથી
આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી. પરંતુ ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સના જણાવ્યા અનુસાર, આગ કદાચ રૂમ હીટરના કારણે લાગી હતી. મેયરે આ દુર્ઘટનાને શહેરનો સૌથી ભયાનક દુર્ઘટના ગણાવી છે.

ફાયર કમિશનર ડેનિયલ નેગ્રોએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે આગ એટલી ભયાનક હતી કે તેણે 19 માળની ઈમારતને ઝપેટમાં લઈ લીધી હતી. 200 ફાયર ફાયટરોની મદદથી આ આગ પર કાબુ મેળવાયો હતો.

શહેરના ઈતિહાસમાં પહેલાં પણ આવી દુર્ઘટનાઓ બની છે
ન્યૂયાર્કનાં ફાયર વિભાગનાં કમિશ્નર ડેનિયલ નીગ્રોએ આગની ગંભીરતાની સરખામણી હેપ્પી લેન્ડ સોશિયલ ક્લબની આગ સાથે કરી હતી જેમાં 87 લોકોના મોત થયા હતા. ગેરકાયદેસર રીતે સંચાલિત ક્લબમાં સ્પ્રિંકલર ન હતો. વર્ષ 1990માં થયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિએ તેની પૂર્વ પ્રેમિકા સાથે ઝઘડો કરીને ક્લબમાંથી બહાર કાઢીને ઈરાદાપૂર્વક ઈમારતને આગ લગાવી દીધી હતી. શહેરના ઈતિહાસમાં આગની બીજી ઘટના 1911માં બની હતી જેમાં 146 લોકોના મોત થયા હતા.

બ્રોન્ક્સ એપાર્ટમેન્ટના અનેક માળ ધુમાડાથી ભરાઈ જતાં ઘણા લોકોને ગૂંગળામણ થઈ હતી.
બ્રોન્ક્સ એપાર્ટમેન્ટના અનેક માળ ધુમાડાથી ભરાઈ જતાં ઘણા લોકોને ગૂંગળામણ થઈ હતી.
ફાયર ફાયટરોએ દરેક માળે લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
ફાયર ફાયટરોએ દરેક માળે લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...